________________
૩૫૦
કલશામૃત ભાગ-૪
“આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.” એટલે શું કહ્યું ? જ્ઞેય ત૨ફના નામને ધરવાનું લક્ષપણ છોડી દે ! ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેના સન્મુખનો અનુભવ. આવો અનુભવ તે શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે. નામ ધ૨વું જૂઠું છે.......એ તો શાનમાત્ર છે. શેયને જાણવાના કા૨ણે જાણનારના આવા નામ પડયા એને લક્ષમાંથી છોડી દે! એનો જાણનાર (નહીં. ) એ તો જાણનાર-જાણનાર જાણના૨ છે-જ્ઞાનમાત્ર છે.
‘તિ’ “નિશ્ચયથી એમ જ છે.” ત્તિ એટલે નિશ્ચયથી- ખરેખર, ખરેખર એમ જ છે. જે શુધ્ધ ચૈતન્ય સ્વભાવ તેને અનુસરીને જે અનુભવ થયો બસ એ જ કરવા લાયક છે. સમજાણું કાંઈ ? તેથી હળવે....ઠળવે તો કહેવાય છે. ઝીણું છે એમ કહીએ છીએ તેમ એનું સ્પષ્ટીકરણેય કહેવાય થાય છે.
જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગના પંથની વાત છે. આ ઉપ૨ સ્વરૂપ કહ્યું ને ! તેથી શેયના કા૨ણે નામ પડયા એ જૂઠા છે તેને લક્ષમાંથી કાઢી નાખ. એ જ્ઞાન પર્યાય છે એટલું બસ. પણ ( પર્યાય ) તરફ લક્ષ નહીં. પછી કહેશે –કે એ પર્યાય પોતાની છે. અહીંયા તો પર્યાયનું લક્ષ છોડાવવા, દ્રવ્યનું લક્ષ કરાવવા આ વાત કરી છે. બાકી એ પર્યાય તારી છે, તારામાં છે. એ પર્યાયો અનેકપણે ઊછળે છે એ તારું સ્વરૂપ છે. પર્યાય અનેકપણે ઊછળે છે તે સ્વરૂપ છે હોં !! બાકી એના નામ પડયા એ વાત અહીંયા નથી. સમજાણું કાંઈ ?
“કેવો છે અનુભવશીલ આત્મા ? જ્ઞાયભાવ નિર્મમહાસ્વાયં સમાપ્તાય” નિર્વિકલ્પ એવું જે ચેતન દ્રવ્ય તેમાં ( નિર્મા ) અત્યંત મગ્નપણું” આહાહા ! વસ્તુ સ્વભાવે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવભાવ એકરૂપ ભાવે છે. એકરૂપ એવો જે ચેતન પદાર્થ તેમાં અત્યંત મગ્નપણું છે. શાયકભાવમાં અત્યંત નિમગ્નપણું તેનાથી થયું છે. “મહાસ્વાયં સમાપ્તાવય” તેને લઈને મહા સ્વાદ આવ્યો છે. અનાકુળ લક્ષણ એટલે સુખ આવ્યું એમ કહે છે. વાત તો ઝીણી છે ભાઈ ! કેમકે માર્ગ જ ઝીણો છે.
એ વસ્તુ સ્વરૂપ છે તેનો અનુભવ કરતાં, “સમાસાવયન્” તેનો અર્થ કર્યો કે “અનાકુળ લક્ષણ સાખ્ય” નહીંતર મહાસ્વાદ એટલે અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ પર્યાયમાં આવ્યો. ત્રિકાળી એકરૂપ શાયકભાવનો આશ્રય લેતાં પર્યાયમાં મહાસ્વાદ આવ્યો. સ્વાદ આવ્યો ન લખતાં મહાસ્વાદ આવ્યો. અતીન્દ્રિય અનાકુળ આનંદનો મહાસ્વાદ આવ્યો. ખુલાસો કર્યોસ્વાદ આવ્યો એમ કહેતાં અનાકુળ લક્ષણ એમ. જેનું અનાકુળ લક્ષણ એવું સાખ્ય તેને (સમાસાવયન) આસ્વાદતો થકો ! જુઓ, આ નિર્જરાના લખણ (લક્ષણ ). આને કર્મની નિર્જરા થાય છે. અશુધ્ધતા ગળે અને શુધ્ધતા વધે છે. આ રીતે નિર્જરાના ત્રણ પ્રકા૨ છે. ધર્મ તે મોક્ષનું કા૨ણ થઈ ગયું....જાવ. ભાઈ ! આ જુદી વાત છે બાપા ! તને તારી મહિમાની ખબર નથી.“મહાસ્વાવ સમાપ્તાવય” તે આનંદના સ્વાદને લેતો ત્રિકાળી શાયકભાવની અંદ૨માં જતાં એટલે કે તેનાં ત૨ફ વલણ થતાં; પર્યાય કાંઈ જ્ઞાયકભાવમાં પેસી જતી નથી. શાયકભાવ