________________
૩૭૨
કલશામૃત ભાગ-૪ ત્યાં શંકા પડે છે કે આ મને મારી નાખશે તો? અજાણી બાઈ છે, કોઈ સામું જોયું નથી અને આવી છે તારી પાસે.
વિછિયામાં ખોજો હતો, તેને ધંધો મોટો. પોતે ૩૫-૩૬ વરસનો અને પત્ની અઢાર વર્ષની યુવાન હતી. તે કોની સાથે ચાલતી હતી તેને ધણીને મારી નાખવાનો ભાવ થઈ ગયો. રાત્રે સૂતો હતો....માથામાં લોખંડનો ઘણ મારીને મારી નાખ્યો.
એક રાજાની રાણી એવી હતી કે –રાજા કંઈ બોલે તો કહે-જુઓ રાજન્ ! અમે ક્ષત્રિયાણી છીએ.અમને સ્ત્રી ગણીને તમે અમારું અપમાન કરશો નહીં. ધ્યાન રાખો! અમે અપમાન સહન નહીં કરીએ. બાપુ! આ બધું સમજવા જેવું છે. આ બધી ધૂતારાની ટોળી છે. છોકરાને ધૂતારો કહો છે? ધૂતારાની ટોળીમાં બધું આવે ને!? દીકરા ધૂતારાની ટોળી છે. બરોબર ભણાવ્યો છે, ભણ્યો છે તો હવે રળવું પડશે, ઢીકણું કરવું પડશે! આ સંસારને છંછેડેને ત્યારે ખબર પડે બાપુ!
અહીંયા ત્રણલોકનો નાથ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેની પર્યાયો (છે) કહે છે. પર્યાયો નથી એમ નથી. એક બાજુ નથી એમ કહ્યું અને અહીંયા છે. એમ કહ્યું છે. બાપુ! કઈ અપેક્ષાએ એ કહે છે તે જુઓ!
તેમના દ્વારા પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” એ પરિણતિ નિર્મળ છે અને તે પરિણતિ જીવની છે. અંદરમાં તેને પરિણમન તો છે. જ્ઞાનની પરિણતિ નિર્મળ થાય તે પરિણમન ત્યાં સદા ચાલુ જ છે. નિર્મળ પરિણમન પોતાના બળથી જ ચાલુ છે.એમ કહીને એમ કહે છે કે કર્મના નિમિત્તો દૂર થાય માટે અહીં નિર્મળ પરિણતિ થાય, શુધ્ધિની વૃધ્ધિરૂપ નિર્જરા થાય-એમ નથી. આ તો અગમ નિગમની વાત છે બાપુ!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું (તત્ત્વ છે). એકાવતારી ઇન્દ્રો ગલુડિયાંની માફક...પ્રવચન સાંભળેતે વાણી કેવી હોય બાપુ! સૈધર્મ દેવલોકનો ઇન્દ્ર તે અસંખ્ય દેવનો સ્વામી છે. કરોડો અપ્સરાનો પતિ છે. જે મુખ્ય ઇન્દ્રાણી છે તે અને ઇન્દ્ર બન્ને એક ભવતારી છે. ત્યાંથી નીકળી, મનુષ્ય થઈ અને કેવળ પામી મોક્ષે જવાના છે. એ જિનેન્દ્રની સભામાં
જ્યારે આવે છે ત્યારે પ્રભુ તો આ કહે છે. ચકલી લાવી ચોખાનો દાણો, ચકલો લાવ્યો મગનો દાણો, તેની બનાવી ખીચડી, તે ખીચડી કુંભારને આપી, કુંભારે ઘડુલો આપ્યો એ બધા ગપે ગપ્પ છે. આ તો ત્રણલોકના નાથની દ્રિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે પ્રભુ! તું કોણ છો? તું એક અને અનેક બને રૂપ છો. વસ્તુ તરીકે, ય તરીકે, ચૈતન્ય રત્નાકર તરીકે એક અને મતિ, શ્રુત આદિ પર્યાયોથી અનેક છે. અહીંયા તો આટલી વાત લેવી છે. અત્યારે આ બે જુદા પાડયા પછી સ્વસંવેદન વ્યકિતને ભિન્ન પાડશે.
“યસ્થ કુંભ: સંવેદ્રનવ્યય: સ્વયં ૩છન્તિ ” એ વાત પછી આવશે...એ કઈ અપેક્ષાએ કહ્યું? જયાં જે રીતે છે ત્યાં તે રીતે જાણવું જોઈએ. અહીંયા તો એકરૂપ ભગવાન છે