________________
૩૬૮
કલશામૃત ભાગ-૪ આત્માની જે પૂર્ણ પર્યાય પ્રગટે છે તેમાં જે ભાગ પડે છે તે તેના અવિભાગ અંશો છે. એ કેવળજ્ઞાન પર્યાયમાં અનંત પ્રકારના અંશો પડે છે. કેવળજ્ઞાનમાં લોકાલોક જણાય છે; અનંતા કેવળીઓ જણાય છે. એ પર્યાયના ભાગ પાડતાં..પાડતાં છેલ્લો ભાગ પાડતાં....પછી તેનો ભાગ ન પડાય એવો છેલ્લો ભાગ.અંશ રહે તેને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એવા તો એક પર્યાયમાં અંનતા અંશો છે. હજુ તો પર્યાય કબૂલ કરવી કઠણ પડે ત્યાં એ પર્યાયમાં અનંતા(અંશો છે તે વાત ઝીણી છે) જેટલા અંશો પહેલે સમયે પ્રગટયા તેટલા જ અંશો બીજા સમયે એટલા જ.
દ્રવ્ય સ્વભાવ, એવો ચમત્કારીક છે કે-કેવળજ્ઞાન આદિ પ્રગટવા છતાં તેમાં વધઘટ નથી થતી તેમ તેની પૂર્ણ પર્યાયમાં અનંત સામર્થ્ય જે અવિભાગ પ્રતિષ્ણદરૂપે પ્રગયું તે પ્રગટયું તેમાં હવે વધઘટ નથી. બીજા સમયે, ત્રીજા સમયે એમ બધા સમયના ભેગા થઈને વધે તેમ નથી.
શું કહ્યું એ ! ભગવાન આત્માને ચૈતન્ય રત્નાકર કહ્યો ને! તેમાં જેટલા રત્નો ભર્યા છે જે ગુણરૂપ સ્વભાવ તેમાં તેની કયાંય વધઘટ થતી નથી. તેને કેવળજ્ઞાન પ્રગટ થાય તેમાંય વધઘટ નથી. આ નિર્જરા અધિકાર છે ને ! નિર્જરાનું ફળ તો કેવળજ્ઞાન છે. હવે જે કૈવલ્ય થયું તે શક્તિના અનંતા ભાગ પડે તેને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એને છેદતાં છેદતાં જે ભાગ બાકી રહે જેમાં ભાગ ન પડે તે છેલ્લામાં છેલ્લા અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એવા અવિભાગ પ્રતિચ્છેદ એક સમયની પર્યાયમાં અનંતા છે. બીજા સમયે એટલા, ત્રીજો સમય આવે તો પણ એટલા જ રહે છે. બધા સમયને ભેગા કરીએ તો વધે તેમ નથી.(પર્યાયની) રિધ્ધિ તો જુઓ આ!? ચૈતન્ય શું છે બાપુ! જેના અનુભવમાં અનંત આનંદની આશ્ચર્યતા પ્રગટે છે એવો ભગવાન તેને આચાર્યો “ચૈતન્ય રત્નાકર” કહીને બોલાવ્યો છે. અને તે પણ વધઘટ વિનાની અનાદિ અનંત ચીજ છે. પૂર્ણ પર્યાય પ્રગટી તેમાં પણ જેટલા અવિભાગ પ્રતિચ્છેદ તેમાં હવે વધઘટ થતી નથી. બીજે સમયે, ત્રીજે સમયે એવી અનંતી સમયની બધી પર્યાયો પ્રગટે એ અનંત સમયના ભેગા મળીને અવિભાગ પ્રતિચ્છેદનો મોટો સમૂહ થાય એમ નથી. જેમ દ્રવ્ય ચૈતન્ય રત્નાકરથી સરખું ભરેલું છે તેમ પર્યાયોમાં પણ અનંતા અવિભાગ પ્રતિચ્છેદ અંશોથી સરખું ભરેલું છે. અહીં પર્યાયમાં પૂર્ણતા લીધી-હવે અધૂરી (નિર્મળ ) પર્યાયની વાત કરશે. સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર સિવાય આવી વાત બીજે નથી. ત્રિલોકનાથે જે સ્વરૂપ જોયું છે તેવું બીજે ક્યાંય છે નહીં.
આહાહા! ભગવાન ચૈતન્ય રત્નાકર સમુદ્ર પ્રભુ છે. દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો વસ્તુ એકરૂપ છે. પર્યાયાર્થિક નયથી જોઈએ તો અનેક પર્યાયે પરિણમન છે. ૧૪) કળશમાં તો શેયને જાણવાની અપેક્ષાએ જ્ઞાયક કહેતાં તેનો નિષેધ કર્યો હતો. હવે અહીંયા કહે છે-પર્યાયો અનેક છે. વસ્તુ તરીકે એક છે અને તેમાં તરંગો ઊઠે છે એટલે પર્યાયમાં જે તરંગો ઊઠે છે તે