________________
૩પ૬
કલશામૃત ભાગ-૪ ૧૧ ગાથામાં એમ કહ્યું કે-પર્યાય જૂહી છે, તેને અભૂતાર્થ કહી. અહીંયા કહે છે-અનેક પર્યાય છે તે સત્ છે. ત્યાં (સમયસાર ૧૧ ગાથામાં) બીજો હેતુ હતો, અહીંયા બીજો હેતુ છે. ત્યાં પરમ પારિણામિક ત્રિકાળી સ્વભાવભાવનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે માટે દ્રવ્યને સત્યાર્થ કહીને, મુખ્ય કહીને; તે જ (વસ્તુ ) છે એમ કહ્યું. પર્યાયનો આશ્રય છોડાવવા, પર્યાયને ગણ કરીને, વ્યવહાર કરીને નથી એમ કહ્યું. ગૌણ કરીને વ્યવહાર કહીને કહ્યું. વ્યવહારનો અર્થ અસત્ય થાય છે. નિશ્ચયનો અર્થ સત્ય થાય છે.
અહીંયા તો નિર્જરાની જે શુધ્ધિની વૃધ્ધિરૂપની એ પર્યાય સત્ છે એમ કહે છે. પર્યાય આશ્રય કરવા લાયક છે કે નથી તે વાત અત્યારે અહીંયા નથી. અહીંયા તો શુધ્ધ ચૈતન્ય ભગવાન! પૂર્ણ શુધ્ધ સ્વરૂપ તેના અવલંબને જે શુધ્ધિની વૃધ્ધિ થાય તે પર્યાયનો ભેદ છે. એ પર્યાય તરીકે ભગવાન (આત્મા) અનેક છે. દ્રવ્ય તરીકે એક છે અને પર્યાય તરીકે અનેક છે.
લ્યો! નિર્જરા અધિકારમાં પર્યાય લીધી. જે શુધ્ધિ વધે છે તે પર્યાય છે. પર્યાય આશ્રય કરવા લાયક છે એ પ્રશ્ન અત્યારે અહીંયા નથી. આશ્રય તો ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકનો છે બસ!—એ એક જ સિધ્ધાંત છે. પણ તેના આશ્રયથી ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાયો અનેક છે. એકરૂપમાંથી પર્યાય અનેક પણ છે અને તે વ્યવહારનયનો વિષય છે. સમજાણું કાંઈ?
સંવરની ઉત્પત્તિ પહેલી થાય, પછી શુધ્ધિની વૃધ્ધિ થાય તે નિર્જરા, પછી શુધ્ધિની પૂર્ણતા થાય તે મોક્ષ. એ સંવર, નિર્જરા, મોક્ષ તે પર્યાયનું અસ્તિત્વ છે-એમ કહે છે સમજાણું કાંઈ?
કોઈ એમ કહે કે જુઓ! સમયસારની ૧૧મી ગાથામાં પર્યાયને જૂઠી કહી છે તો સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે? અરે ! સાંભળ ભાઈ ! વેદાંતમતમાં અનંતદ્રવ્ય, અનંતગુણ, અનંત પર્યાય તેમાં વિકાર, વિકારમાં નિમિત્ત કર્મ એવી વસ્તુ એમાં કયાં છે? આ તો સર્વજ્ઞ પરમેશ્વરનું વેદાંત છે, જ્ઞાનનો સાર છે. સમજાણું કાંઈ?
અહીં કહે છે દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો એક અને પર્યાયાર્થિકનયથી અનેક છે. (જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે.) તરંગ ઊઠે છે તે પણ તેની પોતાની પર્યાય છે એ તરંગ કાંઈ પવનને લઈને ઊઠયો છે? એમ કોઈ કર્મ ખસ્યુ માટે નિર્મળતા થઈ છે એમ નથી. એમ કહેવું છે. નિર્મળતા પોતાની પર્યાયમાં છે. પ્રવચન નં. ૧૪૪
- તા. ૦૯/૧૧/'૭૭ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને નિર્વિકલ્પરૂપ અનુભવે છે.” અભેદનો અનુભવ એ નિર્વિકલ્પનો અનુભવ હોય છે. વસ્તુની જ્ઞાનરૂપ પાંચ પર્યાય છે તે ભેદરૂપ છે તેથી તેના આશ્રયે; તેનો વિચાર કરતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી એકરૂપ જે ત્રિકાળી વસ્તુ છે, તેનો