________________
કલશ-૧૪૧
૩૭૩ તે નિર્મળ પર્યાયપણે... પોતાના બળથી પોતાના સામર્થ્યથી અનેકપણે પરિણમે છે. એમ કહ્યું ને પાઠમાં “પોતાના બળથી પરિણમી રહ્યો છે.” કોઈ કર્મનો અભાવ થાય તો તેને નિર્મળ પરિણતિનું પરિણમન થાય એમ નથી. પોતાના બળથી પોતે પરિણમી રહ્યો છે. પર્યાય સીધી પોતાના બળથી પરિણમી રહી છે.
અહીંયા તો નિર્જરા કરનાર ધર્મી-ધર્માત્માની વાત ચાલે છે. તે શુધ્ધ દ્રવ્યને અનુભવે છે. તેથી તેને અંદરની ધારા જે શુધ્ધિની વૃધ્ધિ તે પોતાના બળથી થાય છે. અપવાસ કર્યા માટે તપસા થઈ અને તપસા થઈ માટે નિર્જરા થઈ ગઈ એમ નથી. ભગવાન આત્મા તે ચૈતન્ય ચમત્કારીક પરમાત્મા છે તેનો પર્યાયમાં અદ્ભુત આનંદનો સ્વાદ આવે છે. તેને જે શુધ્ધિની વૃધ્ધિ થાય છે તે પોતાના બળથી થાય છે. ... કેમકે તેણે પુરુષાર્થ ઉપાડયો છે ને !!
વિ.સં. ૧૯૭૨ ની સાલમાં મોટી ચર્ચા પુરુષાર્થ સંબંધી થઈ. ગુરુ ભાઈએ કહ્યું કે સર્વશે જે દેખ્યું હશે તેમ થશે. આપણે તેમાં પુરુષાર્થ શું કરીએ? અમારા ગુરુ તો બહુ ભદ્રિક હતા. તેઓ પ્રકૃતિએ બહુ શાંત....શાંત હતા અને આ ગુરુભાઈ જરા અભિમાની ! ગુરુની પણ સમાજમાં છાપ મોટી. “હીરા એટલા હીર બાકી સૂતરના ફાળકા” ત્રણ-ત્રણ હજાર માણસો વ્યાખ્યાનમાં સાંભળવા આવે. તેમને તત્ત્વની દૃષ્ટિ ન હતી. આ (તત્ત્વ) તે દિ' હતું જ કયાં!?
ગુરુભાઈ મૂળચંદજીએ એમ કહ્યું કે સર્વજ્ઞ ભગવાને દીઠું છે તેમ થાય, એમાં આપણે પુરુષાર્થ શું કરી શકીએ ? તેમાં આપણો પુરુષાર્થ કાંઈ ચાલે નહીં. એમ અમે બે વખત તો સાંભળ્યું. પછી જસદણ ઉતારામાં ઉતરેલા ત્યાં પણ એ ચર્ચા ચાલી. અમારી દિક્ષા તો હજુ બે વર્ષની પછી કહ્યું તમે વારંવાર એમ કહો છો કે પુરુષાર્થ કાંઈ કરી શકે નહીં, ભગવાને દીઠું હોય તેમ થાય. આવી વાત કયા શાસ્ત્રમાં કરી છે?
શ્રી કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર છે. માતાને કહે છે મારે ભાઈ નથી, મેં તેને લાડ લડાવ્યા નથી તું તેને પુત્ર તરીકે ગણીશ? હું દેવલોકમાંથી ભાઈને લાવું છું. શ્રીકૃષ્ણ જેવા ત્રણખંડના ધણી માતા દેવકીને કહે છે. દેવકી પણ શ્રીકૃષ્ણને કહે છે-છ-છ દિકરા બીજે ઉછર્યા અને તું ભરવાડને ઘેર ઉછર્યો તેથી ભાઈને લાવ્યો હો તો અહીંયા મારી પાસે લાવ! એ ગજસુકુમારને શ્રીકૃષ્ણ પોતે લાવ્યા. શ્રીકૃષ્ણ નાનાભાઈને ખોળામાં બેસાડી અને નેમિનાથ ભગવાનના દર્શન કરવા જાય છે. આ બધી બનેલી વાત છે હોં !
ગજસુકુમાર અર્થાત્ ગજજ નામ હાથીના તાળવા જેવું જેનું શરીર છે. ભગવાનના દર્શન કરવા જતા હતા ત્યાં રસ્તામાં સોનીની દિકરી સોનાના ગરિયેથી રમતી હતી તેને જોઈ. શ્રીકૃષ્ણને એમ થયું કે આના લગ્ન તો ગજસુકુમાર સાથે કરાવવા જેવા છે. એ કન્યાને અંતઃપુરમાં લઈ જાવ. આ બાજુ ગજસુકુમાર ભગવાનના દરબારમાં જાય છે ત્યાં એકદમ ફાટફાટ વૈરાગ્ય થઈ જાય છે એ વાણી કેવી હશે? ભગવાનની વાણી સાંભળે છે ત્યાં પ્યાલો