________________
કલશ-૧૪૦
उ४७ મન:પર્યય કેવળ એવા નામ શેયોને કેવા પ્રકારે જાણે એવા પ્રકારે તેના નામ પડયા છે.
એ શું કહ્યું? આત્મ વસ્તુ છે તે જ્ઞાનાદિ અનંતગુણનો ભંડાર છે. હવે અહીંયા સમ્યકજ્ઞાન થયું એ જ્ઞાનમાં પણ પાંચ ભેદ છે. તે જેવા શેયનો જ્ઞાયક થાય, જેવું જણાવા યોગ્ય શેયનો જ્ઞાયક થાય છે તેવું જ તેનું નામ પડે છે. અરે! આવી વાતો છે...સમજાણું કાંઈ?
જેવા શેયનો જ્ઞાયક થાય છે એટલે ? જેમકે કેવળજ્ઞાનમાં ત્રણકાળના શેયનો જ્ઞાયક થાય છે. મનઃ પર્યય જ્ઞાન છે તે સામાના મનઆદિને જાણે છે તેથી તેવા શેયનો જ્ઞાયક થાય છે. અવધિ તે તેની મર્યાદાવાળા પદાર્થ તેનું શેય છે તેથી તેનો જ્ઞાયક થાય છે. શ્રુત તેની યોગ્યતા પ્રમાણે પરશેયનો પરોક્ષ જ્ઞાયક થાય છે. શ્રુતની પહેલાં જે મતિજ્ઞાન થાય છે, એ મતિજ્ઞાનને લાયક જે પ્રમાણે પરશેય છે તેને જાણે છે. પાંચ ભેદ છે તે જેવા શેયને જ્ઞાયક જાણે છે તેવા તેના નામ ભેદ પડ્યા છે. બહુ ઝીણું છે. આ માર્ગ તો અલૈકિક છે બાપા!
અહીંયા કહે છે કે પ્રભુ આત્મા જ વસ્તુ સ્વરૂપે અનંતગુણનો પિંડ છે. એમાં એક જ્ઞાનગુણ તે જ આત્મા તેમ કહીને આખો આત્મા ઠરાવ્યો છે. પછી એ જ્ઞાનની પાંચ પર્યાયો થાય છે મતિ,શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ નામ કેમ પડયાં? કહે છે કે જેવા શેયોનો એ જાણનાર છે એ પ્રમાણે તેનાં નામ પડ્યા છે અને એ નામ જૂઠા છે એમ કહે છે. શાંતિથી સમજવું બાપુ! આ માર્ગ તો કોઈ અલૌકિક છે.
કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જણાવા યોગ્ય વસ્તુ અનંત, અનેક પ્રકારે છે. જેવા શેયનો જ્ઞાયક થાય છે. તેવા એ નામ પામે છે. જરા કઠણ પડે તેવું છે. પણ વસ્તુ આ છે. ભગવાન આત્માની જ્ઞાનની પર્યાયમાં પાંચ ભેદ પડે છે. કેમ કે તે જેવા પ્રકારના શેયનો જ્ઞાયક થાય છે તેવું તેનું નામ પડે છે. સમજાણું કાંઈ?
“વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે. નામ ધરવું બધું જૂઠું છે;” શું કહે છે? શાંતિથી સાંભળવું, જ્ઞાનની પર્યાયના જે પાંચ પ્રકાર છે તેની વાત છે. રાગને તો ક્યાંય કાઢી નાખ્યો, પર કયાંય રહી ગયું. અહીંયા તો જ્ઞાનની પર્યાયમાં જે પાંચ પ્રકારો થાય છે, એ પાંચ નામ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ તેના નામ પડ્યા છે તે જેવા શેયને જાણે છે એવા એવા નામ પડયા છે. પાઠમાં છે કે નહીં? ગઈકાલે આવી ગયું હતું....પણ.....એકદમમાં લેવાય ગયું હતું.
અહીંયા જિનેન્દ્ર પ્રભુ એમ કહે છે કે તારું સ્વરૂપ જે છે તે તો અનંત ચૈતન્યરત્નાકર છે. એ વાત ૧૪૧ શ્લોકમાં આવશે. દ્રવ્ય તો અનંતગુણનો પિંડ છે એમાં જ્ઞાનગુણ ત્રિકાળ છે. એ જ્ઞાનગુણની જે પાંચ પર્યાયો પડે છે એના જે નામ પડયા છે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવલ્ય એ નામ તો જેવા શેયને જાણે છે તે પ્રકારે પડયા છે. વિચાર કરતાં તો જ્ઞાનમાત્ર છે. શેયને કારણે જેવા નામ પડ્યા એ પણ જૂઠા છે એમ કહે છે. ગઈકાલે આ આવ્યું હતું. વાંચનમાં એકદમ છેલ્લે આ લીટી આવી ગઈ હતી.