________________
૩૨૪
કલશામૃત ભાગ-૪ અનાદિથી તે રાગનો વિકારનો સ્વાદ તો લીધો છે. પછી તે અશુભ રાગ હોય તોય રાગ અને શુભરાગ હોય તોય રાગ. એ રાગનો તને સ્વાદ છે, તને તારો સ્વાદ નથી. તું અતીન્દ્રિય આનંદનો કંદ છો. તેનો સ્વાદ તને અનાદિથી નથી. તે ઈ હશે? એ અરાગ શું હશે? આ ઢોકળાં મરચું નાખીને ખાય, રસગુલ્લા દૂધમાં નાખીને ખાય તેનો સ્વાદ હશે? એ તો જડ અને રૂપી છે. આત્મા અરૂપી છે. એ પદાર્થ ઠીક છે. એમ તેની ઉપર લક્ષ કરી ને તે રાગનો સ્વાદ લ્ય છે. એ રાગનો રાગ એટલે દુઃખ. દુઃખ એટલે આકુળતાને સ્વાદમાં લીધી છે. આવો માર્ગ વીતરાગ સિવાય કયાંથી આવે, આવી વાત!?
હું સુખી છું' – એકવાર કહ્યું તું ! રાજકોટવાળા નાનાલાલ ભાઈ, તેનો વેવાઈ કરોડપતિ. અમારા વેવાઈ સુખી છે? કહ્યું સુખી કહેવા કોને? પૈસા આદિમાં ધૂળમાંય સુખ નથી. એ મોટા દુઃખીના દાળીયા છે. પૈસા મારા એ માન્યતામાં મહા મિથ્યાત્વના રાગની આકુળતા છે. સમજાય છે કાંઈ?
“હું સુખી છું, દુઃખી છું” આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે.” પોતારૂપ અનુભવે છે એટલે આ મારું છે તેમ માને છે. રાગ મારો છે, પત્ની મારી છે, છોકરો મારો છે, મકાન મારાં છે એમ રાગને અનુભવે છે. એ વસ્તુ તું નર્ટી. એ દુઃખી પ્રાણી દુઃખને વેદે છે. સનેપોતિયાને ભાન નથી. સનેપાત એટલે સમજાય છે? વાત, પિત્ત અને કફ જેને વકરે..આ ત્રણનું જોડાણ થાય તેને સનેપાત કહેવાય. વાત, પિત્ત અને કફ એ ત્રણે વકરી જાય એટલે વિશેષ ફાટે તેને સનેપાત થાય. જેમ ભૂંડ વકરે અને સૂવર થાય...એ વકરે ત્યારે સૂવર થાય. એ સનેપાતિયો હસે તેથી તે સુખી છે? તેને દુઃખની પરાકાષ્ટા વધી ગઈ છે તેથી તે ભાન ભૂલી ગયો છે. તેમ અજ્ઞાની બહારમાં સુખી માને છે તે સનેપાતિયો છે. તેને મિથ્યાત્વનો સનેપાત લાગ્યો છે. તેને મિથ્યાશ્રધ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યા આચરણનો સનેપાત લાગ્યો છે. અરે ! આવી વાતો! “તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી.” તે કોઈ જીવનું સ્વરૂપ તો નથી નાથ! જીવનું સ્વરૂપ તો અંદર આનંદનો નાથ જ્ઞાતાદેષ્ટારૂપે છે. જ્ઞાન ને આનંદના સાગરથી ભરેલો ભગવાન છે. અરે! પ્રભુ તને તારી ખબર નથી, તારી મોટપની તને ખબર નથી. તારી મોટપના માપ તને કરતાં ન આવડયા નાથ ! તારા સિવાયની બહારની ચીજની મોટપના માપ કરી હરખાઈ ગયો. આવી વાતું છે ભાઈ ! સર્વજ્ઞ ત્રિલોકનાથ પણ તારી વાત કરે છે.
“જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં તે પણ શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે !
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
શ્રીમદ્જીએ અપૂર્વ અવસરમાં કહ્યું છે. અનંત જ્ઞાન ને દર્શનનો તું ધણી છો પ્રભુ! એ અનાદિથી પોતાને ભૂલીને રાગમાં ચડી ગયો છે. “જે સ્વરૂપ સર્વશે જોયું” ત્રિલોકનાથ