________________
૩૬૪
કલશામૃત ભાગ-૪ અનંત અનંત ચૈતન્ય રત્નાકરનો સાગર નાથ અંદર બિરાજે છે. બાપુ! તને ખબર નથી!! એ ચૈતન્ય રત્નાકરના જયાં ભાન થયાં, ત્યારે જે જ્ઞાનની પર્યાયમાં પ્રકાર પ્રગટ્યા. એ જ્ઞાનનું નામ જેવા શેયને જાણવાથી પડયું એ વાત નહીં. પરને લઈને નામ પડ્યું એમેય નહીં. આ તો સર્વજ્ઞ પરમાત્માનો પંથ છે. તારો સ્વભાવ છે એ કહે છે.
આવો શુધ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં એ નામ જૂઠા છે. નામ જૂઠા છે હોં ! જ્ઞાન પર્યાય છે એ વાત બરોબર છે. મન અને ઇન્દ્રિયથી જાણે તે મતિ, એકલા મનથી જાણે તે શ્રુત, એવું આવે છે ને શાસ્ત્રમાં ! મર્યાદિત ચીજને જાણે તે અવધિ, સામાના ભાવને જાણે તે મન:પર્યય, ત્રણકાળના ભાવને જાણે માટે કેવળ એ નામ સાચા નહીં.
પ્રશ્ન- તો સાચા નામ કયાં?
ઉત્તર- સાચું નામ પર્યાય બસ, જ્ઞાન પર્યાય. તે પર્યાય જ્ઞાન ગુણની છે માટે જ્ઞાન પર્યાય. એમાં ઘણા ભેદ છે. કોઈ એકાંતે એમ માનતું હોય કે કોઈ( પર) શેય નથી અને (તેના નિમિત્તે) જે શેયાકાર જ્ઞાન પરિણમે(એવું પણ નથી.) તો અહીં કહે છે-શેયાકાર જ્ઞાન પરિણમે છે તે વ્યવહાર છે. પણ, જ્ઞાન તો જ્ઞાનરૂપે થાય છે બસ. તેને નામ આપવા જૂઠા છે. આને જાણે માટે મતિ, આને જાણે માટે શ્રુત, એવા ના નહીં. ઠાઠડીને નનામી કહે છે ને! તેમ આ ત્રણલોકનો નાથ છે તેની પર્યાયને કોઈ નામ ન આપવા. એ જાગતી જયોત નનામી છે. જાગતી જયોત એ તો એના સ્વભાવને બતાવ્યો. સ્વભાવની વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ?
બેનના વચનામૃતમાં લખ્યું છે કે “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થશે.” આ એક વાક્યમાં સિધ્ધાંતથી વાત કરી છે. પણ તેને સાદી ભાષામાં કહ્યું. ચાર ચોપડીનો ભણેલો હોય કે બાળક હોય તે પણ સમજી જાય. જાગતો જીવ ઊભો છે ને! એટલે શું? એકલો જ્ઞાયકભાવ ટકતું તત્ત્વ જે ધ્રુવ તરીકે છે ને!? સિંધ્ધાતની ભાષા સિધ્ધાંત પ્રમાણે હોય! પણ આ તો ચાલતી ભાષામાં, સાધારણ માણસ સમજે તેવી શૈલીથી કહ્યું.
આહા! “જાગતો” એટલે જ્ઞાયકભાવ-જ્ઞાયકભાવ.“જીવ ઊભો એટલે ધ્રુવ છે ને? “એ ક્યાં જાય? તે પર્યાયમાં જાય ! રાગમાં જાય? ક્યાં જાય? આવો ઉપદેશ કઈ જાતનો. તારા મારગડા જુદા નાથ! તારી પર્યાયના શેયને જાણવાથી નામ પાડવા એ કાંઈ શોભતું નથી. સમજાણું કાંઈ?
પ્રશ્ન- શેયને જાણે તેથી જ્ઞાયક કહ્યો છેને!?
ઉત્તર- એ તો શાસ્ત્રમાં છે ને ! પણ તેમાં શેયને જાણવાથી જ્ઞાયક નામ કયાં આવ્યું? અહીં તો શેયને જાણવાથી જ્ઞાયક એમ શબ્દ આવ્યો છે ને ! “શેયને જાણવાથી તેમાં સ્વઘેયની વાત નથી. અહીંયા તો શેયવસ્તુ અનેક પ્રકારે છે તેની વાત છે. જુઓને પાઠમાં શબ્દ છે. ત્રીજી લીટી છે. કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. ત્યાં આત્મા (શેય છે) તેમ નથી લીધું. જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું નામ પામે છે.