________________
કલશ-૧૪૧
૩૫૭ આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. ભેદ વિનાની જે અભેદ ચીજ છે તેનો અનુભવ. એ અનુભવ છે પર્યાય, પણ ત્રિકાળીનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. વસ્તુ તો ત્રિકાળી અભેદ છે, એમ એ વસ્તુ તેની પર્યાયમાં આવતી પણ નથી. ભાષા એમ છે-ત્રિકાળી અભેદ વસ્તુ છે તેને અનુભવે છે એમ ! એટલે કે ત્રિકાળીની સન્મુખતામાં એની પર્યાય થાય છે. માટે અભેદને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આવો ઝીણો માર્ગ છે.
“ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે” અગ્નિ તો ઉષ્ણતામાત્ર જ છે તેને ભેદથી કહેવું કે “દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે;” વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે અર્થાત્ બળવા લાયકના આકારે થાય છે. અડાયા એટલે જે છાણ હોય તે એમ ને એમ પડ્યું પડયું સૂકાઈ જાય તેને અડાયા કહે છે. છાણાં હોય...અગ્નિ એ-એ...આકારે થાય છે. લાકડું હોય તો અગ્નિ લાકડાનાં આકારે થાય છે. “તેથી લોકોને એવી બુધ્ધિ ઊપજે છે કે-કાષ્ટનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અનિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે.” લોકો એમ જાણે કે લાકડાને આકારે અગ્નિ થયો તે લાકડાનો અગ્નિ છે, ખરેખર એ કાંઈ અગ્નિ નથી. લાકડાનો આકાર કાંઈ અગ્નિમાં નથી. તેમ જ્ઞાન શેયના આકારે થયું છે તે કાંઈ શેયનો આકાર નથી, એ તો જ્ઞાનનો આકાર છે.
“અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશમાત્ર છે.” ભગવાન આત્માનું જ્ઞાન પ્રકાશ....ચેતના પ્રકાશ માત્ર છે, “સમસ્ત શેય વસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેય વસ્તુને જાણે છે, જાણતું થયું શેયાકાર પરિણમે છે.” તેથી જ્ઞાની જીવને એવી બુધ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે.”
શેયની અપેક્ષાએ પર્યાયના ભેદ છે. પણ એ વસ્તુ નથી. વસ્તુ તો ત્રિકાળી અભેદ છે. એટલે કે શેયાકારે જે જ્ઞાન થયું, તેને તેવું નામ આપ્યું તેને જ્ઞાની જૂઠું માને છે. શેયાકારે અર્થાત્ લાકડાના આકારે અગ્નિ થઈ એમ નથી. એમ શેયાકારે જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન તો પોતાના આકારે જ થયું છે.
શેયની ઉપાધિથી મતિ,કૃત, અવધિ, મન:પર્યય, કેવળ એવા વિકલ્પ ઊપજયા છે, કારણ કે -શેય વસ્તુ નાના પ્રકારે છે;” હવે અહીંયા જરાક ઝીણું છે. આ પ્રભુનો મારગ સૂક્ષ્મ છે. પ્રભુ એટલે આત્મા. શેય વસ્તુ અનેક પ્રકારે છે. જ્ઞાનમાં જાણવા લાયક ય ચીજ છે તે અનેક પ્રકારે છે. હવે અહીંયા એ સિધ્ધાંત છે કે જેવા શેયનો જ્ઞાયક થાય છે. પહેલાં કહ્યું કે જ્ઞાનમાં શેય-જણાવાલાયક અનેક છે. હવે કહે છે- “જેવા શેયનો જ્ઞાયક થાય છે. તેવું જ નામ પામે છે.”મતિનું નામ મતિજ્ઞાન કેમ પડ્યું તો કહે છે કે એને યોગ્ય શેયાકાર જ્ઞાન થયું તેથી તેનું નામ મતિજ્ઞાન પડ્યું. શ્રુતમાં બધા જોયોના આકારે પરોક્ષ જ્ઞાન થયું તેથી એ જ્ઞાનનું