________________
કલશ-૧૩૮
૩૨૫ પરમાત્મા જિનેન્દ્રદેવે પણ વાણી દ્વારા કહ્યું. એ જડ વાણી દ્વારા આત્માની વાત કરવી હોય તો કેટલી કરે પ્રભુ ! દુશ્મન દ્વારા મિત્રના વખાણ કરાવવા, આ વાણી તો જડ છે, ધૂળ છે; એ દ્વારા આત્મા આવો, આત્મા આવો તો તે કેટલું કહી શકે !!
આહા ! રાગ ને પુણ્યના ભાવથી ભિન્ન ભગવાન આત્માનો સ્વાદ તે અનુભવ ગમ્ય છે. અનુભવ સિવાય કોઈ જાણી શકે નહીં. સર્વજ્ઞદેવ પણ આત્માની વાત પૂરી કહી શકયા નથી એવો વચનાતીત, વિકલ્પાતીત ભગવાન પ્રભુ બિરાજે છે. આવા આત્માની તને મોટપ નથી અને જગતની ધૂળ અને પુણ્ય પાપના ભાવની મોટામાં ચડી, હેરાન થઈ, ચોરાસીના અવતારમાં રખડતો રખડાવ થઈ ગયો છે. શ્લોક એવો છે...સંતોના હદયના પોકાર છે.
“કેવો છે સર્વ જીવરાશિ” હવે કહે છે અનાદિ કાળનો અજ્ઞાની કેવો છે.?” પ્રતિપમ નિત્યમતા: જેવું શરીર મળ્યું, જેવો રાગ મળ્યો, જેવું ધારણ કર્યું. તે રૂપે મતવાલો થયો “જેવો પર્યાયમાં ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમત્તા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી.” નાટક સમયસારમાં શ્રી બનારસીદાસે કહ્યું છે ને
“ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન; મત-મદિરા કે પાન સૈ, મતવાલા સમજૈ ન” ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભગવાન અંદર ઘટમાં બેઠેલો છે તે જિન સ્વરૂપ છે. (તેનાં લક્ષ) પર્યાયમાં જૈન-વીતરાગતા થાય છે. “ઘટ ઘટ અંતરજૈન” જૈનપણું કાંઈ બહારમાં નથી. રાગની એકતા તોડી ને સ્વભાવની એકતાનો સ્વાદ લ્ય તેને જૈન કહેવામાં આવે છે. ઘટ ઘટ અંતર જિન વસે છે. તેના અંદરના સ્વરૂપમાં કોઈ વાણિયાપણું, ચંડાલપણું, સ્ત્રીપણું, પુરુષપણું નથી. એ બધા તો બહારના ભેખભેષ છે. પરંતુ (મિથ્યા) મતના દારૂ પીધેલાઓ ઘેલા-પાગલ થઈ ગયેલાઓ સમજતા નથી. “સમજૈ ન”
અહીં કહે છે તેને જેવો પર્યાય મળ્યો તેમાં મતવાલો થઈ ગયો. કોઈ કાળે મતવાલાપણું ઊતરતું નથી. “શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે.” અંદર શુધ્ધ ચૈતન્ય વસ્તુ કેવી છે તે દેખાડે છે. પ્રવચન નં. ૧૪૧
તા. ૦૬/૧૧/'૭૭ શ્રી કળશટીકા ૧૩૮ કળશ “ભો કન્યા:” એમ સંબોધન કર્યું છે. એ જીવો આંધળા છે... કે જેમણે ચૈતન્ય શુધ્ધ સ્વરૂપ વીતરાગ ભગવાન અંદર છે. અમૃતનો સાગર ભર્યો છે તેને તો જોતા નથી અર્થાત્ ત્યાં નજરું કરતા નથી. તે તો પુણ્ય પાપ અને પર્યાયની નજરું કરીને રોકાય ગયા છે. તેને હું આંધળા ! એમ સંબોધન કર્યું છે.
શ્રોતા :- ત્રિકાળ સ્વરૂપને જાણતો નથી માટે આંધળો છે.
ઉત્તર:- પોતાનું મૂળ સ્વરૂપ જાણતો નથી. મૂળ ચીજ અતીન્દ્રિય આનંદનું દળ છે, એક સમયની વિકૃત અવસ્થા સિવાયનું આખું પદ જે છે તે તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય