________________
કલશ-૧૪૧
૩૬૩ નિર્જરાની વ્યાખ્યા છેતેમાં આવી ગયું. અજ્ઞાનીને જે કર્મ ખરે છે તેને નિર્જરા કહેવાતી નથી.
સંવર એટલે સમ્યગ્દર્શનરૂપી જે શુધ્ધતા, એ સંવરપૂર્વક જે અશુધ્ધતા ટળે, કર્મો ખરે અને શુધ્ધતા વધે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરા છે તે પર્યાય છે. નિર્જરાનો પર્યાય શુધ્ધ છે, તે પર્યાયની અહીંયા વાત કરે છે. તે જ્ઞાન પર્યાયમાં જેવા શેયોને જાણે છે તેવા જ્ઞાનના નામ પડે છે. છતાં તે નામ જૂઠા છે. એ તો જ્ઞાન પર્યાય....જ્ઞાનપર્યાય.... જ્ઞાનપર્યાયજ્ઞાનપર્યાય બસ. સમજાણું કાંઈ? ન સમજાય એવું ન હોય બાપુ!
પરમાત્મા....ભગવત્ સ્વરૂપે બિરાજે છે. પ્રભુ તો ભગવત્ સ્વરૂપ જ છે. દરેકનો આત્મા, અરે- અભવીનો આત્મા પણ ભગવત્ સ્વરૂપ જ છે. સંપ્રદાયમાં આ ચર્ચા થઈ હતી. સંવત ૧૯૮૨માં ચર્ચા થયેલી લીંબડીવાળા મોહનલાલજી સાથે અભવીને છવ્વીસ પ્રકૃતિ સત્તામાં હોય. અને ભવીને અઠાવીસ પ્રકૃતિ હોય, એવું એક મોહનમાળા પુસ્તકમાં છપાવેલું. આજથી ત્રેપન વર્ષ પહેલાં, ત્યારે અમારું નામ મોટું, કહ્યું કે એ વાત જુદી છે. ભવી હોય કે અભવી બધાને છવ્વીસ પ્રકૃતિ જ સત્તામાં હોય. જ્યારે સમકિત પામે પછી અઠ્ઠાવીસ થાય એ વાત ખોટી છે.
બીજી વાત એ ચાલી કે અભવીને ત્રણ આવરણ હોય છે, તેને પાંચ ન હોય. તેને મતિ, શ્રુત ને અવધિ ત્રણ આવરણ હોય, તેને મન:પર્યય અને કેવળજ્ઞાનાવરણ તેને હોય નહીં. કેમકે તેને આ બે જ્ઞાન પ્રગટ થતા નથી. એ વાત સંવત ૧૯૮૫ માં થયેલી, ગરબડ કરવા લાગ્યા પ્રવચનમાં...ત્યારે મણિલાલજીએ કહ્યું કે કાનજી મુનિ કહે છે તે સાંભળો ! દુનિયામાં એની છાપ છે તેથી તેઓ કહેશે એ બધા માનશે! આપણે પચાસ વર્ષથી દિક્ષા લઈને બેઠા હોય છતાં બહારમાં આપણી છાપ નથી. એ બહાર વાત પાડશે કે આ લોકો આમ કહે છે અને તેઓ આમ કહે છે.
અભવીને પણ પાંચ આવરણ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ, મન:પર્યય અને કેવળ પ્રગટ ન થાય તેનો અર્થ એ નથી કે તેને આ બે આવરણ નથી. અભવીના આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. શક્તિએ તો એ પણ સર્વજ્ઞ સ્વભાવી છે. એની પર્યાયમાં અલ્પજ્ઞાનનું પરિણમન છે. તેમાં કેવળજ્ઞાનાવરણી પ્રગટ નિમિત્ત છે. અભવી જીવ તેની પર્યાયને પલટાવી શકતો નથી કેમકે તેની તેવી લાયકાત નથી. બાકી તો સર્વજ્ઞ સ્વરૂપી જ પ્રભુ આત્મા તો છે. દરેક સમયે સર્વજ્ઞ સ્વભાવ અનાદિ અનંત પ્રભુ પડયો છે. તેને સર્વજ્ઞ પર્યાય પ્રગટ ન થાય તો પણ તેનો સર્વજ્ઞ સ્વભાવ અંદરમાં પડયો છે.
અરે...પ્રભુ તું કોણ છો બાપુ! ૧૪૧ શ્લોકમાં કહેશે-ચૈતન્ય રત્નાકર છો પ્રભુ! તને તારી ખબર નથી. ચૈતન્યરૂપી મણિઓ તો અનંતી ભરી છે. તારા બહારના પૈસા અબજો અબજો ખરવ, નિખરવ....એવું બધું અમારા વખતમાં ચાલતું ! પણ એ બધી ધૂળ છે. આ તો