________________
૩૪૮
કલશામૃત ભાગ-૪ ભગવાન આત્મા! તેનો જ્ઞાનગુણ તે તો એક ગુણ છે. તેવા તો અનંતગુણનો પિંડ ચૈતન્ય રત્નાકર છે-સમુદ્ર છે જેમ સમુદ્ર જળથી ભર્યો છે એમ ભગવાન આત્મા અનંતગુણના રતનથી ભરેલો છે જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ આત્માના જ્ઞાનગુણમાં તરંગ ઊઠે છે. અહીંયા જ્ઞાનગુણની પ્રધાનતા લેવી છે ને!? હવે એ તરંગના જે નામ પડ્યા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ નામ જેવા શેયને જાણે છે તેવા નામ પડયા છે. સમજાય છે કાંઈ ?
જ્ઞાનપર્યાય તો ખરી..! પણ તેના નામ કેમ પડયા? એ શબ્દનો ફેર પડે છે ને! પર્યાય તો છે...પણ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એવા નામ કેમ પડ્યા? દરેકનું શેય છે. હવે જેવા શેયને જાણે છે તેવા નામ પડયા છે. ટીકાકારે કેટલું સ્પષ્ટ કર્યું છે. પોતે ગૃહસ્થ છે.
અહીંયા તો એક વાત ઠરાવવી છે. આત્મામાં જડકર્મ, શરીર તો નથી. તેમ દયા-દાનવતના, કામ-ક્રોધના ભાવ છે એ જૂઠા છે. તે આત્મામાં નથી. અહીંયા તો આત્માની જ્ઞાનની પર્યાયમાં જેવા શેયને જાણે તે પ્રકારે નામ પડયા છે, એ નામ જૂઠા છે. કેવળજ્ઞાન નામ પડયું ને તે ત્રણકાળને જાણવાની અપેક્ષાએ નામ પડ્યું તે જૂઠું છે. એ તો ફકત જ્ઞાનની પર્યાય છે એટલી વાત બસ. આ રીતે નામ ભેદ પડ્યા છે. આવી વાત છે. ઝીણું છે તેથી હળવે હળવે કહીએ છીએ.
અહીંયા તો કહે છે પ્રભુ જે સમ્યગ્દર્શનનો વિષય એક સામાન્ય ત્રિકાળને સિધ્ધ કરવો છે. એ સિધ્ધ થતાં હવે કહે છે કે જે જ્ઞાનની પર્યાયો થઈ છે એમાં જેવું શેય જણાય છે, જે જે પ્રકારનું શેય જણાય તેવું તેનું નામ આપવું પડયું છે. મતિમાં અમુક જણાય માટે મતિ, શ્રુતમાં અમુક જણાય માટે શ્રુત, મન:પર્યયમાં મનને જાણવા આદિની જે લાયકાત છે તે મન:પર્યય, કેવળ ત્રણકાળને જાણે માટે કેવળ. સમજાણું કાંઈ?
શ્રોતા- કેવળજ્ઞાનમાં ત્રણકાળનું જ્ઞાન થાય છે.
ઉત્તર- અહીં તો એમ વાત છે કે કેવળજ્ઞાને ત્રણકાળને જાણ્યું એટલે કેવળ નામ પડ્યું છે, એ નામ પડયું તે જૂઠું છે. એ પર્યાય છે બસ. તે પણ પર્યાય ઉપર દૃષ્ટિ કરવા જેવી નથી.
શ્રોતા - કેવળજ્ઞાન થયું તો તેનો નિષેધ આવ્યો?
ઉત્તર:- ના, ના કેવળજ્ઞાન થયું એમાં લોકાલોક બ્રેય થયાં. એ લોકાલોકનો જાણનારો એનો જાણનારો આવ્યો. લોકાલોકનું તેમજ ત્રણકાળ શેય થયાં એનું નામ એને જાણવામાં આવ્યું. ઝીણી વાત છે ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ બાપુ! દિગમ્બર દર્શન સિવાય આ વાત કયાંય છે નહીં. આ વાત એને ક્યાં લઈ જવો છે. !! ( આત્મામાં).
જેમ દયા-દાનના વિષયની વાત વ્યવહાર કરે છે. બે નય છે તો બે નયના વિષયો ભિન્ન-ભિન્ન છે. એ બે નય (પરસ્પર) વિરુદ્ધ છે. વ્યવહારનય દયા-દાન-વ્રતને વિષય કરે છે, તેથી તેને વ્યવહાર ધર્મ કહે છે. અહીંયા નિશ્ચય છે, અર્થાત જ્ઞાયકના આશ્રયે ધર્મ થયો તેને