________________
કલશ-૧૪૧
૩૭૧ તે મને લાભ કરશે. લાભ માન્યો તેનો અર્થ જ તેને મારા માન્યાં છે.
અહીંયા તો એકલી નિર્મળ પર્યાયોને સિધ્ધ કરવી છે. એ પર્યાયો તેનામાં છે. વિકારની અહીંયા વાત નથી. સમયસારમાં ૪૭ શક્તિઓનું જયાં વર્ણન કર્યું છે ત્યાં વિકારની વાત લીધી જ નથી. શક્તિઓનો રત્નાકર એવો જે ભંડાર ભગવાન તેનું પરિણમન ક્રમસર છે. નિર્મળ પર્યાયનું પરિણમન ક્રમસર છે. અમે ગુણો છે અને ક્રમે પર્યાય છે. ત્યાં વિકારની વાત લીધી જ નથી. વિકારી પર્યાય છે તે તેનામાં છે એ વાત લીધી જ નથી.
અહીં શક્તિઓ ને રત્નાકર કહીને! એ અનંત્ શક્તિઓ જે છે તેનું પર્યાયમાં પરિણમન છે. છે તો પર્યાયનું પરિણમન તેને ગુણનું પરિણમન કહેવાય. એ બધું પરિણમન નિર્મળ છે. શક્તિના પરિણમનમાં કયાંય વિકારને લીધો જ નથી. દ્રવ્ય શુધ્ધ, ગુણ શુધ્ધ, પર્યાય શુધ્ધ એ ત્રણેય ક્રમ-અક્રમનો પિંડ તે આત્મા એમ ત્યાં લીધું છે. એ ક્રમમાં નિર્મળ પરિણમનની જ વાત લીધી છે. ત્યાં ૪૭ શક્તિમાં વિકારની વાત લીધી નથી કેમકે દ્રવ્યની પ્રધાનતાથી ત્યાં કથન છે.
જ્યારે ૪૭ નયનું જ્ઞાનપ્રધાન કથન હોવાથી મલિન અંશ પણ આત્માનો છે, એ અંશ તેનો છે, તેનામાં છે; તેનો એ સ્વામી છે-એમ લીધું છે.
શ્રોતા:- તે બે માંથી અમારે શું કરવું?
ઉત્તર- બન્નેને બરોબર માનવું જોઈએ. એમ કે આમાં કંઈ પાયો બંધાતો નથી તેમ કહે છે. પાયો અનેકાન્તનો છે ભાઈ ! અનેકાન્તનો અર્થ એવો નથી કે વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય. એકવાર તેને એમ કહે કે વિકારી પર્યાય તેનામાં છે જ નહીં. બીજીવાર એમ કહે કે તેની પર્યાયમાં વિકાર છે, તેનું નામ અનેકાન્ત છે. આવું સમજવાની તેને નવરાશય ન મળે. ઘડી બે ઘડી અપાસરે જઈ આવે, પેલા દહેરાસર જઈ આવે અને માને થઈ ગયો ધર્મ!
અહીં તો ત્રણલોકના નાથ વીતરાગ એમ કહે છે કે તું તો ચૈતન્ય રત્નાકર છો ને પ્રભુ! તારામાં તો ચૈતન્ય રત્નનો ખજાનો છે ને? એ ખજાનો ખૂટે નહીં એવો છે. ગઈકાલે દષ્ટાંત આપેલું ને! તેમ અહીંયા પહેલે ધડાકે નિશંકતા આવે છે. નિશંકતા તે સમકિતનો પહેલો ગુણ છે. આઠ અંગ-ગુણ પ્રગટે છે ને! તેમાં નિશંકતા પહેલે ધડાકે આવે છે. સમ્યગ્દર્શન થતા એવી નિશંકતા પ્રગટે છે કે પરિપૂર્ણ પરમાત્મા છે તેમાં ત્રણકાળમાં હિનાધિકતા થતી નથી. ભગવાન પૂર્ણાનંદના નાથની પ્રતીતમાં આવી નિશંકતા આવે છે. વાત સમજાય છે કાંઈ ? રાત્રિના પેલા ભાઈનો દાખલો આપ્યો હતો ને ! વિ. સંવત ૧૯૮૭ ની વાત છે. વિછિયાથી રાજકોટ આવેલા અને બપોરે અપાસરામાં બેઠા હતા. ત્યારે તે ભાઈએ કહ્યું કે મહારાજ! આવો આત્મા ને આવો આત્મા ને! તેમાં નિશંક થઈ જાય કોઇ દિ'? પછી કહ્યું- સાંભળો ! જ્યારે છોકરી સાથે સગપણ લગ્ન કર્યા તેમાં શંકા પડે છે? અત્યારે તો બે-ચાર દિવસ સાથે રહે, પરિચય કરે, સાથે હરે ફરે. પરંતુ અગાઉના કાળમાં તો મા-બાપે સગપણ કર્યા હોય, મોં પણ જોયું ન હોય, એ પરણીને પહેલે દિવસે આવે ત્યારે તે તદ્ન અજાણી બાઈ હોય અને અજાણ્યો ભાઈ હોય તો