________________
૩૩૪
કલશામૃત ભાગ-૪ તે અવિનશ્વર ભાવને પામ્યો છે. “સ્થાપિ' તેને અવિનશ્વર કહ્યું. સ્થિરભાવને પામેલ છે. ભગવાન અંદર સ્થિર ધ્રુવ છે તે સ્વભાવે ધ્રુવ છે. સ્થિરપણાને પામેલ છે. ભગવાન અંદર સ્થિર ધ્રુવ છે તે સ્વભાવે ધ્રુવ છે. સ્થિરપણાને પામેલ છે. અવિનશ્વરપણાને પામેલ છે...ત્યાં આવી જા...એમ કહે છે. ખરેખર તો પર્યાયને નાશવાન લેવી છે. કેવળજ્ઞાનની પર્યાયને નાશવાન લેવી છે. ધર્મની પર્યાય છે. તે એક સમયની પર્યાય છે અને વસ્તુ તે અવિનાશી છે.
વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવે જે આત્મા પ્રગટ કર્યો છે જે અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત દર્શન એ બધી અનંતી પર્યાયૅ આવી તે કયાંથી આવી? ક્યાંય બહારથી આવે છે? એ અંદરમાં પડી છે પ્રભુ! તારા સ્વભાવમાં બધું પૂર્ણ પડયું છે. અંદરમાં સ્થિરભાવ પડયો છે, ધ્રુવભાવ પડ્યો છે અંદર. અહીં અત્યારે એક સમયની અવસ્થાને પણ ઉડાડી છે. અંદરમાં સ્થિરભાવપણાને પામેલ વસ્તુ છે ને? જેવી છે તેવી અવિનાશી છે ત્યાં જાને? અંદરમાં જા, બહારમાંથી લક્ષ છોડી દે! - “સ્થાચિમાવત્વમ તિ” અવિનશ્વરભાવને પામે છે.” વસ્તુ જ એવી છે. ધુવને ધ્યેયને ધ્યાનમાં લઈને; ધૃવધામ ભગવાન આત્મા તેને ધ્યાનનો વિષય બનાવ. ધ્યેયને વર્તમાન પર્યાયનો ધ્યાનનો વિષય “ધ્યાન વિષચયિમાન”(પરમ અધ્યાત્મ તરંગિણી) સંસ્કૃત ટીકામાં છે. આ પર્યાયને વિષય બનાવવાનું છોડી દે અને ત્રિકાળીનાથ અંદર અવિનાશી ધ્રુવ બિરાજે છે. જે અનંત શક્તિનો સાગર છે ત્યાં નજર કર! જે સ્થિર વસ્તુ પડી છે તેને તું પામ! જે સત્ છે એ સચ્ચિદાનંદ છે. સત્ છે તે શાશ્વત જ્ઞાન ને આનંદનું પૂર છે. ભાઈ તને ખબર નથ
“શા કારણથી?” સ્વરસમરત:” (સ્વરસ) ચેતના સ્વરૂપના ભારથી, અર્થાત્ કહેવામાત્ર નથી.” ચેતનાનો રસ અંદર ભર્યો છે કહે છે એ પુણ્ય-પાપના રસથી ખાલી ચીજ છે. એ ચેતનાના રસથી ભરેલી છે. એ ચેતનારસમાં લીન થતાં તને આનંદ આવશે. એવા ચેતનારસથી ભરેલો ભગવાન છે. અરે ! આવી વાતો છે. અહીંયા તો શું કહેવું છે. “ચેતના સ્વરૂપના (ભરત:) ભારથી અર્થાત્ કહેવા માત્ર નથી” ચેતના સ્વરૂપ કહેવામાત્ર નથી એમ કહે છે. ચેતના સ્વરૂપ વસ્તુ સ્વરૂપ છે તે સ્વભાવથી સ્થિત છે. સંસ્કૃતમાં ભરેલાનો અર્થઅનુભવના અતિશયથી ભગવાન શોભિત છે તેવો અર્થ કર્યો છે.
ચેતના વસ્તુ-ચૈતન્ય સ્વરૂપ વસ્તુ સ્વભાવ ધ્રુવ તે કહેવમાત્ર નથી. સત્યસ્વરૂપ વસ્તુ છે. સત્ય સ્વરૂપ પ્રભુ અવિનાશી અનાદિ અનંત ચિદાનંદ ભગવાન સ્વરસથી ભરેલી વસ્તુ સ્વરૂપ છે. અરે ! એના ઘરની ખબરું ન મળે અને પર ઘરની માંડી બધી. કહેવત છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે-પાડોશીને આટા(લોટ)” એમ પુણ્ય-પાપના ભાવને તારા ઘરના છોકરાં ચાટે છે તે રાગને ચાટે છે તેને અંદર સ્વભાવની તો ખબર નથી. આવો માર્ગ વીતરાગનો છે
લોકોને એવું લાગે છે કે સોનગઢવાળા તો એકલી નિશ્ચયની જ વાત કરે છે.