________________
કલશ-૧૪૧
૩૭૫
ઘૂસી જાય છે હવે તેને અનંત ભવ હોઈ શકે નહીં. ભગવાને તેના અનંતાભવ જોયા નથી એમ કહ્યું. ચૈતન્ય રત્નાકર જ્યારે ઉછળે છે ત્યારે અનેક પ્રકારની પર્યાય નિર્મળથી નિર્મળ થતી જાય છે. આ નિર્જરા અધિકાર છે ને ! તેથી નિર્મળ પર્યાયો છે એમ સિધ્ધ કરવું છે. ત્રણલોકનો નાથ જે ચૈતન્ય રત્નાકર પ્રભુ છે તેને શરણે જાય છે. જેનો આશ્રય લે છે તેની પર્યાયો નિર્મળથી નિર્મળ....નિર્મળ તરંગો ઊઠે છે. એ નિર્મળ પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ થાય છે તેનું નામ નિર્જરા છે.
આ નિર્જરાના ત્રણ પ્રકા૨ કહ્યા છે. એક તો કર્મ ખરે તે નિર્જરા. (૨ ) અશુદ્ધતા ગળે તે નિર્જરા ( ૩ ) શુધ્ધતા વધે તે નિર્જરા. અહીંયા તો અસ્તિથી વાત લેવી છે. શુધ્ધિની વૃધ્ધિ થાય તે નિર્જરા છે. મતિ, શ્રુતજ્ઞાન વધતું જાય છે...નિર્મળ...નિર્મળ.... નિર્મળ... નિર્મળ. સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો છે! તેમણે પોતાના જ્ઞાનથી જોયેલો, જાણેલો, અનુભવેલો અને કઠેલો માર્ગ અલૈાકિક છે! આ કાંઈ વાર્તાની વાત નથી. જગતને આવી વાત મળવી મુશ્કેલ છે.
અહીંયા કહે છે કે- “પોતાના બળથી પરિણમી રહ્યો છે.” ભાષા દેખો ! એ નિર્મળ પરિણતિ–શુધ્ધ અવસ્થા પોતાના બળથી થઈ રહી છે. “કેવો છે અભિન્નરસ:” જુઓ અભિન્ન૨સ કહ્યું ને ? પર્યાયો ભેદરૂપ છે છતાં અભિન્ન થાય છે. પર્યાયો તેનાથી ભિન્ન સત્તા નથી. તે એક જ સત્ત્વ છે. નિર્મળથી નિર્મળ પર્યાયો પ્રગટે છે...તે સત્ત્વની વૃધ્ધિ અર્થાત્ શુધ્ધિની અભેદતા થાય છે... ત્યાં ભેદ પડતો નથી. પર્યાયો અનેક કીધી છતાં ત્યાં અનેકપણાનો ભેદ પડતો નથી. અનેક પર્યાયો પ્રગટે છે તે અભિન્ન૨સને અભિનંદે છે. ભાષા જરી....શાસ્ત્રની છે. બાપુ ! આ તો વીતરાગનો માર્ગ છે. અનંતકાળમાં કયારેય અપનાવ્યું નથી.
(નિર્મળથી નિર્મળ પર્યાયમાં ) એવો ને એવો અંદર શુધ્ધ-શુધ્ધ રસ પ્રગટે છે. અહીંયા અત્યારે પર્યાય પ્રગટે છે તેટલી વાત છે. સંવેદન વ્યકિતઓ પ્રગટે છે તે પણ તેનો ભાગ છે. ૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં સંસ્કૃતમાં છે. (અનેહી ભવન્-મતિશ્રુતાવિ જ્ઞાનેન मतिज्ञानी श्रुतज्ञानी ] मतिज्ञान और श्रुतज्ञानसे मतिज्ञानी और श्रुतज्ञानी रूपसे अनेक होता हुआ [ पक्षे पूर्वापरादिभागेन पूर्वसमुद्रः पश्चिम समुद्रः इत्यादि रुपे णाने कर्ता भजन् ] समुद्र के पक्षमें पूर्व अपर आदि भाग से पूर्वसमुद्र पश्चिम समुद्र इत्यादि रुपसे अनेकता को धारण करता हुआ ) "
તેમ ભગવાન આત્મા એકરૂપ અતીન્દ્રિય આનંદમય છે. નિર્મળ પર્યાય પ્રગટી તે તેનો એક ભાગ છે. ટીકામાં પ્રથમ પર્યાયો કહી પછી તેને સ્વસંવેદન વ્યકિતઓ કહી, અંતરમાં આનંદની વૃધ્ધિની પ્રગટતાઓ છે તે દરિયાનો એટલે આત્માનો એક ભાગ છે. દયા, દાન, વ્રતના પરિણામ તે કોઈ આત્માનો ભાગ નથી. અહીંયા એમ કહેવું છે કે નિર્મળ પર્યાય પ્રગટી તે ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. અનેક પર્યાયો કહી.. ત્યાં પણ સત્ત્વ તો એકપણું સિધ્ધ કરે છે અર્થાત્ અભિન્નપણું સિધ્ધ કરે છે. અનેકપણામાં ત્યાં ભેદ સિધ્ધ થતો નથી. આવી ભાષા અને આ ભાવ ! આવું કદી ત્યાં સાંભળ્યુંય ન હોય. બાપુ ! આ તો ભગવાનનો માર્ગ છે.