________________
કલશ-૧૪)
૩૫૩ પર્યાયનું વિશેષમાંથી લક્ષ છોડતો, ભેદ છે તેનો આશ્રય છોડતો અને ત્રિકાળી સામાન્ય એકરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે જે સામાન્ય નિર્ભેદ સતામાત્ર વસ્તુ છે તેનો અનુભવ કરતો થકો.
(સામાન્ય નયન) સામાન્યનો અર્થ કર્યો નિર્ભેદ સત્તામાત્ર વસ્તુ. (વનયન) અનુભવ કરતો થકો. સામાન્યનો અનુભવ કરતો થકો સામાન્યનો અનુભવ થાય? અનુભવ તો પર્યાયનો થાય. સામાન્ય ઉપર લક્ષ છે તો સામાન્યનો અનુભવ છે એમ કહેવાય. પર્યાયના ભેદનો જે અનુભવ છે તે છૂટીને અભેદનો અનુભવ છે. અભેદ વસ્તુ તો અભેદ છે...પણ સત્તામાત્ર વસ્તુનો અનુભવ કરતો થકો. દ્રવ્ય જે વસ્તુ છે, ધ્રુવ સત્તા પ્રભુ છે. તેનો અનુભવ કરતો થકો અર્થાત્ પર્યાયને તેની સન્મુખ કરતો આવી વસ્તુ છે લ્યો!!
અજાણ્યા લોકો આવ્યા હોય તેને તો એમ લાગે કે આવો ઉપદેશ? આ તે શું? જૈનનો માર્ગ આવો હશે? આ કોઈ વેદાંત માર્ગ લાગે છે કેમકે વેદાંતમાં આવી વાત હોય. અરે બાપુ! આ તો જૈન પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, એક સમયમાં ત્રણકાળને જાણે છે તેથી કેવળજ્ઞાન નામ પડ્યું છે. કહે છે કે લોકાલોકને જાણે છે માટે કેવળજ્ઞાન એ રહેવા દે! પૂર્ણને (સમસ્તને) જાણે એ રહેવા દે!
- હવે અહીંયા કહે છે કે-પર્યાયનું લક્ષ છે એ છોડી દે! સામાન્ય જે સત્તામાત્ર વસ્તુ છે (વિનયન) તેનો અભ્યાસ નામ અનુભવ વેદન કર. (નયન) નાં ઘણાં અર્થ છે. ત્રણલોકના નાથ પરમાત્મા તેની આ વાણી છે. આ કાંઈ કલ્પિત વાણી કરીને મૂકી નથી. એવા સામાન્ય એકરૂપ ચિદાનંદ ધન ભગવાન તેને વેદતો થકો....એટલે તેને અનુસરીને પર્યાયને વેદતો થકો. ભાષા તો એવી છે કે સામાન્યને વેદે, પણ વેદે છે એ પર્યાય છે. સામાન્ય ઉપર દૃષ્ટિ છે એટલે સામાન્યને વેદે છે એમ કહેવામાં આવે છે. આવું આફ્રિકામાં સૂઝે એવું નથી ત્યાં એની મેળે વાંચે તો સમજાય એવું નથી. આવી વાતો છે ભાઈ !
અમેરિકામાં જાય, ત્યાં બે-ત્રણ હજાર ડોલરનો પગાર આવે તો તે એમ જાણે કે અમે મોટા બાદશાહ થઈ ગયા. પેલાને પૂછયું કે (કેટલો પગાર)? એ કહે ત્રણ-ચાર હજાર. એમાં એક નામ નહીં કે (આટલા હજાર). વાંચનમાં આ વ્યો હતો તો થોડીક વાર રોકાણો....બાકી તો આમ ફર્યા ફર કર્યા કરે છે. ત્રણ હજાર ડોલર એમાંય એને વધારે કરીને બોલવું છે! સાત હજારનો પગાર થાય પણ ત્યાં ખર્ચ એ એટલાને ! અરે ! ધર્મ ઠીક પણ પુણેય કયાં છે? ધર્મ તો કયાંય રહી ગયો. સત્ સમાગમ, સત્ શાસ્ત્રનું વાંચન બે-ચાર કલાક જોઈએ, એવું જે પુણ્ય તેના ઠેકાણા નહીં, અરેરે! તેને કયાં જવું છે!!
અહીંયા તો કહે છે( સામન્ય વર્નયન) તેને વેદતો થકો...આત્માનો અનુભવ કરતો થકો. આ ૧૪૦ કળશ પૂર્ણ થયો. હવે ૧૪૧માં કહે છે – જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. તેને સિધ્ધ કરે છે. પર્યાય દ્રવ્યની છે એમ વાત કરે છે. ૧૪૦ માં પર્યાયનું લક્ષ છોડાવ્યું પણ પર્યાય છે. તેની.