________________
उ४०
કલશામૃત ભાગ-૪ અંદર અલૈકિક છે ભાઈ ! તેની તને ખબર નથી. આ બધી ભૂતાવળમાં તું ભરખાય ગયો. અરે! પ્રભુ તું કયાં છો?
સંવત ૧૯૫૯ ની વાત છે. અમે પાલેજ ગયા હતા. ત્યાં પિતાજીની દુકાન હતી. ત્યારે તો અમારી ઉંમર નાની ૧૩ વર્ષની હતી. શરીર બહુ કોમળ હતું. આસો મહિને ગયેલા. દુકાનની પાછળ જિન છે ત્યાં બાયું રાસડા લેતી હતી, મેં છોકરાંવને પૂછયું–આ શું છે? અમને ન જવા દેવા માટે કહ્યું કે ચૂડેલ રાસડા લ્ય છે. ત્યાં જઈએ તો તે ખાય જાય, તેથી જવા ન દેવાય. અહીંયા પરમાત્મા કહે છે કે- એ પુણ્ય-પાપના ભાવ ચૂડેલ છે, હોં! ત્યાં જઈશ તો તને ખાઈ જશે! અંદરમાં અનંત આનંદના સાગરનો દરિયો ભર્યો છે ત્યાં પ્રવેશ કરને! રાગમાં પ્રવેશ કરીને તો અનંતકાળથી મરી ગયો છે. આહાહા! તેને ખબર કયાં છે? ભાન કયાં છે? શરીર મળ્યું, બહારમાં કાંઈક ઠીક થયું તો થઈ રહ્યું ! અમે હવે સુખી અને ખુશી છીએ. પાગલ છે. ત્યાં ધૂળેય ખુશી દેખાતી નથી, ત્યાં તો રાગની હોળી દેખાય છે. એની પાસે પૈસા આવે છે? તેની પાસે તો રાગ આવે છે. આ પૈસા મારા એવો રાગ અને મમતા તેની પાસે આવે છે. એતો મહાદુઃખદાયક અસ્થાન છે. ભાઈ ! તને તારા સ્વરૂપની ખબર નથી !!
આહાહા! અભવીને અનાદિ અનંત સંસાર છે. અભવી જીવ એકલા આપદામાં પડ્યા છે. ભવ્ય જીવોમાં પાત્ર જીવ...તેવા અનંતા ભવ્ય (જીવ) અજ્ઞાનપણે હજુ નિગોદમાં પડયા છે, ત્યાંથી હજુ બહાર નીકળ્યા નથી. એમાંથી અનંતમાં ભાગે નીકળે કયારેક. તેને આ વસ્તુનું ભાન થાય કે-અરે! મારી ચીજ તો આપદા રહિતની છે. શુભ અશુભ વિકલ્પ અને તેના ફળ તરીકે બંધન અને તેના ફળ તરીકે સંયોગ એ બધી આપદા અને ઉપાધિ છે. એ દુઃખરૂપ છે.
“વિનશ્વર છે, દુઃખરૂપ છે-એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે” સ્વરૂપ જે અંદર નિત્યાનંદ પ્રભુ છે, અવિનાશી ભગવાન છે તેનો સ્વાદ લેતાં; એટલે પુણ્ય-પાપના સ્વાદને છોડી દઈને; અભેદ ચિદાનંદ પ્રભુ ભગવાનની સન્મુખ થતાં તેને પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. એ આનંદના સ્વાદમાં મન કે રાગની તેને અપેક્ષા નથી. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય મોક્ષનો મારગ છે. તે ત્રિકાળ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. તેને કોઈ વ્યવહાર રત્નત્રય કે ભેદની અપેક્ષા છે જ નહીં...એવી નિરપેક્ષ ચીજ અંદર પડી છે.
એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે” એમ કે સ્વાદ બીજાને આવે છે અને પોતે જાણે છે એમ નથી. જેમ રાગ દ્વેષનો સ્વાદ પોતે જ વેદે છે તેમ આત્મા પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન પડી અને નિજ સ્વરૂપના પદમાં આવે છે એટલે તેનો સ્વાદ તે પોતે પ્રત્યક્ષપણે અનુભવે છે. અરેરે! શું થાય? લોકોએ ધર્મના નામે કંઈક ચડાવી દીધા છે. વીતરાગ ત્રિલોકનાથ જિનેનો માર્ગ તો આ છે. જિન સ્વરૂપી પ્રભુ તું છો ને! તેનો સ્વાદ લેવો.... મોક્ષનો મારગ એ જૈનપણું છે. જૈનપણું કોઈ વાડામાં નથી, તે દહેરાવાસી, સ્થાનકવાસી, દિગમ્બરમાં નથી.
અંતરમાં આનંદનો નાથ પૂર્ણ ભરેલો ચૈતન્ય સ્વભાવ છે. તેનું અંતર સન્મુખ થઈને