________________
૩૪૬
કલશામૃત ભાગ-૪ એવા વિકલ્પ ભેદ ઉપજયા છે. હોં ! “કા૨ણ કે જ્ઞેય વસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાન માત્ર છે” રાગનું જ્ઞાન કરે, ફલાણી વસ્તુનું જ્ઞાન તે બધી વ્યવહા૨ની વાતું છે. એ તો પોતે પોતાનું શેય બનાવીને, જ્ઞાન તેને જાણે છે. પોતાને શેય કરીને જ્ઞાન જાણે છે. રાગને શેય કરીને જ્ઞાન જાણે છે એમ પણ છે નહીં. આવી વાતું છે!!
અનેક પ્રકારે શેયનો શાયક થાય તેવું નામ પામે છે, પરંતુ વસ્તુ સ્વરૂપને વિચારતાં જ્ઞાનમાત્ર છે. લોકો એમ જાણે છે કે–આને જાણે છે, ફલાણાને જાણે છે એ બધાં ભેદના કથનો છે. એ જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાન પોતાની જ્ઞાન પર્યાયને જ્ઞેય તરીકે જાણે છે. સમયસારમાં ૨૭૧ કળશમાં આવે છે ને ! જ્ઞાન તું શેય તું અને જ્ઞાતા તું. શાતા તું, શેય તું, જ્ઞાન તું તેવા ત્રણ ભેદથી કહે છે. તું નો તું શેય, તેનો તું શાન, તેનો તું શાતા...આવું એનું સ્વરૂપ છે. કયાંથી કયાં તેને લઈ જવો છે. એકરૂપ પરમ સત્ય છે ત્યાં લઈ જવો છે તેને ! એ ૫૨મ સત્ય એકરૂપ છે તેનો આશ્રય કર્યા વિના સમ્યગ્દર્શન જ્ઞાન આદિ પ્રગટ થતાં નથી. “નામ ધ૨વું બધું જૂઠું છે, આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.”
પ્રવચન નં. ૧૪૩
તા. ૦૮/૧૧/’૭૭
શ્રી કળશટીકા-નિર્જરા અધિકા૨નો ૧૪૦ નંબરનો શ્લોક ચાલે છે. વાત ઝીણી છે. કહે છે કે આ આત્મા જે છે એ અનંત ચૈતન્ય રત્નાકર સ્વરૂપ છે. હવે તેમાં જે જ્ઞાનગુણ છે તેમાં એની પાંચ પર્યાય થાય છે. એ પર્યાયનું નામ શેયના કા૨ણે પડે છે. અમુક શેયને જાણે તે મતિજ્ઞાન, અમુક શેયને જાણે તે શ્રુતજ્ઞાન અમુકને જાણે તે અવધિજ્ઞાન, અમુકને જાણે મનને જાણે તે મન:પર્યય જ્ઞાન અને ત્રણ કાળ ત્રણ લોકને જાણે તે કેવળજ્ઞાન.... આ બધા ભેદ શેયાકા૨ને કારણે પડયા છે.
શું કહ્યું ? શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન : પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ ઉપજયા છે.......કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જણાવા યોગ્ય વસ્તુ અનેક પ્રકારે છે. જેવા શેયરૂપ જ્ઞાન થાય છે, જાણવા યોગ્ય જ્ઞેયનું જ્ઞાનાકાર અહીં થાય છે, તે જ્ઞાનાકાર જ્ઞાયક થાય છે તેવું નામ પામે છે.
શું કહે છે? શેયો અનંત પ્રકા૨ના છે. જ્ઞાનનો પર્યાય જે પાંચ પ્રકારે છે તે શેયને જાણવાથી—તેનાં ભિન્ન-ભિન્ન નામ પડયા છે. આનું નામ મતિ, આનું નામ શ્રુત, આનું નામ અવિધ, આનું નામ મનઃપર્યય અને કેવળ એવા નામ ભેદ અનેક પ્રકા૨ના શેયને જાણવાના કા૨ણે પડયા છે. ઘણી ઝીણી વાત છે.
કા૨ણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જેવા શેયનો શાયક થાય છે અર્થાત્ જ્ઞાનની પર્યાયમાં, જેવા જ્ઞેયને જાણનારું જ્ઞાન થાય છે તેવું જ એ નામ પામે છે. મતિ, શ્રુત, અવધિ,