________________
કલશ-૧૪૧
૩૫૫ જ્ઞાનમાત્ર અનુભવયોગ્ય છે. વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ? “નિ:પતાવિતનમાવહતરસકારમારનત્તા: રૂવ” (નિ:પત) ગળી ગઈ છે (દિવસ) સમસ્ત (ભાવ)-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત-દ્રવ્યના (મહત્ત) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (રસ) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહ વડે (ત્તા: કુંવ) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કે-કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯-૧૪૧.
કળશ નં.-૧૪૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૩-૧૪૪–૧૪૫–૧૪૬ તા. ૦૮-૦૯-૧૦–૧૧/૧૧/'૭૭
“ભવાને વો હણને વન ભવન” પર્યાયમાં અનેકપણું થાય છે એમ સિધ્ધ કરવું છે. એકરૂપનું લક્ષ અને આશ્રય કરે તે વસ્તુ (પર્યાય અપેક્ષાએ) અનેકપણે છે.
“સ: : ચૈતન્યરત્નાર:” (: ) સઃ એટલે તે આ એમ પ્રત્યક્ષ બતાવે છે. આ ભગવાન તે અંદર જેવું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો ચૈતન્ય રત્નાકર. એ ચૈતન્યના રતનનો દરિયો છે- સમુદ્ર છે. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રના તળિયે એકલા રતન ભર્યા છે, ત્યાં રેતી નથી. (અસંખ્ય દ્રષિ સમુદ્ર પછીનો) છેલ્લો દરિયો છે ને ! ત્યાં રેતીના ઠેકાણે રતન છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મા છે. જેના ચૈતન્ય રત્નાકર ચૈતન્યરૂપી રતનનો દરિયો છે. ધૂળના રત્નો થાય એ નહીં.
આચાર્યદેવે એક શબ્દ તો જુઓ, કેવો વાપર્યો છે! “ચૈતન્ય રત્નાકર” મારો પ્રભુ! ચૈતન્ય રતનનો આખો દરિયો છે. એ તો ચૈતન્યના રત્નના આકારનો દરિયો છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં એકલા રતનની રેતીયું છે તેમ આ દરિયામાં ચૈતન્યની રેતીયું છે.
(ચૈતન્યરત્નાર:) એવો શબ્દ વાપર્યો છે....પછી ભાષા સાદી કરી નાખી “જીવદ્રવ્યરૂપી મહાસમુદ્રઃ” જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર. (શાવર) એટલે સમુદ્ર. એ સમુદ્ર કેવો છે તે કહે છે ચૈતન્ય રત્ન એટલે જીવદ્રવ્ય અને આકર એટલે સમુદ્ર. કળશની ટીકા તો જુઓ! એક એક કળશો અમૃતથી ભર્યા છે.
સ:N: ચૈતન્યરનાર : જેનું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે તેવો (ચૈતન્યરનાર:) જીવ દ્રવ્યરૂપી મહાસમુદ્ર. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય (ને) સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે.” જેવદ્રવ્ય ભગવાન આત્માને સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે.
ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે” હવે બેની સિદ્ધિ કરે છે- દ્રવ્ય વસ્તુથી એક છે અને તે પર્યાયથી અનેક છે. પર્યાયનયથી અનેક છે, પર્યાય નથી એમ નથી. સમયસાર