________________
કલશ-૧૪૧
૩૬૯ અનેક છે. તેમ આત્મામાં પર્યાય-અવસ્થા, હાલત-ઊઠે છે તે અનેક છે. એ તરંગ “પર્યાયાર્થિકનયથી અનેક છે.”
જેમ સમુદ્ર એક છે. તરંગાવલિથી અનેક છે; “હતિifમ;” સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના” (પર્યાયાર્થિકનયથી) સમુદ્રના પક્ષે તરંગો પર્યાયો છે. તેમ જીવના પક્ષે એક જ્ઞાનગુણના પાંચ ભેદો છે તે અહીંયા કહે છે. સમ્યગ્દષ્ટિને વસ્તુ તો આ જ લેશે.... તે આગળ કહેશે. અહીં પર્યાયની અનેકતા છે તે કહે છે. મતિ, શ્રુત, અવધિ તે અનેક પર્યાય હોવા છતાં એ એકપણાને અભિનંદે છે. અનેકપણે હોવા છતાં તે ભેદની પુષ્ટિ કરતો નથી. સમયસાર ૨૦૪ ગાથાની ટીકામાં આનો ખુલાસો છે.
ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકરનો દરિયો છે. તે દ્રવ્યાર્થિકથી જુઓ તો એક છે. પર્યાયાર્થિકથી જોતાં તેમાં અનેક પર્યાય ઊઠે છે. અને તરંગાવલિ ઊઠે છે. તેમ પર્યાય પર્યાયપણે અનેક છે તે છે.
પ્રશ્ન- પર્યાયને તે ઉપચાર જાણે છે?
ઉત્તર- ઉપચાર કઈ અપેક્ષાએ કહ્યું. પર્યાય કાયમી નથી માટે ઉપચાર કહ્યું. પર્યાય વસ્તુ છે, તેમાં અનંત સપ્તભંગી ઊઠે છે. અનુભવ પ્રકાશમાં આ પ્રશ્ન ઊઠાવ્યો છે આ જે પર્યાય છે તે વસ્તુ કે વસ્તુ? પર્યાય એક સમય પૂરતી છે ને! (ઉત્તર) વસ્તુ છે. એ તો ત્રિકાળીની અપેક્ષાએ પર્યાયને ઉપચાર –વ્યવહાર કહ્યું છે. ત્રિકાળી વસ્તુની અપેક્ષાએ તેને અવસ્તુ કહ્યું છે. જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ પર્યાયને પરદ્રવ્ય કહ્યું તેમ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ કહ્યું. સ્વ ચૈતન્યની અપેક્ષાએ બીજી બધી ચીજો અવસ્તુ છે, અને તેની અપેક્ષાએ તે વસ્તુ છે. તેમ ચૈતન્યની પર્યાયો અનેકતાની અપેક્ષાએ વસ્તુપણે છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ..... તે પર્યાય દ્રવ્યમાં નથી તેથી તેને ભિન્ન ગણીને તેને અવસ્તુ કહેવામાં આવે છે.
શ્રોતા- બન્નેનું નકકી થયું. ઉત્તર:- બન્નેનું અનેકાન્તપણે નકકી થયું.
ફરીને!! આત્મા જે વસ્તુ છે તે ત્રિકાળ તરીકે છે. હવે નિર્મળ પર્યાય હોય તો પણ નિયમસાર ગાથા ૫૦ માં તેને પરદ્રવ્ય કહ્યું છે. પોતાની નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે તે કઈ અપેક્ષાએ? જેમ પરદ્રવ્યમાંથી પોતાની નવી નિર્મળ પર્યાય આવતી નથી તેમ નિર્મળ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી તેથી મારા હિસાબે તે પરદ્રવ્ય છે. ઝીણી વાત છે.
શ્રોતા- તેનો આશ્રય નહીં લેવા માટે પરદ્રવ્ય કહ્યું.
ઉત્તર- ના, આશ્રય નહીં લેવા માટે પરદ્રવ્ય કહ્યું એમ નહીં. એ વસ્તુ જુદી છે. અને એમાંથી નવી પર્યાય આવતી નથી માટે તે પરદ્રવ્ય છે. ધીમેથી સમજવું. જેમ બીજા આત્મામાંથી, પરમાણુમાંથી નવી પર્યાય આવતી નથી તેમ આત્માને શાયિક સમકિત થયું, કેવળજ્ઞાન થયું એ પર્યાયમાંથી હવે નવી પર્યાય આવતી નથી. પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી માટે