________________
૩૩ર
કલશામૃત ભાગ-૪ નથી. એવો ભગવાન બિરાજે છે શાશ્વત ત્યાં આવ. જેમ અનાદિથી પર્યાયબુદ્ધિમાં રોકાણો છે તેમ અનાદિથી (શાશ્ચત ) ચીજ પડી છે એમની એમ ઊંડે કૂવે આત્માને ઊતાર્યો છે.
બૈરાનો ધણી મૃત્યુ પામે પછી તે રોવે. અમારે ઘરમાં બનાવ બનેલો. અમારા મોટાભાઈ (દીપચંદજી) સંવત ૧૯૫૭ માં મુંબઈનું પાણી લાગતાં ગુજરી ગયા. ત્યારે અમારી ઉંમર અગિયારેક વર્ષની હતી. ભાઈના બૈરા રોવે...અરે! ઊંડે કૂવે ઉતારી અને દોરડા કાપ્યાં. આ બધું તો સાંભળ્યું છે ને!! મોટાભાઈ બહુ હોંશિયાર અને રૂપાળા બહુ. તેમની મુંબઈમાં નોકરી હતી. પાણી લાગ્યું(વાળાનો રોગ થયો) અને દેહ છૂટી ગયો. મારાથી નાનો (મગન) હતો તેની ઉંમર નવ વર્ષની. અમને કહ્યું કે અહીંથી મામાને ઘેર ચાલ્યા જાવ. મામાનું કુટુંબ મોટું, બહુ પૈસાવાળા, આબરુવાળા, ઘરની દુકાન મકાન વગેરે. અમને ત્યાં રહેવા ન દીધા. ભાઈને ઠીક નથી. તેથી તમે જાવ.
અહીં કહે છે- આત્માને ઊંડે કૂવે ઉતારીને ચારગતિમાં જઈને શાંતિને કાપી નાખી છે બાપા! ભાઈ ! તને આનંદનો નાથ બાદશાહ હાથ ન આવ્યો અને આ રોકાયની ચીજો તને હાથ આવી. પાઠમાં છે અહીંયા આવ...અહીંયા આવ. તારો માર્ગ તે નથી તેથી “આ માર્ગ પર આવો” (રૂત ત ત) આ બાજુ આવ આ બાજુ આવ.
આ માર્ગ પર આવો, અરે! આવો, કેમકે રૂમ પલમ ડું પર્વ” તારો માર્ગ અહીં છે અહીં છે.” અંદરમાં જ્ઞાનાનંદ ભગવાન શુધ્ધ ચૈતન્ય અનંતગુણની વસ્તીનું ઘર છે. અનંતગુણની વસ્તી એ દેશ છે. એ સ્વદેશમાં આવ... આવ, પરદેશમાંથી ખસી જા ! પાઠમાં બબ્બે વખત કહ્યું છે.
“યત્ર ચૈતન્યધાતુ:” જયાં ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે.” એ તો ચેતના જાણકદેખન સ્વભાવ એ એનું સ્વરૂપ છે એમાં એક સમયની પર્યાયેય નથી. એમાં પુણ્ય-પાપ નથી અને તેનું ફળ એ વસ્તુમાં નથી. એવું ચૈતન્ય સ્વરૂપ અંદરમાં બિરાજે છે. અનાદિ અનંત શાશ્ચત ચૈતન્ય સ્વભાવી ભગવાન ત્યાં આવ રે આવ! એકવાર તો માથું ફરી જાય એવું છે. એ અણગોઠતી ચીજમાં પ્રભુ તને કેમ ગોઠે છે? અને આ ગોઠતી ચીજમાં અંદર કેમ નથી આવતો. આવ... આવ...એ બબ્બે વખત કહ્યું છે. ત્યાંથી ખસી જા...એ માર્ગ નથી એ માર્ગ નથી. અહીંયા આવી જા અહીંયા આવી જા.
આહાહા ! એને કહે છે કે તું કયાં ચોંટયો છો? તું શું છે તેની કાંઈ ખબર છે? કોથળામાં વાયરા ભરે...પણ એ વાયરા ન રહે. એમ (પર્યાય) ને પકડી રાખો પણ એ વસ્તુ નહીં રહે, કેમકે એ તો નાશવાન છે. અંદરમાં ભગવાન નિત્ય આનંદ સ્વરૂપ આત્મા છે. એ નિત્યમાં આવી જા.ત્યાં આવી જા..અનિત્યમાંથી ખસી જા. ત્યાંથી ખસી જા !
અંદર ભગવાન બિરાજે છે. પ્રભુ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તારો ભગવાન તારાથી જુદો કયાંય નથી. પ્રભુ તને તેની મોટપની મહાભ્યની ખબર નથી. પાઠમાં બે વખત કહ્યું કે આ માર્ગ પર આવો અહીં આવો. કેમ કે –તારો માર્ગ અહીં છે.અહીં છે. “જયાં