________________
૩૭૦
કલશામૃત ભાગ-૪ તેને પરદ્રવ્ય કહ્યું. સ્વત્રિકાળીની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય કહી. જેમાંથી નવી પર્યાય આવે તે હું સ્વદ્રવ્ય છું. જેમાંથી નવી પર્યાય ન આવે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. આવી વાતું છે! વીતરાગ માર્ગ તો જુઓ ભાઈ !
અહીં પાઠમાં “ચૈતન્ય રત્નાકર” શબ્દ આવ્યો છે ને ! ભગવાન તું ચૈતન્યની મણિઓથી ભરેલો છે હોં! પેલી પથ્થરની મણિઓ નહીં. તેથી પાઠમાં ચૈતન્યરત્નો એવો શબ્દ વાપર્યો છે. તમારે ઝવેરાતનો ધંધો છે તે પથ્થરના રત્નો નહીં. આ તો “ચૈતન્યના રત્ન' એમ શબ્દ વાપર્યો છે ને! બે જાતના રતન છે. એક જડ રતન છે અને આ ચૈતન્ય રત્ન છે.
અહીં સમુદ્રના પક્ષે લઈએ તો સમુદ્ર એક છે. તરંગાવલિથી જોઈએ તો તરંગો ઊઠે છે તે અનેક છે. તેમ દ્રવ્યની અપેક્ષાએ ચૈતન્ય રત્નાકર એક છે અને પર્યાયની અપેક્ષાએ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ તે અપેક્ષાએ અનેક છે. જેમ એક છે તેમ અનેક પણ છે. જેને સમયસાર ૧૧ ગાથામાં કહ્યું કે-પર્યાય જૂઠી તેને અહીં કહે છે કે- શુધ્ધિની વૃધ્ધિ એવી નિર્જરાની અનેક પર્યાયો છે.
અહીંયા તો એ સિધ્ધ કરવું છે કે દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે તેનો આશ્રય લેતા જે આનંદનું વેદન આવે એ વેદનમાં મતિ, શ્રુતનું જ્ઞાન સાથે છે. મતિ, શ્રુતજ્ઞાનમાં જ્ઞાનની વૃધ્ધિ અને આનંદની વૃધ્ધિ થાય છે એવી તેને નિર્જરા છે. શુધ્ધિની વૃધ્ધિ થાય એ બધી પર્યાયો છે...એમ કહે છે. જેમ સંવર પર્યાય છે તેમ નિર્જરા પણ પર્યાય છે; મોક્ષપણ એક પર્યાય છે. પ્રભુનો મારગ જ એવો છે. પ્રભુ ! એટલે તું હો !!
જેમ સમુદ્રના પક્ષ તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ અનેક ભેદ” અહીંયા નિર્મળતાની વાત છે હોં !! મતિ,શ્રુત અજ્ઞાન, વિકાર તેની વાત અહીંયા નથી. અહીંયા તો ચૈતન્ય રત્ન, મણિથી ભરેલો ભગવાન એકરૂપે હોવા છતાં તેની પર્યાયમાં અનેકરૂપે તેનું નિર્મળ પરિણમન થાય છે. પરિણમનમાં અનેકપણું હોવા છતાં તે એકપણાને જ અભિનંદે છે. તે અનેકપણું અનેકપણાની પુષ્ટિ કરે છે તેમ નથી. અરે! આવી વાતો સમજવાની લોકોને દરકાર નહીં. બાપુ! સમજવું પડશે ભાઈ ! મારગ તો આ છે. અબજોપતિ આમ રાંકા થઈને રોળાય રહ્યા છે.
વડોદરાનો દરબાર ફતેહુકુમાર ગુજરી ગયો. આજથી ૬૦ વર્ષ પહેલાં એટલે વિ. સંવત ૧૯૬૪-૬૫ ની વાત છે. ત્યારે તેને વર્ષે ત્રણ કરોડની ઉપજ હતી. તેનો એકનો એક દિકરો નાની ઉમરમાં ગુજરી ગયો. તેને વર્ષ-બે વર્ષનો છોકરો હતો. પછી તેમણે એક ગાયન જોડલુંરતન રોળાયું સ્મશાને રે”...બાપુ! એ રતન તો બધા ધૂળના અને આ તો ચૈતન્ય રત્નાકર. તેણે રાગને વિકારને પોતાના માનીને ચૈતન્ય રત્નાકર. તેણે રાગને વિકારને પોતાના માનીને ચૈતન્ય રતનને રોળી નાખ્યું નાથ ! તેણે આત્માને ઘાયલ કરી નાખ્યો. દયા-દાન આદિ પુણ્યનો રાગ તે વિકલ્પ છે. એ મને લાભ કરશે, એ મારા છે એમ માન્યું તેનો અર્થ એ છે કે