________________
કલશ-૧૩૮
૩૨૩ આખી દુનિયાથી લાઈન જુદી છે.
ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગ સર્વશદેવનો પોકાર છે. આ બહારની ચીજ એ તારામાં નથી. એમાં તું મૂંઝાઈ ગયો. “અનાદિ કાળથી સૂતા છે” એમ પાઠમાં છે ને? પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળમાં અનાદિ કાળથી જીવો સૂતા છે, જાગતા નથી. જાગવાનું સાંભળવા મળે તો પણ જાગતા નથી એમ કહે છે.
અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે” સૂતા છે તેનો અર્થ કર્યો. આહાહા ! ચૈતન્ય દળ, ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા દૃષ્ટા ભગવાન આત્મા છે. ત્રિકાળી જ્ઞાતાદેષ્ટા ને આનંદનો કંદ પ્રભુ તેને છોડીને આ પુણ્ય ને પાપના ફળમાં સૂતા છે. માયાજાળમાં ગૂંચવાય ગયા છે.
“ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી આવા સ્વાદને સર્વમિથ્યાદેષ્ટિ જીવો આસ્વાદે છે.” શું કહે છે? અનાદિકાળથી એટલે નિગોદથી માંડીને, બધા પ્રાણીઓ એ રાગ સ્વાદને સ્વાદે છે...અર્થાત્ તે વિકારી રાગને સ્વાદે છે. તેને નથી પૈસાનો સ્વાદ નથી એને સ્ત્રીના શરીરના ભોગનો સ્વાદ! આ શરીર તો માટી–ધૂળ છે...તેને આત્મા કેમ અડે? આત્મા અરૂપી છે. એ વખતે આ ઠીક થયું તેમ રાગને કરે ને રાગને ભોગવે છે. રાગી પ્રાણી અનાદિકાળથી રાગને ભોગવે છે. રાગ વિનાનો, મારો નાથ અંદર રાગથી ભિન્ન છે તેને જોવા નવરો થતો નથી. અત્યારે તો આ ઉપદેશેય મળતો નથી. બહુ આકરું કામ બાપુ!
અહીં કહે છે કે- અનાદિ કાળથી એ સૂતો છે. તેણે શું કર્યું? એ રાગના સ્વાદ લઈને સૂતો છે. તેણે રાગનો જ અનુભવ કર્યો છે. પછી તે શુભ હો કે અશુભ હો ! શુધ્ધ તો કોઈકને હોય છે. અહીં તો અનાદિથી અશુધ્ધ હોય છે ને !! તેની વાત છે. આમ અત્યારે પણ બાવીસ કલાક પાપમાં કાઢે છે. રાગમાં સૂતો છે એટલે પાપના ધંધામાં સૂતો છે. તેને સ્વપ્ના પણ એવા જ આવતા હોય. આમ લીધું અને આમ લીધું..... આમ દીધું.
રામપૂરમાં નારણભાઈ ભગત હતા. આમ નરમ માણસ હતો. અમારી પાસે દિક્ષા લેવાનો ભાવ હતો. તેને કહ્યું કે અમે દિક્ષામાં માનતા નથી. અને અમે દિક્ષા આપતાએ નથી. દિક્ષા કોને કહેવાય એ ઝીણી વાતું છે બાપુ !
અહીંયા કહે છે-અજ્ઞાની રાગને અનુભવે છે. તે રાગના સ્વાદને લે છે. સર્વ મિથ્યાષ્ટિ જીવો શું આસ્વાદે છે? “હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું, આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે.” એ બધા રાગને અનુભવનારા છે. દુઃખને અનુભવનારા દુઃખી પ્રાણી છે બિચારા ! એ બચારા કહેવાતા હશે? પાંચ-દશ કરોડ હોય, ચાહે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય તો પણ એ દુઃખી છે. પ્રભુ! તને ખબર નથી. સુખ તો અંદર આત્મામાં પડયું છે. સચ્ચિદાનંદ અતીન્દ્રિય આનંદકંદ છે. તેના સુખના સ્વાદને કદી જોયો નથી, જાણ્યો નથી. અનાદિથી જગતના રાગના રાગમાં તેનો સ્વાદમાં પડ્યો છે. વીતરાગ માર્ગ સિવાય આવી વાત કયાંય છે નહીં.
ત્રિલોકનાથ પરમેશ્વર-જિનેન્દ્રદેવની અકષાય કરુણા છે. ભગવાન તું સૂતો છોને !?