________________
૩૩૦
કલશામૃત ભાગ-૪ તો ન જાય. વળી ધર્મની ખબર ન મળે કે ધર્મ શું છે ? ધર્મ તો નહીં પણ પુણ્ય જોઈએ તે પણ નહીં. એક દિવસમાં દરરોજ બે-ચાર કલાક સત્સમાગમ સત્ત્રવણ વાંચન આદિ પુણ્યનાંય ઠેકાણા ન મળે... એવા બધા મરીને લગભગ કૂતરીના બચ્ચા ગલુડિયા, ઢોર, ઢેડગરોડીના કૂંખે અવતરવાના, સમજાણું કાંઈ ?
અહીંયા કહે છે– “હું સુખી છું, દુ:ખી છું, આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી.” અંદરમાં સત્ પ્રભુ બિરાજે છે તે રહી ગયો અને અસત્ય સામગ્રીના અનુભવમાં તેણે અનંતકાળ ગાળ્યો. ટાણા મળ્યા ત્યારે બારમા સલવાઈ ગયો અને પોતાને ભૂલી ગયો અનાદિકાળથી શુભ અશુભ ભાવ અને એનાં ફળને અનુભવે છે, તે કાંઈ જીવનું સ્વરૂપ નથી.
“કેવો છે સર્વ જીવરાશિ ?”પ્રતિપવન નિત્યમતા: જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાલો થયો કે” તેને જે જે અવસ્થા મળી, જિનની મળી, વાઘરીની મળી, સિંહની મળી..... ત્યા ને ત્યાં, તે પર્યાયને મારું માનીને મશગુલ થઈ ગયો. જેવો પર્યાય ધા૨ણ કર્યો તેવો તે જ રૂપે એવો મતવાલો થયો. અભિપ્રાયમાં માન્યું આ હું છું. સિંહનું શ૨ી૨ મળ્યું તો હું સિંહ છું, સ્ત્રીનું શ૨ી૨ મળ્યું તો હું સ્ત્રી છું, પુરુષનું શરીર મળ્યું તો હું પુરુષ છું, વાઘરીનું શરીર મળ્યું તો હું વાઘરી છું......બાપુ! એ બધી બાહ્યની સામગ્રી છે, એ તું નહીં. તેને પૈસાની સામગ્રી મળી ત્યારે હું શેઠિયો છું, જ્યારે ખાવા માટે કોળિયો અનાજ મુશ્કેલ પડે ત્યારે માન્યુ કેહું નિર્ધન છું. એ બધી સામગ્રી માયાજાળ છે.
“જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી.” મિથ્યાશ્રધ્ધાના એવા દારૂ પિધા કે તે મતવાલો થઈ ગયો. સાધુ થયો તો પણ રાગના રાગમાં રહ્યો. વ્રત-તપ-ભક્તિનો ભાવ એ રાગ છે. એ રાગનો રાગી મતવાલો તે મિથ્યાર્દષ્ટિ છે. ભગવાનના સમવસરણમાં જઈને આવ્યો પણ તેના અભિપ્રાયમાંથી પર્યાયબુધ્ધિને મૂકી નહીં. સમજાણું કાંઈ ?
“શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે” ફૈત પુખ્ત પુત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને ” અહીં સુધી તો ગઈકાલે ચાલ્યું હતું.
તું કોને લઈને રોકાણો છો ? તે છાશને રોટલો ખાતો હોય, પેલા ત્રણ-ચાર જણ ભેગા થઈને ઘોડે ( ચડાવે ) છોકરો ને છોકરી (પત્ની ) એમ આ બધું દુશ્મનનું ટોળું થઈ ગયું ભેગું. શાસ્ત્રમાં એમ આવે છે કે તને કુટુંબ, પત્ની, બાળકો એ બધા મળ્યા તે ધૂતારાની ટોળી મળી છે. આહા ! તને ધૂતારાની ટોળી મળી છે... તે ‘મારા’ તેમ કહીને તને મારી નાખશે.
શ્રોતાઃ- તેને ધૂતા૨ો કહેવાય ?
ઉત્ત૨:- તેને ધૂતા૨ો કહેવાય કેમકે તેની અનુકૂળતા માટે મથે છે. અંદરમાં ભગવાન ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા-દૃષ્ટા અતીન્દ્રિય આનંદનો સાગ૨ ડોલે છે. તે અંદ૨માં અતીન્દ્રિય આનંદથી