________________
332
કલશ-૧૩૯ રાગના મતને લઈને એ મતવાલો આત્મા સમજતો નથી.
આહાહા! અંદર ભગવાન પરમાત્મ સ્વરૂપે જ બિરાજે છે. પ્રભુ ! તું પરમાત્મ સ્વરૂપે જ છો. રાગાદિ છે એ તો પર્યાયમાં છે, વસ્તુમાં કયાં છે? વસ્તુ તો વસ્તુ છે. તું પરમાત્મા સ્વરૂપે ભગવત્ સ્વરૂપે જ છો, આવા વસ્તુના સ્વરૂપને રાગના મતવાલા અથવા પોતાના પક્ષના મતના મદિરા, પીધેલા મતવાલા વસ્તુને સમજતા નથી. આવો માર્ગ છે ભાઈ ! જે શુદ્ધ સ્વરૂપ છે તે સ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં તેને ચાર ગતિની પર્યાય છે તે અપદ ભાસે છે. કહે છે– એ મારું સ્થાન નહીં, એ મારું પદ નહીં.
અગાઊ એક વખત કહ્યું હતું-પુણ્ય ને પાપના ભાવ, ચારગતિની પર્યાય એ જે પદ ભાસે છે તે મારું રક્ષણ નહીં, મારું લક્ષણ નહીં, મારું સ્થાન નહીં.
આહાહા ! એ રાગ-દ્વેષ; મોહ; ચારગતિની પર્યાય, મનુષ્યપણું, દેવપણું,.....આ મનુષ્ય શરીરની વાત નથી, અંદર મનુષ્યની ગતિનો ઉદય અર્થાત્ એ પર્યાયો અને પુણ્ય-પાપના ભાવો અને કલ્પનામાં થતાં હરખ-શોકનું વેદન “ઇત્યાદિ જેટલા અવસ્થા ભેદો છે તે(અપવાદન ઝવ માસન્ત) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે” આહાહા! અમૃતના સ્વાદ આગળ ઝેરનો સ્વાદ અસ્થાને ભાસે છે. પોતાના આનંદના સ્વાદ આગળ સમ્યગ્દષ્ટિ ધર્મીને રાગનો સ્વાદ ઝેર લાગે છે. ધર્મી એવો જે આત્મા ! તેનો ધર્મ એટલે અનંત આનંદ આદિનું જેને અંતરમાં અનુભવ નામ વેદન છે તેવા ધર્મી જીવને, પોતાના આનંદના સ્વાદ આગળ વ્રતાદિના ભાવો પણ અપદ અને અસ્થાને, ઝેર ભાસે છે.
પત્ની, બાળકો, કુટુંબ, ધૂળ એ તો કયાંય રહી ગયા. એ ચીજ તો એની છે નહીં. એમાં તું નથી અને તારામાં તે નથી. અહીં તો કહે છે-પુણ્ય-પાપના ભાવમાં તું નથી, તારામાં તે નથી... માટે તેને અપદ કહેવામાં આવે છે. “ઇત્યાદિ અવસ્થા ભેદ છે તે જીવનું સ્વરૂપ નથી(અપવાન)” તે ઉપાધિરૂપ છે. અહીંયા તો ખુશી થાય- બે પાંચ કરોડ રૂપિયા મળે, છોકરાં રૂપાળા જરી સારા થાય તો ખુશી થાય ! એ મૂર્ખાઈના ઘર છે. આત્માને કે દિ' દિકરો હતો આત્માને દિકરો કેવો અને બાપ કેવો?
આ વિકારી પ્રજા થાય તે પ્રજા પણ ભગવાન આત્મામાં નથી. દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ એ પણ આત્માની પ્રજા નહીં. તે વિકાર તો કર્મની પ્રજા અને ઉપાધિ છે. અરે.....! આવો માર્ગ છે અને તે દુઃખના દરિયામાં ઊંડો ગરી ગયો છે. આ તત્ત્વનું ભાન ન મળે ! આખો દિ' તેની જિંદગી રાજીપામાં જતી હોય છે. એ બધા હરખના સડકા ઝેરના છે.
શું કહે છે? એ બધું જીવનું અપદ છે; ઉપાધિ છે; વિનશ્વર છે. વ્રતાદિના ભાવ પણ ઉ...પાધિ છે. ગજબ વાત છે ને! સંસ્કૃત ટીકામાં “અપદમાં વ્રતાદિ લીધું છે. અધ્યાત્મ તરંગિણીમાંથી આમાં લખ્યું છે( કળશટીકામાં) આહાહા ! કહે છે કે દયા-દાન, અહિંસા સત્યવ્રતના ભાવ તે વિકલ્પ છે, રાગ છે, તેથી એ અપદ છે, ઝેર છે-દુઃખ છે-ઉપાધિ છે. પ્રભુ ! તારું પદ તો