________________
૩૩૮
કલશામૃત ભાગ-૪ કર્મના ઉદયમાં હોય છે. બહારમાં આ અનુકૂળ-પ્રતિકૂળ જે સામગ્રી મળે છે તેનાથી થતું સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી. એ અનુકૂળ-પ્રતિકૂળ જીવનું સ્વરૂપ નથી. તે સામગ્રીમાં એમ કલ્પના થાય કે આ ઠીક છે અને આ અઠીક છે-એ પણ જીવનું સ્વરૂપ નથી. તે કર્મની ઉપાધિ છે.
એ શરીર, વાણી, પુણ્ય ને પાપનો (ઉદય) એ બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ પ્રજા ભગવાન આત્માની નહીં. એ દયા–દાન, વ્રત-ભક્તિ, પૂજા આદિનો ભાવ કે હિંસા-જૂઠ-ચોરી આદિનો ભાવ એ બધું પુગલનું સ્વરૂપ છે તેથી અપદ છે. આત્માના પદમાં એ ચીજ નહીં.
“(અપવાનિ) આત્મા સુખ સ્વરૂપ છે.” સાતા આદિ સુખ સ્વરૂપ તે જીવનું સ્વરૂપ નથી પરંતુ તે કર્મની ઉપાધિ છે. કરોડપતિ થયો, મોટો સ્વર્ગનો દેવ થયો, સાગરોપમની સ્થિતિએ ઊપજયો તેને હજાર વર્ષે કંઠમાંથી અમૃત ઝરે છતાં પણ એ દુઃખી છે. તે વિપદાને વેદ છે, તે સંપદાને વેદતો નથી. ભગવાન આત્માની સંપદા અનંતજ્ઞાન, અનંત આનંદથી ભરેલી છે તે ચારગતિ વિપદાને ભોગવનાર નથી કેમકે તે અપદ છે, તે કર્મની ઉપાધિ છે.
વળી કેવું છે?” “યપુર: કન્યાનિ પલાઉન પાનિ પુર્વ ભાસત્તે [યપુર]” જે શુધ્ધ સ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં” ભગવાન સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે. એની સન્મુખતાથી જે કાંઈ આનંદનો સ્વાદ આવે છે તે તેનું પદ છે.) ચારગતિના પર્યાય એ બધું અપદ છે. ધર્મીને તે અપદ અને અસ્થાન ભાસે છે, તે મારું સ્થાન નહીં. એ પુણ્ય ને પાપાદિ ભાવ, વ્રતાદિના રાગાદિ ભાવ એ બધા “અપાનિ” છે.
પરમ અધ્યાત્મ તરંગિણીમાં “અપદ'નો અર્થ કર્યો છે “વ્રતાદિ સંસ્કૃત ટીકામાં છે. વ્રત, નિયમ એ બધું અપદ છે. એ બધી આપદા છે.! વ્યવહાર વ્રત પણ કયારે હોય? જ્યારે અનંત આનંદના નાથને વેદનમાં લીધો હોય તેને! અનંત અનંત શાંતિનો સાગર આત્મા છે, તે શાંતિના સ્વાદ જેણે લીધા હોય, એવા જીવને જ્યારે શાંતિનો સ્વાદ વધી જાય ત્યારે તેને આવા વ્રતાદિના વિકલ્પો આવે; એ વિકલ્પો પણ દુઃખરૂપ છે. સમજાણું કાંઈ ?
ભગવાન તો અકષાય સ્વરૂપ છે ને!! ગઈ કાલે કહ્યું હતું ને...! “ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસો, મતવાલા સમુઝેન.ભગવાન આત્મા! જિન સ્વરૂપ વીતરાગમૂર્તિ છે. રાગાદિ તે તેનું સ્વરૂપ નહીં અને તેના સ્વરૂપમાંય નહીં. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી. રાગની પર્યાયને જીતીને જેણે વીતરાગ સ્વરૂપમાં આનંદના સ્વાદ લીધા અને રાગના સ્વાદને જીત્યા તે જૈન છે. “ઘટઘટ અંતર જૈન” એ જૈનપણું કોઈ સંપ્રદાય નથી કે વાડામાં હોય ! એ તો અંતરમાં જે જૈનપણું વસે છે તે કહે છે. “મત મદિરા કે પાન સોં” પોતાના મતના દારૂ પીધેલા એવા હું રાગવાળો છું અને પુણ્યવાળો છું એવા અભિપ્રાયના દારૂ પીધા છે એવા મતવાલા ભગવાન આનંદના નાથને જાણી શકતા નથી. પોતાના મતના મદિરાના પ્યાલે ચઢી ગયેલા મેં પુણ્ય કર્યા છે, અમે દયા પાળીએ છીએ, વ્રત કર્યા–એવા મતના મદિરાના જેણે પાન પીધા છે તે આ વસ્તુને સમજશે નહીં. અરે! એ