________________
કલશ-૧૪૦
૩૪૩
*
અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને (તામ્ ) નિર્વિકલ્પરૂપ ( નયંત્તિ) અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્યવસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી બુદ્ધિ ઊપજે છે કે કાષ્ઠનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતનાપ્રકાશમાત્ર છે, સમસ્ત જ્ઞેયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેયવસ્તુને જાણે છે, જાણતું થકું શેયાકા૨ પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઊપજ્યા છે, કા૨ણ કે શૈયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો શાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચા૨ ક૨તાં જ્ઞાનમાત્ર છે, નામ ધ૨વું બધું જૂઠું છે;આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; “તિ” નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા ? “y@જ્ઞાયભાવનિર્ભરમહાસ્વાદું સમાસાવયન્” (૬) નિર્વિકલ્પ એવું જે ( જ્ઞાયભાવ ) ચેતનદ્રવ્ય, તેમાં (નિર્ભર ) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે (મહાસ્વાતં) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (સમાત્તાવયન્) આસ્વાદતો થકો. વળી કેવો છે ? “ દ્વન્દ્વમયં સ્વાયં વિધાતુમ્ અસહ:”(દ્વન્દ્વમયં ) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (સ્વાતં) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (વિધાતુમ્ ) અંગીકા૨ ક૨વાને (અખ઼s:) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કે-વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે ? “સ્વાં વસ્તુવૃત્તિ વિવન્” ( સ્વાં) પોતાના દ્રવ્યસંબંધી ( વસ્તુવૃત્તિ) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (વિવન્) તદ્રુપ પરિણમતો થકો. વળી કેવો છે ? ‘આત્માભાનુમવાનુમાવવિવશ:” (આત્મા ) ચેતનદ્રવ્ય, તેના ( જ્ઞાત્માનુભવ ) આસ્વાદના (અનુભાવ ) મહિમા વડે (વિવશ:) ગોચર છે. વળી કેવો છે? “વિશેષોવયં ભ્રશ્યત્” (વિશેષ ) જ્ઞાનપર્યાય દ્વા૨ા (૩વ્યં) નાના પ્રકારો, તેમને (ભ્રશ્યત્) મટાડતો થકો. વળી કેવો છે ? “સામાન્ય નયન્” (સામાન્ય) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (લયન્) અનુભવ કરતો થકો. ૮-૧૪૦.
.
કળશ ૧૪૦ ઉપ૨ પ્રવચન
પ્રવચન નં. ૧૪૨-૧૪૩
તા. ૦૭–૦૮/૧૧/૩૭૭
“પુષ આત્મા સળાં જ્ઞાનં મેતામ્ નયતિ” શ્લોકનું છેલ્લું પદ અહીં પહેલું લીધું. “વસ્તુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ” ભગવાન ધ્રુવ દ્રવ્ય અનાદિ અનંત છે. તે