________________
કલશ-૧૪૧
૩૬૧ જ્ઞાનને સ્પર્શ નથી. એક બીજામાં એકબીજાનો અભાવ છે. પોતામાં રહીને..પર સંબંધીનું અને પોતાના સંબંધીનું જ્ઞાન પોતામાં ઊછળે છે; એ શેયને લઈને ઊછળે છે એમ નહીં. શેયના જાણવાથી અહીંયા જ્ઞાનના નામ પડ્યા છે એ પણ નહીં. પાઠમાં છે કે નહીં?
આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.” આ પર્યાયની વાત છે. જેવા શેય છે તેવું અહીંયા જ્ઞાન થાય છે. તેથી એ જ્ઞાનની પર્યાયના શેયાકારના પરિણમનના કારણે નામ ભેદ પડ્યા એ જૂઠા છે. સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો ગહન માર્ગ છે. અનંત શેયોને પણ સિધ્ધ કરે છે. શેય વસ્તુ અનેક પ્રકારે છે. તેમ પહેલાં સિધ્ધ તો કર્યું. શેય અનેક પ્રકારે છે એ વાત એટલે સિધ્ધ કરી કે-વેદાંત એમ માને છે કે શેયો છે જ નહીં.
(૧) શેય વસ્તુ અનેક પ્રકારે છે તે એક વાત. (૨) જેવા શેયનો જ્ઞાયક થાય છે તે બીજી વાત.
આ આકરું પડે તો પણ સમજવું તો પડશે ને ભાઈ !અમને ન સમજાય એમ કરીને કાઢી ન નખાય. અરે! આવે ટાણે નહીં સમજે તો કયારે સમજશે?
અહીંયા તો શેયો અનેક છે એમ સિધ્ધ કર્યું. હવે અહીંયા પર્યાયમાં જેવા શેયનું જ્ઞાન થાય છે તેવાં એ જ્ઞાનની પર્યાયના નામ પડે છે. એ નામ પાડવા જૂઠા છે એમ કહે છે.
પ્રશ્ન :- સાચા નામ કયા?
ઉત્તર- સાચું નામ જ્ઞાનપર્યાય. એ જ્ઞાનની પર્યાય બસ. નામ ધરવું તે જૂઠું છે.... એ કહ્યું ને ! પર્યાય માત્ર તે તો સાચી છે. પણ તે જેવા શેયને જાણે છે એવું નામ પાડ્યું છે એ ખોટું છે.
પ્રશ્ન- મતિ, શ્રત એ નામ ખોટા?
ઉત્તરઃ- એ જ નામ પડ્યા એ નહીં. બસ જ્ઞાન પર્યાય....જ્ઞાન પર્યાય. તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષની વાત લીધી છે. મન, ઇન્દ્રિયો દ્વારા જાણે તે મતિજ્ઞાન, ત્યાં પ્રત્યક્ષની વાત ગૌણ રાખી છે. નહીંતર....ખરેખર તો મતિ પોતાના સ્વને જાણે છે. એ વાત સમયસાર ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને!! જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. ભલે અલ્પજ્ઞાન હો ! અજ્ઞાન હો ! પણ..પર્યાયનો સ્વભાવ અપર પ્રકાશક છે. માટે જ્ઞાનની પર્યાયમાં આ બાળ-ગોપાળને, બાળકથી માંડીને વૃધ્ધને તેના જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ સ્વપર પ્રકાશક હોવાથી...જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા જ જણાય છે. આત્મા જ જણાય છે, છતાં તે પર્યાયમાં આત્મા આવતો નથી. એ પર્યાયમાં આખો આત્મા જણાય છે કેમકે પર્યાયનું સ્વપર પ્રકાશકપણું એ સ્વરૂપ છે. આવું ઝીણું!!
પેલા તો કહે - સામાયિક કરો, દહેરાસર જાવ, જાત્રા કરો, ભક્તિ કરો. દિગમ્બરમાં કહેઆ કપડાંને છોડો, આ કરો....! અરે પ્રભુ! પણ સાંભળ તો ખરો ! તારો નાથ અંદર શું ચીજ છે? પર્યાયની સ્વતંત્રતા છે. તે તે કાળે ઉત્પન્ન થવાની પર્યાયની સ્વતંત્રતાની જાત કેવી છે? જેવા જોય છે તેવું એ જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે. તેથી એ શેયના નામે તેના નામ પડે