________________
કલશ-૧૪)
૩૫૧ તરફ વલણ થતાં એટલે તેનો અનુભવ થતાં તે મહાસ્વાદને આસ્વાદતો થકો. મહાસ્વાદનો અર્થ અતીન્દ્રિય આનંદનું વેદન. અનાકુળ લક્ષણ એવું સુખ તેને અનુભવતો-સ્વાદમાં લેતો. જુઓ! આ અનુભવની દશા! અતીન્દ્રિય આનંદને આસ્વાદતો થયો. અનાદિથી તે પુણ્યપાપના રાગને અનુભવે છે ચાટે છે વેદે છે. તે આકુળતા નામ દુઃખને વેદે છે. આગળ કહેશે કે વિષય-કષાય તે દુઃખ છે.
“[મદાસ્વાવં] અનાકુળ લક્ષણ સૈન્ય, તેને આસ્વાદતો થકો” સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્ય મહાપ્રભુ છે. તેના ધ્યાનમાં તેની નજરું ત્યાં ગઈ ત્યારે તેને અનુભવ થયો. એ અનુભવમાં શું થયું? અનાકુળ લક્ષણ મહાસ્વાદ આવ્યો. અનાકુળ લક્ષણ તેને મહાસ્વાદ કહ્યો. તેને આસ્વાદતો થકો (સમયન) સમ્યક પ્રકારે આસ્વાદ લેતો એટલે આસ્વાદતો થકો.
વળી કેવો છે? દૃન્દમયં સ્વાલં વિધાતુન સદ: કર્મના સંયોગથી થયેલ છે. વિકલ્પરૂપ-આકુળતારૂપ.” એ શુભરાગ દયા-દાન-વ્રતનો હો તો પણ એ આકુળતા અને દુઃખરૂપ છે. એ કર્મના સંયોગથી થયેલો સંયોગીભાવ છે. તે વિકલ્પરૂપ-આકુળતારૂપ સ્વાદને “અજ્ઞાનીજન સુખ કરીને માને છે” એ શુભરાગનો સ્વાદ પણ આકુળતા છે. પાપનો સ્વાદ અશુભનું તો શું કહેવું? એ પાપનો સ્વાદ તો તીવ્ર દુઃખરૂપ છે....પણ શુભરાગનો સ્વાદ આકુળતારૂપ-દુઃખરૂપ છે.
“અજ્ઞાની જન સુખ કરીને માને છે, પરંતુ દુઃખરૂપ છે.” એ રાગના હરખમાં હરખાઈ જાય છે. તેને શુભભાવમાં હરખ આવે છે. પરંતુ છે દુઃખરૂપ આનંદના નાથના અનુભવની આગળ એ શુભરાગ એ આકુળતા દુઃખ છે.
એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ, તેને અંગીકાર કરવાને અસમર્થ છે” પાંચે ઇન્દ્રિયના વિષયમાં લક્ષ રાખીને ઉત્પન્ન થતું સુખ એટલે કલ્પના. જ્યારે ધર્મી, જ્ઞાયકભાવના સ્વાદને લેતો હોવાથી તે વિષય જનિત સ્વાદને લેવાને અમર્થ છે....અશકય છે. આવી વાતું છે તેથી લોકોને બીજો ધર્મ (સહેલો) લાગે. સોનગઢ તો નવું કાઢયું છે. શું આ સોનગઢનું છે? અહીંનો ભાવ છે એ બરોબર છે પણ આ વસ્તુનું લખાણ કોનું છે?
અહીંયા કહે છે કે ધર્મી પંચેન્દ્રિયના વિષયને વેદવા-અનુભવવાને અસમર્થ છે. અશકય છે. “ભાવાર્થ આમ છે કે-વિષય કષાયને દુઃખરૂપ જાણે છે.” એ ભાવ તેને છે ખરો...તો પણ તેને દુઃખરૂપ જાણે છે. તેને પૂર્ણઆનંદનું વેદન નથી, જયાં પૂર્ણ આનંદનો અભાવ છે, ત્યાં (થોડો ) દુઃખભાવ છે જ અને(સાધક ) તેને વેદે છે. તે વિષય કષાયને દુઃખરૂપ જાણે છે. વિષય કષાય સમજે? ફકત બહારનું તેમ નહીં પણ અંદરમાં જે રાગ ઊઠે તે પણ વિષય છે ને તે ઇન્દ્રિયનો વિષય છે. અનઇન્દ્રિયનો વિષય તો ભગવાન આત્મા છે. એવા રાગને દુઃખરૂપ જાણે છે.