________________
કલશ-૧૩૮
૩૩૧ લબાલબ-છલોછલ ભર્યો છે. પ્રભુ! તું તેની સામે જોતો નથી અને જેમાં તું નથી ત્યાં પર્યાયમાત્રમાં રોકાય ગયો? પ્રભુ હવે એ પર્યાયમાત્ર એ માર્ગે ન જા! આહાહા! એ બહારના પંથે ન જા નાથ ! તું અનંત અવતાર કરીને હેરાન થઈને મરી ગયો છે.
આહાહા ! શુભ-અશુભના ભાવ વ્રતાદિના ભાવ એ બધા પર્યાય સ્વરૂપથી બહાર છે હોં !! સંસ્કૃત ટીકામાં નાખ્યું છે કે વ્રતાદિના ભાવ અપદ છે. એ વત, નિયમ, તપ, અપવાસ કરે ત્યાં એમ થઈ જાય કે-ઓહોહો ! લોકો પણ વખાણ કરે કે આ તપસી છે, આને માન આપો, વરઘોડા કઢાવો. એ બધા વરઘોડા છે.
અહીંયા તો કહે છે કે પુણ્ય ને પાપના પરિણામ અને તેના ફળ એ તરફ ન....જા...ન..જા....નાથ! ન જા! એમાં ન.જા.ભાઈ ! એ બધો દુશ્મનનો વિસ્તાર છે. એ બધામાં તું સલવાઈ જઈશ ભાઈ !
આ ભાઈએ બોમ્બેમાં કર્યું પણ સરખું ન આવ્યું. પેલો છોકરો ત્યાંથી અહીંયા ન આવ્યો તેથી હવે પાછા ત્યાં જશે શું કરવું ત્યારે? એક છોકરો પરદેશથી અહીંયા આવ્યો અને એક છોકરો ન આવ્યો તેનું કરવું શું?
શ્રોતા- આપ રસ્તો બતાવો....!
ઉત્તર :- આ તો દાખલો! બાકી બધાને એવું જ અટપટું છે. સંસાર એવી ચીજ છે. તે એમ જાણે કે-દેશમાં રહેશે તો ત્યાંથી છૂટકારો થશે. પણ પેલો ત્યાંથી આવ્યો નહીં. આ કહે હું એકલો કાંઈ કરી શકું નહીં. તેથી હવે પાછા ત્યાં રખડવા ચાલો. અનાદિથી એવું છે બાપુ! બહારમાં કાંઈક ને કાંઈક એવા સાધન મળી જાય છે ને ! તે એમાં રોકાય જાય છે. બધે આવું છે બાપુ! આ તો એમનો દાખલો છે, બાકી ચારે બાજુ આવું છે.
અહીંયા ભગવાન પોકારે છે કે-પર્યાયને રસ્તે ન જા ! પર્યાયને રસ્તે એટલે? વર્તમાન જે ઊઘડલી પર્યાય છે તે રસ્તે ન જા ! આ રાગ ને દ્વેષ અને તેના ફળ તરીકે આ બધું. પર્યાય દષ્ટિનું આ બધું ફળ છે તે રસ્તે ન જા! તને અંદરથી ઘાયલ કરી નાખે છે. તારી શાંતિની પર્યાયને છરા પડે છે તેની તને ખબર નથી ભાઈ !
“સુતઃ ત્ત ત્ત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને-એવા માર્ગે ન જાઓ, ન જાઓ” જોયું? પોતાને પર્યાયમાત્ર જામ્યો છે-એક સમયની પર્યાય...એ રાગવાળો અને રાગના ફળવાળો (માન્યો) બસ. એવા માર્ગે ન જાવન જાવતેમ બે વખત પાઠમાં કહ્યું છે. ભાઈ ! તું ત્યાં દુઃખી થઈશ કેમકે “એ માર્ગ તારો નથી...નથી”
આહાહા ! એક સમયની ઉઘડેલી પર્યાય અને પુણ્ય-પાપના ભાવ એ તારી ચીજ નથી, એ તારો માર્ગ નથી. જગત ઉપર સંતોની કરુણા છે ભાઈ ! તું કયાં જાશ!? આ માર્ગ પર આવો....આવો....! “રૂત: ત ત” અહીંયા આવો અહીંયા આવો પ્રભુ! અંદર આનંદનો નાથ ભગવાન બિરાજે છે. ત્યાં આવને !? જયાં કર્મની ઉપાધિ કે રાગાદિ (કાંઈ પણ) કયાંય