________________
કલશ-૧૪૧
૩૭૭ અરેરે....તે આત્માની વાતું સિવાયની બીજી વાતું કરી કરીને મરી ગયો. દયા પાળી, દાન કર્યા, વ્રત પાળ્યા, તપ કર્યા, ભક્તિ કરી એ બધી ધૂળ કરી. આહાહા! આ તો અદ્ભૂત નિધિ ભગવાન આત્મા છે. અનંતકાળથી પામ્યો નથી. એવા સુખનું નિધાન છે.
વળી કેવો છે? ચર્ચા રૂમાં સંવેન વ્યવેતય સ્વયં ઋત્તિ” પરમ અધ્યાત્મ તરંગિણીમાં અંશને ભાગ તરીકે લીધો છે. દરિયો આખો છે પણ તેમાં પશ્ચિમનો ભાગ ઉત્તરનો ભાગ તે દરિયાનો જ ભાગ છે. તેમ પ્રભુ તો અનંત આનંદનો નાથ છે,તેની પર્યાયમાં ભાગ પાડવો, તેના આનંદનો, શુધ્ધિનો ભાગ એ વસ્તુનો જ ભાગ છે. ભાઈ ! તેને થોડો અભ્યાસ જોઈએ. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાદિનો અજાણ્યો માર્ગ છે તેને જાણપણામાં લેવો..... તેમાં અપૂર્વ પ્રયત્ન છે તેણે કદી કર્યું નથી તેથી તેને આકરું લાગે છે. તેને આ દયા દાન ને વ્રત પાળવા તે સહેલા લાગે છે.
અહીં કહે છે- “યસ્થ પુન: સંવેવન વ્યય” જે દ્રવ્યને પ્રત્યક્ષપણે વિધમાન સંવેદન અર્થાત્ જ્ઞાન” જોયું? પ્રત્યક્ષપણે વિધમાન સંવેદનશાન અર્થાત્ તેની વ્યકિત ઉપર પાઠમાં જે પર્યાય કહી હતી તેને અહીં સંવેદન વ્યકિતઓ કહી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ છે. અંશીનો અંશ ભેદ છે. ત્રિકાળી આનંદનો નાથ તેનો આ મતિ આદિ અંશભેદ છે. પર્યાયને અંશ કહ્યું ને ભાઈ ! પ્રવચનસારમાં પર્યાયને અંશ કહ્યું છે. ભગવાન અંશી એટલે પૂર્ણ આનંદનો સાગર છે. તેના અનુભવના વેદનનો ભાગ તે તેનો અંશ છે, તે પામરતાનો અંશ નથી. સમજાણું કાંઈ? ભાઈ ! આ તો સંતોના રામબાણ શબ્દો છે. આ કાંઈ કથા વાર્તા નથી. એમાંએ દિગમ્બર સંતો એ કેવળજ્ઞાનના કેડાયો છે. તેમણે (પંચમકાળે) કેવળજ્ઞાનને ખડું કરીને ઊભું રાખ્યું છે.
પ્રભુ તું ચૈતન્ય રત્નાકરથી ભરેલો પ્રભુ છો ને! એનો જે અંશ પ્રગટયો છે એ તારો જ અંશ છે. શુધ્ધિની વૃધ્ધિ એવી જે નિર્જરા થાય તે ત્રિકાળીનો અંશ છે. જેમ દરિયાનો પશ્ચિમ ભાગ કહેવાથી ઉત્તરનો ભાગ તેનો છે તેમ આ ભિન્ન ભિન્ન આનંદની શુધ્ધિની વૃધ્ધિ થાય છે નિર્જરામાં તે વસ્તુનો ભાગ છે. પૂર્ણાનંદનો નાથ જે છે તેનો જ તે અંશ છે તેનો જ એ ભાગ છે. પ્રવચન નં. ૧૪૬
તા. ૧૧/૧૧/'૭૭ ચૈતન્ય રત્નાકર એટલે? “ચૈતન્ય” એટલે જીવ-દ્રવ્ય. “રત્નાકર' એટલે સમુદ્ર. આ એટલે પ્રત્યક્ષ, ભગવાન આત્મા ચૈતન્ય દ્રવ્ય છે. રત્નાકર અર્થાત્ સમુદ્રની પેઠે છે. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં તળિયે રેતી નથી, ત્યાં એકલા મણિ રત્નો છે. તેમ ભગવાન આત્માના તળિયામાં અનંત ચૈતન્ય મણિ રત્નો ભર્યા છે. તેને ક્ષેત્રની મોટપની જરૂરત નથી.
આકાશ નામનો પદાર્થ છે તેનો સત્તા નામનો ગુણ અનંત પ્રદેશ વ્યાપક છે તેની સત્તા અને એક પરમાણુમાં જે સત્તાગુણ છે તે બન્નેની સત્તા સરખી છે. ક્ષેત્ર મોટું એટલે સત્તા મોટી