________________
કલશ-૧૪૧
૩૬૫
આહાહા ! રાજમલ્લજીની આ ટીકા અને તેના ઉપરથી બનારસીદાસે બનાવ્યું સમયસાર નાટક. અરેરે! તેઓ માટે એમ કહે છે કે-બનારસીદાસ અને ટોડરમલ્લ અધ્યાત્મની માંગ પીને નાચ્યા હતા. પ્રભુ! આમ કહેવું તને ન શોભે હોં!! તું ય ભગવાન છો બાપુ! તારી ભૂલ હવે ન રહેવી જોઈએ..તને આવો આત્મા બતાવે છે.
જે અનેક પ્રકારના પર શેયો છે એ જોયો જાણવાથી જ્ઞાયક નામ પડે છે તેથી આનું જ્ઞાન અને આનું જ્ઞાન એમ કહેવું તે જૂઠું છે. આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. એક ગૃહસ્થ રાજમલ્લજીએ ટીકા કરેલ છે. તેને સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો. ભગવાન આત્મા ગૃહસ્થ કયાં છે? ગૃહસ્થ છે એટલે ગૃહસ્થ, ગૃહ એટલે પોતાના ઘરમાં રહેલો આત્મા. અધ્યાત્મ પંચ સંગ્રહમાં દીપચંદજીએ વ્યાખ્યા કરી છે કે-ગૃહસ્થ એટલે શું? આત્મા ગૃહ નામ નિજઘરમાં અને સ્વ એટલે સ્થિર રહે તે ગૃહસ્થ. આપણે કહેને કે તે ગૃહસ્થ માણસ છે, પૈસાવાળો છે, એ ધૂળની વાત અહીંયા નથી. અહીંયા તો નિજ ઘર-ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે જેના ધ્રુવ સ્વભાવમાં સ્થ રહે.અંદરમાં ટકે...તેનું નામ ગૃહસ્થ ધર્માત્મા છે અહીં તો વાતેવાતે ફેર છે.
ત્રણલોકના નાથ સીમંઘર ભગવાન બિરાજે છે ને! ““વિન” નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા”! હવે કહે છે કે-કેવો છે અનુભવશીલ આત્મા! દ્રવ્ય આત્મા છે તેની અહીંયા વાત નથી “જ્ઞાયમાવનિર્મરમદાસ્વાલં સમસાયન” નિર્વિકલ્પ એવું જે ચેતન દ્રવ્ય તેમાં (નિર્મા) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે. અનાકુળ લક્ષણ સૈન્ય, તેને આસ્વાદતો થયો.” એ પર્યાય અત્યંત નિર્ભર નિર્ભર થતી- અત્યંત મગ્નપણું થતાં. તેનાથી ઉત્પન્ન અનાકુળ મહાસુખને આસ્વાદતો. ભગવાન આત્માના પૂર્ણ અભેદ સ્વરૂપને મહા આસ્વાદતો થકો. અનાદિનો જે એને કર્મચેતના અને કર્મફળ ચેતનાનો સ્વાદ હતો. તેને બદલે હવે તેને જ્ઞાનચેતનાનો સ્વાદ આવ્યો. સમજાણું કાંઈ?
મહાસ્વાદની વ્યાખ્યા કરી-અનાકુળ લક્ષણ સુખ. અભેદ આત્માના અનુભવમાં પડતાં તેને પર્યાયમાં જે અનાકુળ લક્ષણ સુખ તેનો જેને સ્વાદ આવે છે. મહાસ્વાદની વ્યાખ્યા જ આ કરી. અજાણ્યા નવા માણસોને તો એવું લાગે છે કે આ શું કહે છે? આ શું હશે? બાપુ! મારગ તો પ્રભુનો આવો છે ભાઈ !
(સમાસાયન) મહાસ્વાદને આસ્વાદતો થકો. પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે. તેને આસ્વાદતો. અનાકુળ લક્ષણ સુખના સ્વાદને લેતો થકો...એટલે જ્ઞાનચેતનાને પ્રગટ કરતો થકો. એ જ્ઞાનચેતનામાં અનાકુળ આનંદનો સ્વાદ લ્ય છે. પુણ્ય-પાપના ભાવ એ કર્મ ચેતનામાં દુઃખનો આકુળતાનો સ્વાદ છે.
“વળી કેવો છે?દ્ધમાં વાવં વિધાતુન સદ: [ ઉદ્ધમાં ] કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ આકુળતારૂપ સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે, પરંતુ