________________
કલશ-૧૪૧
૩૬૭ સ્વરૂપ, તેની સાથે તદુપ પરિણમતો થકો.” “વસ્તુવૃત્તિ” એમ કહ્યું ને! વસ્તુવૃત્તિ સાથે તદ્રુપ પરિણમતો થકો. ધર્મી તો આનંદના નાથની સાથે એકાકાર પરિણમતો થકો તે ચેતનનદ્રવ્યના આસ્વાદની મહિમા વડે ગમ્ય છે. પ્રવચન નં. ૧૪૫
તા. ૧૦/૧૧/૭૭ શ્રી કળશટીકા-૧૪૧ શ્લોક ફરીને “સ:g: ચૈતન્યરત્ના:” (સ:) એટલે ભગવાન પ્રત્યક્ષ આનંદ સ્વરૂપ છે. (N: )તે આત્માની વિધમાનતાને હૈયાતિને બતાવે છે. (સ: ps:) જ્ઞાયક વિધમાન પદાર્થ છે. “જે નું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો (ચૈતન્યરનાર:) જીવ દ્રવ્યરૂપી મહાસમુદ્ર” આત્મામાં અનંત ચૈતન્ય રત્નની મણીઓ ભરેલી છે. સ્વયંભૂરમણ સમુદ્રના તળિયામાં એકલા હીરા, મણિ ભરેલા છે. સમુદ્રની નીચે મણિ, રતનની રેતી છે.
સ્વયંભૂરમણ કુદરતનો સમુદ્ર છે, તેમ આ સ્વયંભૂ સમુદ્ર ભગવાન ! અનંત ચૈતન્યરૂપી મણિથી ભરેલો છે. આહાહા! ચૈતન્ય રત્નાકર....આકર એટલે દરિયો. ચૈતન્યના રતન એટલે મણિ; ચૈતન્યની મણિનો સાગર છે પ્રભુ! આ ત્રિકાળી દ્રવ્યની વાત ચાલે છે. વસ્તુ જે છે તે ચૈતન્ય મણિથી ભરેલો સમુદ્ર છે. એક,બે, ત્રણ એમ નહીં પણ અનંત ચૈતન્ય મણિઓથી ભરેલો ભગવાન છે. (ચૈતન્ય) તેનો અર્થ જીવદ્રવ્ય કર્યો. અને (રત્નાકર) નો અર્થ મહા સમુદ્ર કર્યો. ચૈતન્ય અને રત્નાકર એ શબ્દમાં તફાવત પાડયો. (ચૈતન્ય) એટલે જીવ દ્રવ્ય વસ્તુ અને (રત્નાકર) એટલે દરિયો. ચૈતન્યના રતનનો મણિ સ્વરૂપે દરિયો છે....આવો ભગવાન અંદર બિરાજે છે.
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્યને સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે” વસ્તુથી જોઈએ તો તે એક છે. ચૈતન્યના અનંત મણિઓનો ખજાનો છે એ તરીકે એક છે. પર્યાયાર્થિકનયથી અનેક છે એમ સિધ્ધ કરવું છે. આગલા શ્લોકમાં એમ કહ્યું હતું ને કે જેવા શેયને જાણતાં જ્ઞાનનું નામ પડે છે... તે નામ જૂઠા છે. અહીં કહે છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એકરૂપ હોવા છતાં..પર્યાયમાં અનેકરૂપે પરિણમે છે, એ પર્યાયની અસ્તિ છે. એ પર્યાયનો આશ્રય કરવો કે નહીં તે પ્રશ્ન અત્યારે નથી. અહીં તો એ પર્યાયમાં નિર્જરા બતાવવી છે. . કેમકે શુધ્ધતા વધે છે તે બધી પર્યાયો છે.
ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્ય રત્નાકર પ્રભુ છે, તેના લક્ષે જયાં સમ્યગ્દર્શન પ્રગટયું તો નિશંક ગુણ પ્રગટયો. એ ચૈતન્ય રત્નાકરમાંથી અનંત અનંત કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે. છતાં એ પોતે દરિયો; ચૈતન્ય સમુદ્ર તો એવડો ને એવડો વધઘટ વિનાનો છે. સમજાણું કાંઈ ?