________________
૩૪૪
કલશામૃત ભાગ-૪ અન્ ઉત્પન અવિનાશી અર્થાત્ અનાશ એવો ભગવાન આત્મા અંદર અવિનાશી છે. એ ચૈતન્ય દ્રવ્ય ! વસ્તુએ વિદ્યમાન છે. છે એ કહેવામાત્ર નથી.
(સંવતં જ્ઞાન]” જેટલા પર્યાયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે. જ્ઞાન તેને નિર્વિકલ્પરૂપ, અનુભવે છે. અહીં આવ્યા( દૂર) લઈ ગયા. નિમિત્ત તો તું નહીં, રાગ તો તું નહીં. પણ જ્ઞાનમાં જે પાંચ પ્રકારના પર્યાયના ભેદ પડે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એવા ભેદ એ પણ જેમાં નથી. આહાહા ! એકલો જ્ઞાન સ્વરૂપ છે. તેને અંદર અનુભવે છે. એ પાંચ ભેદનું લક્ષ છોડી દઈને, નિમિત્તના લક્ષને છોડી દઈને...દયા-દાન વિકલ્પના રાગને પણ છોડી દે! પણ, જ્ઞાન પર્યાયમાં પાંચ ભેદના લક્ષને પણ છોડી દે. સમયસાર ૨૦૪ ગાથામાં છે ને!
અહીં કહે છે-જેટલા પર્યયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન, અર્થાત્ એવા ભેદ જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કેવળજ્ઞાન ઇત્યાદિ. અત્યારે કેવળજ્ઞાન છે નહીં પણ (સાધકને) તે ખ્યાલમાં આવે છે ને કે આગળ આવી પૂર્ણ દશા થશે! આહાહા ! એ બધી અવસ્થા છે, એ અવસ્થાના ભેદોનું લક્ષ પણ છોડી દે; કયાંથી કયાં ઉપાડીને મૂકે છે!! પત્ની, બાળકો, મકાન, કુટુંબ એ ઉપરથી લક્ષ ઉડાડી દીધું. તેના પ્રત્યે રાગ થાય, વ્રતાદિનો પર્યાયમાં જે પાંચ ભેદ પડે છે ત્યાંથી લક્ષ ઊઠાવી લે!
ત્રીજા પદના છેલ્લા શબ્દમાં કહેશે-(કરિશેષો ચં) ટીકામાં આગળ કહેશે કે – ઉદયરૂપ જે વિશેષ છે તેનાથી ખસી જા ! તો એકપણાનો નિર્વિકલ્પપણાનો અનુભવ થાય છે. પાંચ ભેદ ઉપર પણ લક્ષ નહીં....! ગજબ વાત છે ને! હજુ તો તેને વ્રતાદિના વિકલ્પમાં ધર્મ મનાવવો છે. અરે! ભગવાન તારે ક્યાં જાવું છે ભાઈ ! એવા વ્રતાદિ તો અનંતવાર કર્યા. અરે! અગિયાર અંગના શાસ્ત્રના જ્ઞાન પણ અનંતવાર કર્યા. ભાઈ ! એ ચીજ નહીં. અહીંયા તો કહે છે- જ્ઞાનગુણની પર્યાયના પાંચ ભેદ પડે છે તેને પણ લક્ષમાંથી છોડી દે શાસ્ત્રજ્ઞાનનું તો લક્ષ છોડી દે! જયાં અનાદિ અનંત ભગવાનના નિધાન પડ્યાં છે ત્યાં જો !!
ગીતામાં આવે છે કે સરસ્વતી છે તે અગ્નિથી બળે નહીં, (હથિયારથી) છેદાય નહીં પણ એ ચીજ શું છે તેની તેને ખબર ન પડે!દ્રવ્ય, ગુણ ને પર્યાયની ખબર ન મળે! આ તો ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે, તેમાં અવિનાશી શક્તિઓ ત્રિકાળ છે તેનું પરિણમન થાય છે. જ્ઞાનગુણની પર્યાયના જે પાંચ ભેદ પડે તેનું પણ લક્ષ છોડી દે; ભેદો છે ખરા ! સમજાણું? દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય વસ્તુનું સ્વરૂપ છે. એ વાત વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજે કયાંય છે નહીં. એના વાડામાં હોય તેણે કદી સાંભળ્યું ન હોય ! દ્રવ્ય-ગુણ ને પર્યાય....આટલા વર્ષમાં કયાંય જોયું નથી. એ તો સામાયિક, પોષામાં અટકયા છે. એ સામાયિક કયાં હતી..એ તો રાગના રોદણાં હતા.