________________
૩૩૬
કલશામૃત ભાગ-૪ દુઃખોના (૧૫૬) અભાવસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-આત્મા સુખસ્વરૂપ છે, સાતાઅસાતાકર્મના ઉદયના સંયોગ થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. વળી કેવું છે? “યપુર: કન્યાનિ પલાનિ અપાનિ માસન્ત”(યપુર:) જે શુદ્ધસ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં ( ન્યાતિ પાન) ચાર ગતિના પર્યાય, રાગ-દ્વેષ-મોહ, સુખ-દુઃખરૂપ ઇત્યાદિ જેટલા અવસ્થાભેદ છે તે (પાનિ થવ મસત્તે) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે, વિનશ્વર છે, દુ:ખરૂપ છે એવો સ્વાદ સ્વાનુભવપ્રત્યક્ષપણે આવે છે. ભાવાર્થ આમ છે-શુદ્ધ ચિતૂપ ઉપાદેય, અન્ય સમસ્ત હેય. ૭-૧૩૯.
કળશ ન.-૧૩૯ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૨
તા. ૦૭/૧૧/'૭૭ “તતપસ્વા ”શુધ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પદ) મોક્ષના કારણનો (સ્વાર્ધ) નિરંતર અનુભવ કરવો.” ભગવાન ! શુધ્ધ ચૈતન્યમાત્ર પદાર્થ જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે તે મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ એટલે કે( આત્માને આસ્વાદવો) ઝીણી વાતો બહુ! ભગવાન શુધ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ તેનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે.
(સ્વાધ) (આત્માનો) સ્વાદ લેવો એમ કહે છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદથી લબાલબ ભરેલો પ્રભુ છે, એ તો વસ્તુ છે. હવે તેનો અનુભવ સ્વાદ લે તે પર્યાય છે. એ સ્વાદ લેવો એ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ તો “અનુભવ રત્ન ચિંતામણી”, આત્માના આનંદનો જે અનુભવ છે તે ચિંતામણી વસ્તુ છે. “અનુભવ હૈ રસકૂંપ” આત્માના સ્વાદનો અનુભવ એ આનંદનો ફૂપ છે. “અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” આવી વાત છે.
ચૈતન્ય વસ્તુ મહાપ્રભુ છે. જેમાં અનંત ચૈતન્ય રત્નાકર રત્નો છે. એ અનંત ચૈતન્ય રતનનો આકર નામ દરિયો છે. ક્ષેત્ર ભલે અસંખ્ય પ્રદેશ ટૂંકુ હોય! પણ તેના સ્વભાવની મહિમાનો પાર નથી. એ બધા પુણ્ય ને પાપના વિકલ્પોથી ભિન્ન પોતાના અનંત આનંદના સ્વભાવને સ્વાદવો આસ્વાદવો....એટલે કે તેને વેદનમાં લેવો તે એક જ મોક્ષનું કારણ છે.
“મોક્ષના કારણનો નિરંતર અનુભવ કરવો.” પ્રશ્ન:- પોતે પોતાની વસ્તુને મોક્ષનું કારણ બનાવે છે.
ઉત્તર- પોતાના મોક્ષનું કારણ તે પરિણતિ છે. શુધ્ધ ચૈતન્ય માત્ર વસ્તુરૂપ મોક્ષના કારણનો નિરંતર અનુભવ-એવું જે નિજ પદ, પોતાનું નિજપદ જે ત્રિકાળી દ્રવ્ય તે છે પણ તેનો અનુભવ કરવો એ પણ પદ છે. જ્યારે રાગાદિ, વ્રતાદિ એ બધા અપદ છે. રાગનો અનુભવ એ પર્યાય નહીં.
કેવું છે? નિશ્ચયથી સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે.” ખરેખર