________________
કલશ-૧૪)
૩૪૯ નિશ્ચયધર્મ કહે છે. ધર્મ અને અધર્મ અને વિરુધ્ધ છે. વ્યવહારનયનો ધર્મ-રાગ છે. આત્માનો જ્ઞાયકના આશ્રયે જે ધર્મ થાય તે વીતરાગતા છે. તેથી વીતરાગતા રાગને કારણે થઈ એમ નથી. તેમ વ્યવહારનો વિષય રાગ નથી–એમ પણ નથી. તેમ રાગનો વિષય હોવા છતાં તે વ્યવહાર નિશ્ચયનું કારણ થાય એવું નથી. અહીંયા તો એથી આગળ લઈ જવાની વાત છે.
જ્ઞાનના જે પાંચ ભેદ છે તે એની પર્યાય છે. ૧૪૧માં કહેશે કે તે એની (દ્રવ્યની) પર્યાય છે. દરિયો ઊછળે છે તો તરંગો તેની પર્યાય છે. એમ જ્ઞાનાદિની પાંચ પર્યાય છે તો તેની પણ એમાં આ પાંચ નામ પડ્યા તે શેયને જાણવાથી. તેથી કહ્યું કે સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે. કારણ કે શેય વસ્તુ નાના પ્રકારે એટલે અનેક પ્રકારે છે. જેવા પ્રકારે જણાવા યોગ્ય શેયનો જાણનારો-શાયક થાય છે તેવું જ નામ પામે છે. આ તો ઝીણી વાતું છે બાપુ!
એ નામ કેમ પડયા તે કહે છે. આને જાણે માટે આ, આને જાણે માટે આ; એ બધા નામ પાડવા જુઠા છે. એ તો જ્ઞાનની પર્યાય છે બસ એટલું છે. એ જે નામ પામે છે તે નામ વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જરૂર જૂઠું છે, બાકી જ્ઞાનમાત્ર છે તે સાચું છે. મતિજ્ઞાન પર્યાય તે જ્ઞાન પર્યાય હોં! પર્યાય પર્યાય.... તરીકે બરોબર છે. પરંતુ તેને આ નામ પાડવા તે જૂઠું છે.
આ ટીકા રાજમલજીએ કરી છે. તેના ઉપરથી તો સમયસાર નાટક બનાવ્યું છે. એ લોકો એમ કહે છે કે ટોડરમલ અને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરે! પ્રભુ! ભાઈ બાપા! તને અત્યારે એના ફળ નથી દેખાતાં પણ એ દુઃખ સહન કરવું કઠણ પડશે...ભાઈ ! તું તો ભગવાન છો તને દુઃખ થાય એમાં કોઈ રાજી થાય !!
અહીંયા તો પ્રભુ એમ કહે છે તારા જે નામ પડ્યા મતિ,કૃત,અવધિ, મન:પર્યય, કેવળ એ તો શેયને જાણવાથી. જે પ્રકારના તેને શેય જણાયા તે પ્રકારે નામ પડ્યું છે. એ તો પરની અપેક્ષાએ નામ પડ્યું છે એમ કહે છે. સમજાણું કાંઈ? આ કળશ આવે ત્યારે એ વિષય ચાલે ને! સામે ચીજ (પાઠ) હોય ત્યારે સ્પષ્ટ થાય ને! ચીજ વિના ખેંચીને લાવતા મુશ્કેલી પડી જાય.
પ્રભુ! તારામાં શરીર, વાણી, મન તો નથી. પુણ્ય પાપ તો નથી પણ ખરેખર તો દ્રવ્યમાં પર્યાયેય નથી; પર્યાયમાં પર્યાય છે તેનું નામ જેવા શેયને જાણે છે તેવા નામ પડ્યા છે તે નામ પણ જૂઠાં છે, કેમકે એ તો જ્ઞાનમાત્ર છે. મતિ....જ્ઞાન, શ્રુત જ્ઞાન તેમાં બસ જ્ઞાન....જ્ઞાન..(મતિ,કૃત) નામ પાડવા એ બધાં જૂઠાં છે એમ કહે છે.
નામ ધરવું બધું જૂઠું છે.” આત્મા ને આત્મા કહેવો એવો આત્માને શબ્દ કયાં છે? અને શબ્દનું નામ ધરાવ્યું તે જૂઠું છે. આત્મા એટલે “સતતિ ના છતિ રૂતિ માત્મા” વાસ્તવિક એવા પોતાના અનંતગુણે પરિણમે છે. (તતિ ઋતિ) પોતાનું સ્વરૂપ કાયમ રાખીને પરિણમે છે માટે આત્મા બસ એટલું છે. પછી નામ નિક્ષેપે કહેવાય- સુડતાલીશ નયમાં પણ કહેવામાં આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ તેમાં નામ નિક્ષેપે કહેવાય. જુઓ! માર્ગ કેવો છે? અહીંયા તો કહે છે એ નામ-ધર્મ બધું જૂઠું છે.