________________
૩૨૨
કલશામૃત ભાગ-૪ જેમાં કર્મના ઉદય જનિત અશુધ્ધ પર્યાયમાં પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ” “અશુધ્ધ પર્યાયમાં” અર્થાત્ પુણ્ય પાપ અને ચારગતિ આદિમાં (મિન કમી રળિ) એ દયાદાનનો જે રાગ છે, તે રાગનો રાગ કરનારાઓ, એ બધા રાગી જીવો અજ્ઞાની છે એમ કહે છે.
(સ્મિન કમી રાઝિ:) અશુધ્ધ પર્યાયમાં પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા” રાગનો રાગ, પુણ્યનો રાગ, પાપનો રાગ, શરીરનો રાગ, પત્નીનો રાગ, કુટુંબનો રાગ, પૈસાનો રાગ..એ બધી માયાજાળના પ્રેમિલા! તને તારા ચૈતન્ય સ્વરૂપનો દ્વેષ છે. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. તેનો તને પ્રેમ નથી. આ તીર્થકર દેવનો પોકાર છે. એ માયાજાળનો તને પ્રેમ છે તેથી તું ચૈતન્યનો ખૂની છો.
માયાજાળના પ્રેમિલા સાંભળ ! ભગવાન શુધ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. અરિહંતો, સર્વજ્ઞ પરમેશ્વરો થયા તે કયાંથી થયા? સર્વશને અતીન્દ્રિય અનંત આનંદ, અરિહંત પરમાત્મપણું પામ્યા એ કયાંથી પામ્યા? સર્વશપણે એ કયાંય બહારથી આવે છે? અંદરમાં પડયું છે. પ્રભુ તને ખબર નથી. જેમ કૂવામાં હોય તે અવેડામાં આવે તેમ જે અંદરમાં હોય તે બહારમાં આવે. સર્વજ્ઞ પરમેશ્વર થયા, જિનેન્દ્રદેવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંત આનંદ, અનંત વીર્ય...એ બધું પ્રગટ થયું તે કયાંથી થયું છે ખબર છે? અંદરમાં ખજાનો છે. તેમાંથી, એ ખજાનાને ન જોતાં જે તારી ચીજ નથી એવી ખાલી ચીજને, રાગને જોવા રોકાઈ ગયો.
જે પર્યાયમાં રાગ કરનારા જીવ તેઓ (આસંસા૨ત સપ્તા:) અનાદિ કાળથી સૂતા છે.” (માસંસા૨I) એટલે આ સંસાર અનંતકાળથી લસણ ને ડુંગળીમાં પડયો હતો. એટલા બધા એવા જીવો એમાં પડયા છે કે હજુ સુધી ત્રસ થયા નથી. સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં એમ આવ્યું છે કે નિગોદમાં લસણ આદિ કંદમૂળમાં.. એવા જીવો પડ્યા છે કે હજુ કોઈ દિવસ ઈયળ થયા નથી. એ અનંતકાળથી કંદમૂળમાં રહ્યાં છે. ભાઈ ! તને તો મનુષ્યપણું મળ્યું ને! એ મનુષ્યપણામાં તો “જ્ઞાયકે ઈતિ મનુષ્ય” ચૈતન્યને જાણે અનુભવે તો એ મનુષ્યપણું ગણાય. નહીંતર તો મનુષ્યના સ્વરૂપમાં “મૃIT: વરત્તિ' અર્થાત્ મનુષ્યના શરીરમાં મૃગલા-હરણાં જેવા તારા અવતાર છે. આવી વાતો છે ભાઈ !
નરસિંહ મહેતા અન્યમતિમાં થયાં. તેની પત્ની મૃત્યુ પામી, તેણે સાંભળ્યું એટલે તેણે કહ્યું- “સુખે ભજિશું શ્રી ગોપાલ, ભલું થયું ભાંગી જંજાળ” ઉપાધિમાં ઉપાધિ ગઈ. તેમ આ બહેનો વિધવા થાય છે. તો તે દુઃખી છે એમ ન માનવું એને ! તેને જંજાળ છૂટી ગઇ છે પોતાના આત્માને માટે, આત્માનું કલ્યાણ કરવા માટે વખત મળી ગયો છે તેને...એમ સવળું લેને ! પાંચ-પચીસ લાખ મળ્યા હોય, તેમાં છોકરો મરી જાય પછી તે પોક મૂકે. એ જીવતો રહે તો બધા રૂપિયા રાખત અને આ તો તને દાનમાં ખર્ચવા માટે વખત મળ્યો છે તેમ લે ને!?