________________
૩૬૦
કલશામૃત ભાગ-૪ અગ્નિ, પાંદડાની અગ્નિ, તરણાની અગ્નિ એ વાત જુદી છે. અગ્નિ અગ્નિરૂપે થઈ છે એ વાત બરોબર છે. એ પર્યાય અનિરૂપે થઈ છે. તરણાની અગ્નિ, લાકડાની અગ્નિ, અડાયાની અગ્નિ, છાણાની અગ્નિ એમ કહેવું તે જૂઠું છે. પરંતુ અગ્નિ ઉષ્ણતામય છે. એ પર્યાયની વાત છે હોં! અહીં તો અત્યારે અગ્નિ ઉષ્ણાતામય છે બસ એટલું કહેવું છે. આના આકારે છે, આના આકારે છે માટે ઉષ્ણતા છે એમ નથી. ઉષ્ણતામાત્ર છે. તેમ ભગવાન આત્મા ! પોતાના જ્ઞાનમાં એટલે પર્યાયમાં હોં! અત્યારે અહીંયા આમ લેવું છે.
જેવા શેયનો જ્ઞાયક થાય છે એ શબ્દ ઉપર જોર છે. જેવા લાકડાના આકારે અગ્નિ થાય છે એમ જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું તેને નામ આપે છે. જે તૃણની અગ્નિ, લાકડાંની અગ્નિ, છાણાંની અગ્નિ, અડાયાની અગ્નિ વગેરે હવે તેને વસ્તુ સ્વરૂપથી વિચારતાં-અગ્નિ તો ઉષ્ણતામાત્ર છે. આ પર્યાયની વાત છે. તેમ ભગવાન આત્માની પર્યાયના વસ્તુ સ્વરૂપને વિચારતાં જ્ઞાનનો વિચાર કરતાં તે જ્ઞાનમાત્ર છે.
પ્રશ્ન- જ્ઞાનમાત્ર કહ્યું તે ત્રિકાળીને કહ્યું કે પર્યાયને કહ્યું?
ઉત્તર- એ તો કહ્યું ને કે -પર્યાયને કહ્યું. દષ્ટાંતમાં જેમ અગ્નિ ઉષ્ણતામાત્ર છે એ પણ પર્યાયમાં છે. ત્યાં આના આકારે છે. આના આકારે અગ્નિ છે એ જૂઠું છે. જુઓ પાઠમાં “વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે;” આ પર્યાયમાં હો! એમ કહેવું છે કે મતિજ્ઞાન અને જાણે, શ્રુતજ્ઞાન અને જાણે, અવધિ આને જાણે એવું કહેવું જૂઠું છે. સમજાણું કાંઈ ? ગજબ શૈલી છે.
શેયને સિદ્ધ કરે છે. શેયને જાણવું સિધ્ધ કરે છે. જેવા શેયને જાણે છે તે જ્ઞાન શેય તરફનું થયું છે એમ નથી. આવું ઝીણું છે! લોકોને કયાં ફૂરસદ છે! ભગવાન ત્રિકાળ સ્વરૂપ છે એ તો ધ્રુવ છે. હવે તેના પરિણામમાં બે પ્રકારના વિચાર કર્યા. એ જ્ઞાનનું પરિણમન જેવા શેયને જાણે એવું એને નામ પડે એટલે કે શેયને આકારે નામ પડે, એ નામ જૂઠાં છે. “નામ ધરવું બધું જુઠું છે” આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે. શાંતિથી, ધીરજથી વિચાર કરે તો આ તો અપૂર્વ માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવના મુખમાંથી જે દિવ્ય ધ્વનિ નીકળે છે તેનો આ બધો સાર છે આવી વાત બીજે કયાંય છે નહીં.
એક બાજુ શેયને સિદ્ધ કરે છે... શેય નથી એમ નથી. એક બાજુ પર્યાયમાં શેયાકાર જેવા છે તે શેયને જાણવાથી શેયાકારના નામ પડે છે તે બીજી વાત. છતાં પણ એ નામ જૂઠા છે, તે જ્ઞાન પર્યાયમાત્ર છે એ ત્રીજી વાત. આમાં ક્યાંય પૈસા હાથ આવે એવું નથી. આહાહા ! અહીંયા તો પરમાત્માને પર્યાય સિધ્ધ કરવી છે. એ પર્યાયમાં નામના ભેદ પડ્યા. આટલું જાણે મતિને અને આટલું જાણે તે શ્રુત, મર્યાદિત પદાર્થને જાણે માટે અવધિ, મનના ભાવને જાણે માટે મન:પર્યય, ત્રણકાળને જાણે માટે કેવળ-એ બધાં નામ ધરવા જૂઠા છે.
આહાહા ! ખરેખર તો (જ્ઞાન) પરને જાણતું જ નથી. પરને શું જાણે? પર વસ્તુનો