________________
૩૨૬
કલશામૃત ભાગ-૪ અમૃતનો સાગર છે. પ્રભુ! તું તેને જોતો નથી. તેની નજરું કરતો નથી તેથી આંધળો છો. જે છતી ચીજ છે તેને જોતો નથી અને જે અછતી ચીજ એટલે જે ચીજ કાયમ રહેનાર નથી-નાશવાન છે અને જે ચીજ સ્વરૂપમાં નથી એને જોઈને ત્યાં થોભી ગયો છો ! તેથી આંધળો છો.
આ તો સંતોની કરુણા છે. વીતરાગી દિગમ્બર મુનિઓ અતીન્દ્રિય આનંદને ઝૂલે ઝૂલે છે. એ જગતને કહે છે કે-હે અંધા !(મો) સમ્બોધન વચન છે. (અત્પા) આંધળા ! જે જોવું છે તેને જોતો નથી અને જે જોવા લાયક નથી તેને જુવે છે?!
અંતરમાં ભગવાન..એક સમયની વિકૃત અવસ્થા પાછળ આખું પદ પડ્યું છે. તેનો પૂર્ણ આનંદ અને પૂર્ણ શાંતિ સ્વભાવ અનહદ, અમાપ છે. એવી શક્તિનો ભંડાર ભગવાન છે. ભગવાન એટલે? તું હો! આ બીજા ભગવાન એ ભગવાનની (વાત) નથી. તું તને જોતો નથી તેથી તું આંધળો છો એમ કહે છે. છતી ચીજને જોતો નથી અને અછતી નાશવાન ચીજ કે જે તેનાં સ્વરૂપમાં નથી તેને જોઈને ત્યાં અટકીને તું ભ્રમણામાં ભૂલ્યો છો.
“શુધ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવ રાશિ તે” આ આંધળાની વ્યાખ્યા કરી કે જે ચીજ જાણવા લાયક છે; અનુભવવા લાયક એવી અંદર ચીજ છે તેને તો તું જોતો નથી !? આંધળા ! અમે તને શું કહીએ!? જેટલા જીવના ઢગલા છે....... આહાહા ! અનંતા જીવો છે તે “તત અપમ અપર્વ વિપુષ્પષ્યમ” કર્મના ઉદયથી જે ચારગતિરૂપ પર્યાય.”
આ મનુષ્યપણું એટલે આ શરીર નહીં. અંદરમાં મનુષ્યગતિની યોગ્યતા છે તે. આ ચારગતિની યોગ્યતા છે તે કર્મના કારણે છે, એ કાંઈ તારું (જીવનું) સ્વરૂપ નથી. દેવગતિ, મનુષ્યગતિ એ તો કર્મની એટલે દુશ્મનની વેરીની સામગ્રી છે. આત્માથી વિરુદ્ધ એવું આઠ કર્મ તત્ત્વ છે એનો એ વિસ્તાર છે, સામગ્રી છે. અનાદિથી તેને તે નજરમાં લીધો પણ અંદરમાં પ્રભુ બિરાજે છે તેને તે નજરમાં ન લીધો. શાસ્ત્ર ભણ્યો, પંચમહાવ્રત ધારણ કર્યા...પણ એ બધા રાગના વિકલ્પમાં તું ચોંટી ગયો.
કર્મના ઉદયથી જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુધ્ધ પરિણામ” શુભ ને અશુભ રાગ તે બન્ને અશુધ્ધ પરિણામ છે. દયા-દાન-વ્રત- ભક્તિનો ભાવ એ અશુધ્ધ પરિણામ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગનો ભાવ તે અશુધ્ધ-પાપ છે. પણ આ વ્રત-તપભક્તિ પૂજાનો વિકલ્પ તે અશુધ્ધ રાગ છે. એ બધો કર્મનો વિસ્તાર છે. પ્રભુ! તું ત્યાં નહીં. તું જયાં છે ત્યાં એ નથી. અરે! ચોરાસીના અવતાર કરતાં કરતાં તેણે અનંત અવતાર કર્યા. એ દુઃખી દુઃખી ને દુઃખી છે. જે આનંદનો નાથ અને સુખના સ્વભાવનો ભંડાર; જે સુખનો સાગર આત્મા છે તેની સામું નજરું ન કરી. અને જે ચીજ આત્મામાં નથી; એ કર્મના સંયોગની છે તેને પોતાની માનીને દુઃખી છે.
ઇન્દ્રિય વિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે” પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે કે કાન વડે પ્રશંસા સાંભળે, આંખેથી રૂપને ને જુએ, નાક વડે ગંધ સુંઘે, રસના વડે