________________
કલશ-૧૩૯
૩૩૫
શ્રોતા:- નિશ્વય વ્યવહા૨ સાથે હોય ને!
ઉત્ત૨:- એ નિશ્ચયનો નિર્ણય કર્યો એ જ પર્યાય વ્યવહાર છે પર્યાયમાત્ર વ્યવહાર છે. પણ પર્યાયના લક્ષ પર્યાયનો નિર્ણય ન થાય. અંદર વસ્તુ પૂર્ણ છે ત્યાં નજર કરે તો તેનો નિર્ણય થાય. “ભાવાર્થ આમ છે કે -જેને પર્યાયને-મિથ્યાર્દષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે.” જીવનું સ્વરૂપ અવિનાશી, જાણ.....જાણગ દેખન એવો એનો સ્વભાવ છે, તેથી અવિનાશી જીવનું સ્વરૂપ છે. માટે ત્યાં નજ૨ ક૨ તો તને સમકિત થશે. સાચી દૃષ્ટિની ત્યાં નજર થશે એમ કહે છે.
પ્રવચન નં. ૧૪૨
તા. ૦૭/૧૧/’૭૭
શ્રી કળશ ટીકા-૧૩૮ શ્લોકની છેલ્લી ત્રણ લીટી બાકી છે. “ભાવાર્થ આમ છે કે જેનેપર્યાયને મિથ્યાર્દષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશક છે” પર્યાય એટલે ? શરીર,વાણી, મન, પુણ્ય ને પાપ આદિ જે વસ્તુ છે, જે પોતાની ચીજ નથી, પોતાથી ભિન્ન ચીજ એવી પર્યાયમાં પોતારૂપ જાણે છે તે જીવ મિથ્યાર્દષ્ટિ છે. જીવ અનાદિથી શ૨ી૨ને, વાણીને, પુણ્ય–પાપના ભાવને પોતારૂપ જાણે છે તે મિથ્યાર્દષ્ટિ છે.
“તે તો સર્વ વિનાશક છે” તેથી જીવનું સ્વરૂપ નથી;” એ તો બધું નાશવાન છે. ભગવાન આત્માનું એ સ્વરૂપ નથી. ને “ ચેતનામાત્ર અવિનાશી છે.” ભગવાન તો ચેતનામાત્ર છે, તેમાં ભેદ પણ નહીં. ચેતનામાત્ર સ્વભાવ છે. વસ્તુ જેમ ત્રિકાળ છે તેમ તેનો ચેતના સ્વભાવ અર્થાત્ જાણવું....દેખવું એ સ્વભાવ પણ ત્રિકાળ છે. એ ચેતનામાત્ર અવિનાશી છે. બાકી શુભરાગ, દયા-દાનના વિકલ્પો એ બધું નાશવાન છે. “ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે.” પુણ્ય ને પાપના ભાવ તેના ફળ તરીકે શરીરાદિ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી.
(અનુષ્ટુપ )
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्।
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।। ७-१३९।।
.
ખંડાન્વય સહિત અર્થ:- “તત્ પવત્ સ્વાહ્યં” (તત્ ) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પવન્)મોક્ષના કા૨ણનો (સ્વાĒ)નિરંતર અનુભવ કરવો. કેવું છે ? “પ્તિ પુત્ વ” (fÈ) નિશ્ચયથી (પુણ્ પુવૅ) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “વિપવાન્ અપવં” (વિપવામ્) ચતુર્ગતિસંસા૨સંબંધી નાના પ્રકારનાં