________________
કલશ-૧૪)
૩૪૫ અહીંયા તો પરમાત્મા એમ ફરમાવે છે કે તારે જો નિર્મળ દશા પ્રગટ કરવી હોય; ધર્મ નામ મોક્ષનો માર્ગ પ્રગટ કરવો હોય તો જ્ઞાનની પર્યાયના વિશેષો-ભેદો તેનું પણ લક્ષ છોડી દે. અભેદ અખંડાનંદ પ્રભુ એવી ચીજ તેને ધ્યેય બનાવીને એટલે દૈષ્ટિનો વિષય બનાવીને (નિર્વિકલ્પપણું અનુભવ છે. આવી વાતું હવે ઝીણી પડે.
નિર્વિકલ્પરૂપ અનુભવે છે” ત્યાં ભેદ નહીં એમ કહે છે. માત્ર એક જ્ઞાન સ્વરૂપે બસ એક જ્ઞાનગુણ તેવો ભેદેય નહીં. નિમિત્ત નહીં, દયા-દાનના વિકલ્પ તો નહીં. પર્યાયના ભેદ તો નહીં પણ ગુણ-ગુણીનો ભેદ પણ નહીં. ગુણી ભગવાન આત્મા અને તેમાં જ્ઞાન ને આનંદ ગુણ એવો ભેદેય નહીં. એવો નિર્વિકલ્પ અનુભવે છે.
“ભાવાર્થ આમ છે કે- જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે.” ઉષ્ણ .....ઉષ્ણ... અગ્નિ-અગ્નિ છે. તે બળવા યોગ્ય વસ્તુને બાળતો થકો...... લાકડું, છાણા, અડાયા તેના આકારે અગ્નિ આમ પરિણમે છે...તે છતાંય અગ્નિ તો ઉષ્ણતાપણે જ રહી છે, તે પરના આકારે થઈ નથી.
તેથી લોકોને એવી બુધ્ધિ ઉપજે છે કે કાષ્ટનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે;” ગાયું, ભેંસુ જંગલમાં છાણ કરે તે એમ ને એમ ત્યાં સૂકાઈ જાય તેને અડાયા કહે છે. છાણ ભેગું કરીને થાપે તેને છાણા કહેવાય. અડાયાને બાળે તો અગ્નિનો તેવો આકાર થઈ જાય છે. એના આકારે થઈ છે ત્યારે ખરેખર તો અગ્નિરૂપે છે. લોકો એમ સમજે છે કે આ છાણાનો અગ્નિ, તરણાનો અગ્નિ પરંતુ સમસ્ત વિકલ્પ જૂઠા છે.
“અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે.” અગ્નિ તો ઉષ્ણતાનું સ્વરૂપ છે બસ. પરના આકારે થઈ એ તો પોતાનું સ્વરૂપ છે. “અગ્નિ” એકરૂપે છે તે કાષ્ઠ, છાણા તૃણ અગ્નિનું સ્વરૂપ નથી.” આ દૃષ્ટાંત થયો.
“તેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશમાત્ર છે.” ભગવાન ચેતનામય, ચેતન પ્રકાશમય છે. ચેતન ચંદ્ર તે જિનચંદ્ર છે. જિનચંદ્ર છે તે પ્રભુ છે. એ પ્રકાશમાત્ર ચૈતન્ય ચંદ્ર છે. “સમસ્તશેય વસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેય વસ્તુને જાણે છે.” સમસ્ત જણાવા યોગ્ય વસ્તુ છે તેને જાણે છે. તે શેય વસ્તુને જાણતું થયું જોયાકાર પરિણમે છે. “તેથી જ્ઞાની જીવને એવી બુધ્ધિ ઉપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન” મન પર્યયજ્ઞાન, કેવળજ્ઞાનએવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે. શેયાકારે ભેદ પડયો તે પણ હું નહીં. એકલો જ્ઞાન સ્વરૂપ
શેયની ઉપાધિથી મતિ,શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ” એવા વિકલ્પો ઊપજયા છે” એ બધા ભેદ પરશેયના લક્ષના ભેદથી પડ્યાં છે. સ્વજોયના લક્ષમાં તો પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં ભેદ છે નહીં. આવું સ્વરૂપ છે. શેયની ઉપાધિથી મતિ,શ્રત,અવધિ, મનઃ પર્યય, કેવળ