________________
૩૪૨
કલશામૃત ભાગ-૪ આ નિર્જરાનો અધિકાર ચાલે છે ને! જેને આત્માના આનંદના સ્વાદ આવ્યા તેને અશુધ્ધતા નિર્જરી જાય છે. નિર્જરાના ત્રણ પ્રકાર છે. (૧) કર્મનું ખરવું; અશુધ્ધતા ખરે ત્યારે કર્મ પણ ખરે છે. (૨) અશુધ્ધતાનું ખરવું. (૩) શુધ્ધતાનું વધવું. એ ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. અહીંયા શુધ્ધિની વૃધ્ધિનો અનુભવ થવો તેને નિર્જરા કહે છે.
(૧) સંવરમાં શુધ્ધિની ઉત્પત્તિ થઈ. આત્મા તો ત્રિકાળ શુધ્ધ છે. તેમાં પર્યાયમાં જે શુધ્ધિની ઉત્પત્તિ થઈ તેને સંવર કહીએ.
(૨) નિર્જરા તેને કહીએ કે જેમાં શુધ્ધિની વૃધ્ધિ થઈ.
(૩) મોક્ષ તેને કહીએ કે- શુધ્ધિની પૂર્ણતા થઈ. અરેરે! પોતાના ઘરની વાતું પણ સાંભળવા મળે નહીં તે દુઃખી પ્રાણી બિચારા શું કરે? બહારમાં આ રૂપાળા શરીર ને આ દેખાવ, તે મરીને જવાના કયાંય. શરીરની તો સ્મશાનમાં રાખ થશે બાપુ! તેની સાથે કાંઈ નહીં આવે!
જુઓ! શાંતિપ્રસાદ શાહુજી સતાવીશ તારીખે સવારના દેહ છૂટી ગયો, ચાલીશ કરોડ રૂપિયા, ચાલીશ લાખનો બંગલો...બહારમાં ધૂળમાં શું છે? એ બધી ભૂતાવળ છે. જ્યારે ૮૭ મું વર્ષ બેઠું ત્યારે મુંબઈમાં ત્યાં ઊતર્યા હતાં ને !! આ આમોદવાળા છે તેને સીત્તેર લાખનો બંગલો તેમાં અમારો ઊતારો હતો. પાંચ-છ કરોડ રૂપિયા છે. હમણાં કાગળ આવ્યો છે કે હું દેશમાં આવું છું અને મારે સોનગઢ આવવું છે. એ નરમ માણસ છે. તેની બા પણ બિચારા નરમ. અરે બાપુ! સીત્તેર લાખ એટલે શું? અબજ રૂપિયા હોય તો ય શું? ધૂળના કાંકરા તે જડ, અજીવ તારા નહીં, તેમાં તું નહીં. એને તારા માન્ય તને દુઃખ થાય એ દશા છે. નિજ ભગવાનને માન્ય તને આનંદ આવશે. હું પૂર્ણાનંદનો નાથ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું તેવો સત્કાર સ્વીકાર થતાં તને અતીન્દ્રિય આનંદ આવશે ભાઈ ! તને શાંતિ મળશે. એ માટે તને ચિદાનંદ ઉપાદેય છે.
(શાર્દૂલવિક્રીડિત). एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहःस्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।८-१४०।। ખંડાન્વય સહિત અર્થ:- “TS: આત્મા જ્ઞાન નામ નિયતિ" (SS: આત્મા) વતુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય,(સનં જ્ઞાન) જેટલા પર્યાયરૂપ પરિણમ્યું છે જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ