________________
૩૨૮
કલશામૃત ભાગ-૪ વ્યક્ત-પ્રગટ અંશ છે. એ પ્રત્યક્ષ વિધમાન માયાજાળમાં તું ખેંચી ગયો છો. અરે! આવી વાત છે. શ્રી નાટક સમયસારમાં છે કે
“ઘટ ઘટ અંતર જિન વસૈફ ઘટ ઘટ અંતર જૈન.
મત મદિરા કે પાનસો, મતવાલા સમુઝે ન.” “ઘટ ઘટ અંતર જિન વસે” ઘટમાં અંદર જિન સ્વરૂપે બિરાજમાન પ્રભુ તું છો. “ઘટ ઘટ અંતર જૈન” જૈન કોઈ સંપ્રદાય નથી. પર્યાયબુધ્ધિ છોડીને વસ્તુની દૃષ્ટિ કરવી, વસ્તુનો અનુભવ કરવો તે જૈન છે. “મત મદિરા કે પાનસૌ” પરંતુ પોતાના મતના દારૂ પિવાથી તે ગાંડો પાગલ થઈગયો છે. મતનો દારૂ પીવાથી તે પ્રભુને સમજતો નથી.
ત્રણલોકનો નાથ ! ત્રણકાળને જાણનાર એવા આનંદનો નાથ ચૈતન્ય પ્રભુ છે. જગતના સંસારી મતના દારૂ જેણે પીધા છે.. કે પુણ્ય તે હું. આ પુણ્યના ફળ તે હું, ધૂળ પાંચ પચ્ચીસ લાખ એ મારા એવા મતવાલા દારૂ પીધેલાં ચૈતન્યને સમજતા નથી. અહીંયા આવું છે બાપા!
બધા ભગવાન છે બાપા! આ શરીર, વાણીને ન જો નાથ ! આ પુણ્ય-પાપના ભાવને પણ ન જો પ્રભુ! અંદર પરમાત્મા બિરાજે છે (તેને જો!) આહાહા! તું પરમાત્મા છો અરે...આ કેમ બેસે! એ સ્વભાવ અને શક્તિનું સત્ત્વ તારું છે. સ્તુતિમાં આવે છે-“સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે” ભગવાન આત્માનું સત્ત્વ છે. પ્રભુ પોતે સત્ છે. તે ત્રિકાળી અવિનાશી અનાકુળ આનંદનો કંદ છે....એ એનું સત્ત્વ છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સુખ, અનંત વીર્ય, એ સત્ત્વનું સત્ત્વ છે. અપરિમિત શક્તિનો ભંડાર છે. તારી પર્યાય બુધ્ધિને લઈને તે એને જોયો નથી. સમજાણું કાંઈ ?
કર્મના ઉદય જનિત અશુધ્ધ પર્યાયમાં(મી નિ:) પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (વાસંસારસુપ્તા:) તે પ્રત્યક્ષ એમ જ માને છે કે આ પુણ્ય ને દયા-દાન-વ્રત-તપના વિકલ્પ અને એનું ફળ તે તેને પ્રત્યક્ષ ભાસે છે. તેને અંદરમાં ભગવાન પરોક્ષ રહી ગયો. (સંસTRI) આ બધા કયારથી છે? “અનાદિ કાળથી સૂતા છે” અનાદિ કાળથી પુણ્ય ને પાપના ભાવ અને તેનાં ફળમાં સૂઈ ગયા છે. ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે. બહારની મીઠાશ, શાસ્ત્રના ભણતરની મીઠાશ તે પણ મિથ્યાત્વ છે. અંદરમાં ભગવાનનો નાથ કે જેને પરની કોઈ પણ અપેક્ષા નથી એવું નિરપેક્ષ તત્ત્વ પ્રભુ અંદર બિરાજે છે. એવા તત્ત્વના ભાન વિના તેઓ પ્રત્યક્ષ પર્યાયમાં રત થઈ ગયેલા છે.
અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે.” (વાસંસાર ત્વતિપમની) અનાદિ સંસારથી આવી અવસ્થામાં પડયા છે જીવો અંદરમાં પોતાનું ભગવત્ સ્વરૂપ છે....એ ભગવાનને ભૂલી ગયા છે. તે તો પોતાને (અશુધ્ધરૂપ) જાણે છે. એ ભગવાનને ભૂલી ગયા છે. તે તો પોતાને રાગરૂપે, ગતિરૂપે, હું દેવ છું, હું સ્ત્રી છું, હું રાણી છું, હું રાજા છું, હું મૂરખ છું, હું પંડિત છું એવી પર્યાયરૂપ પોતાને અનુભવે છે. મને