________________
કલશ-૧૩૯
૩૪૧ તેનો અનુભવ નામ પ્રત્યક્ષપણે વેદન કરવું એ જૈન છે. બાકી કોથળા ઉપર લખ્યું હોય “સાકર” અને અંદર હોય કાળીજીરી. અંદર ભર્યું હોય અફીણ અને ઉપર લખ્યું હોય સાકર. જૈન નામ ધરાવે પણ અંદર વસ્તુની તો ખબર નથી. જૈન એટલે જિન સ્વરૂપી ભગવાન આત્મા! તેની સન્મુખ થઈને વીતરાગતાનું વેદન કરવું, તેનો અંદર અનુભવ કરવો એ જૈનપણું છે. એ ઘટ ઘટ અંતર જૈન વસે છે.
બહેનના વચનામૃત વાંચીને એક ભાઈને એટલો હરખ આવ્યો છે. એ પત્ર મુંબઈથી આવ્યો છે. પોતે એટલો પ્રેમ અને ઉત્સાહ બતાવ્યો છે. એ વચનામૃત વાંચીને એના શબ્દો તો જુઓ! વ્યાખ્યાન પછી વંચાશે. તેણે ઘણો ઉત્સાહ બતાવ્યો છે. એના લખાણમાં શબ્દોની શૈલી એવી છે કે તેમાં તેની હુશિયારી પણ દેખાય છે. બહેનના વચનામૃત વાંચીને લોકોને આમ રોમાંચ ઉભા થયા છે અરે! આવું તત્ત્વ બહાર આવ્યું! તે તો એમ લખે છે કે બહેનના વચનામૃત એમ કાઢી નાખી ભગવાનની વાણી દિવ્ય ધ્વનિના વચનામૃતો છે. વાત તો સાચી છે. એ તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. તેણે લખ્યું છે આ જગ્યાએ દેવગુરુનું લખાણ અને આ ઠેકાણે સમકિતનું છે. તેને થોડુંક ફેરવો! અહીંયા કોણ ફેરફાર કરે? જે આવ્યું હોય તે છપાવવું. આહા ! જગતના ભાગ્ય કે- આવું સ્વરૂપ એમાં આવ્યું છે. તેણે લખ્યું છે આ જગ્યાએ દેવગુરુનું લખાણ અને આ ઠેકાણે સમક્તિનું છે. તેને થોડુંક ફેરવો, અહીંયા કોણ ફેરફાર કરે? જે આવ્યું હોય તે છપાવવું. આહા ! જગતના ભાગ્ય કે આવું સ્વરૂપ એમાં આવ્યું છે. અહીંયા તો પ્રભુ એમ કહે છે કે પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! તારા ચૈતન્યના આનંદના સ્વાદ આગળ એ વ્રતાદિના ભાવ તને અપદ-ઝેર ભાંસશે. તો પછી આ પત્ની, બાળકો સારા છે એ તો કયાંય રહી ગયું. તું મફતનો હેરાન થઈ મરી ગયો.
ભાવાર્થ આમ છે– “શુદ્ધ ચિદ્રુપ ઉપાદેવ અન્ય સમસ્ત હેય” આ શુધ્ધ ચિદ્રુપ ઉપાદેવ છે. બાકી વ્રતાદિના રાગાદિના વિકલ્પો ઉપાદેવ છે જ નહીં એમ અહીં સરવાળો કર્યો. ઉપાદેવ એલટે અંગીકાર કરવા લાયક. શુદ્ધ સ્વરૂપ છે તે અંગીકાર કરવા લાયક, સ્વીકારવા લાયક, અનુભવ કરવા લાયક છે. ઉપાદેવ અને આદરણીય તો એક જ ચીજ છે.
અન્ય સમસ્ત હેય છે.” પછી તે વ્રતનો વિકલ્પ હોય, ભગવાનની ભક્તિનો વિકલ્પ હોય મો રિહંતાનું એવો વિકલ્પ પણ હેય છે. આવી વાતું છે. પ્રભુ તારી પ્રભુતાની શી વાતું કરવી ? સર્વજ્ઞ પ્રભુ પણ તારી પૂર્ણતાને કહી શકયા નહીં ! તેને અનુભવમાં બધું આવ્યું. પણ એ આત્માની વાતો જડ વાણી દ્વારા કહી શક્યા નહીં. વચનાતીત,વિકલ્પાતીત અનુભવને વચન દ્વારા કહેવું બાપુ! કેટલું કહી શકાય?
શુધ્ધ ચિદ્રુપ ઉપાદેય છે. એવો ભગવાન ચિરૂપ, શુધ્ધ સ્વરૂપ, ચિ સ્વરૂપ ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અનાદિ અનંત.... બસ એ એક જ આદરણીય છે અને સમસ્ત હેય છે.