________________
૩૨૯
કલશ-૧૩૮
અનુકૂળતાના ઢગલા છે. શેના ઢગલા છે ? પ્રભુ ! એ બધા તો કર્મના દુશ્મનના વેરીના ઢગલા છે. ભાઈ ! તને તારા સત્ય સ્વરૂપની ખબર નથી. આહાહા ! આ કળશ તો કળશ છે; એકવાર તો ઊછળી ( ઊઠે ) તેવું છે. પાણીવાળાનું પાણી નીતરી જાય એવું છે.
અહીંયા તો સંતો પોકાર કરે છે. “અનાદિ કાળથી આવા સ્વાદને” એટલે ? જે પુણ્ય ને પાપના ભાવ થાય, રાગ-દ્વેષ એનો સ્વાદ લઈને તે ભગવાનના આનંદના સ્વાદને ભૂલી ગયો છે. આનું સ્પષ્ટીકરણ કાલે થઈ ગયું છે. પણ આજે રવિવાર છે તેથી નવા કોઈ આવ્યા હોય તેથી ફરીને લીધું.
“ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાષ્ટિ જીવો આસ્વાદે
છે કે હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું,” હું રાજા છું, હું રાણી છું, હું પુણ્યવાળો છું, હું પાપવાળો છું એવા ઝેરના સ્વાદને સર્વ જીવો આસ્વાદે છે. શું સ્વાદ છે ? હું હમણા બહુ સુખી છું, પાંચ પચાસ લાખ રૂપિયા છે, છોકરા બહુ સારા છે, પત્ની પણ સારે ઘરેથી આવી છે. મૂર્ખના –ગાંડાના ગામ કાંઈ જુદા હોય ! અહીં કહે છે ધૂળમાંય સ૨ખું નથી. એ બધા પાપના પોટલા છે. દુશ્મનોએ ઘેરો ઘાલ્યો છે અને તે રાજી થયો કે મને ઘેરો ઘાલ્યો છે. પૂર્વના બાંધેલા કર્મ એ દુશ્મન છે અને તેણે ઘેરો ઘાલ્યો છે. પત્ની, છોકરાં, મકાન-પાંચ, પચાસ લાખના મોટા હજીરા અને તેમાં પાંચ-દસ લાખનું ફર્નિચ૨ ! એ ધૂળમાં શું છે ?
ગઈ સાલ મુંબઈ ગયેલા. મુંબઈમાં એક યુવાન છોકરો હતો. તત્ત્વનો પ્રેમી હતો. અહીંયા મહિનો–મહિનો કુંવારો હતો ત્યારે રહી જતો પરણ્યા પછી પણ રહી જતો. તેને ટાટાની મોટી નોકરી હતી. બા૨ મહિનાનું ૫૨ણેત૨, એ બિચારાને કિડનીનું દર્દ હતું. તેની માતાએ કીડની આપી પણ મરી ગયો. તે દાદરમાં દર્શન કરવા આવેલો-અને પછી અમે પણ દર્શન (દેવા ) માટે ગયેલાં. નાની ઉમરમાં શાસ્ત્રનો ઘણો રસ.
સાંજનો આહાર હતો મણીભાઈ કે જે શાંતાબેનના બેનનાં નંણદોયા થાય તેને ત્યાં આહાર હતો. આહાર કર્યા પછી ચારે બાજુ પગલાં કરાવ્યા. રૂમમાં ચારે બાજુ મખમલ પાથરેલાં હતાં પાંચ લાખની તો ઘરવખરી હશે. પાંચ છ કરોડ રૂપિયા છે એ ફર્નિચરને જોઈને એમ થયું કે અરેરે ! આમાંથી નીકળવું કઠણ પડશે ભાઈ ! જંગલમાં વાસ કરવા પડશે બાપુ ! અહીંથી છોડીને પછી ત્યાં તારું કોઈએ નથી. જયાં તને કોઈ ઓળખનાર નથી. તું કોઈને ઓળખનાર નથી એવી જગ્યાએ જઈને તું (તિર્યંચ ) ઢોરમાં જન્મીશ. નીકળવું પડશે ત્યારે આકરું લાગશે બાપા ! ! ત્યાં તેનું કોણ છે ? અહીંથી મા૨ાપણું લઈને ગ્યો, ત્યાં મારાપણું ક૨શે. પેલા જોષીએ રાજાને કહ્યું હતું ને કેતું મરીને ગલુડિયું થઈશ. રાજા કહે હું કૂતરીનું બચ્ચું થાઉં તો તમો આવીને મને મારી નાખજો, રાજા મરીને થયું કૂતરીનું બચ્ચું. કેમકે બહુ પાપ કર્યા હોય તો તો ન૨૬માં જાય. ઘણા જીવો તિર્યંચ (પશુ )માં જવાના છે. શાસ્ત્રમાં પશુ પંચેન્દ્રિયની સંખ્યા એટલી બધી વર્ણવે છે. ઘણા તો દારૂ ન પીવે, માંસ ન ખાય એટલે ન૨૬માં