________________
કલશ-૧૩૮
૩૩૩
ચૈતન્યમાત્ર વસ્તુનું સ્વરૂપ છે” એ તારો માર્ગ છે. જાણગ... જાણગ.. જાણગ.. જાણગ.. જાણગ... ચેતના... ચેતના.... ચેતના...ચેતના.ચેતના..ચેતના... અનાદિ અનંત છે. એવો જે ચેતના સ્વરૂપ ભગવાન છે ત્યાં આવી જા ત્યાં તને આનંદ થશે. તને શાંતિ મળશે. પછી ભવના અંત આવશે. સમજાણું કાંઈ?
એ શું કહ્યું? ચૈતન્ય ધાતુ કીધી એટલે શું કહ્યું? જેમ સોનું ધાતુ છે અને તેણે સોનાપણું ધારી રાખ્યું છે તેમ આ ભગવાન ચૈતન્ય ધાતુ છે. તેણે ચેતનારૂપી ધાતુને ધારી રાખી છે. તેણે પુણ્ય, પાપ, રાગને કાંઈ ધારી નથી રાખ્યું; કેમકે એ તેનામાં છે નહીં. ભાષા જોઈ ? (ચૈતન્યધાતુ) તેનો અર્થ ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ કેવું છે વસ્તુનું સ્વરૂપ ભગવાન અંદર એ કહે છે.
કેવું છે?” શુધ્ધઃ શુધ્ધ: ભાઈ ! તને ખબર નથી કે તારો નાથ અંદર આનંદનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ છે. એ વસ્તુએ શુધ્ધ છે. તે કર્મના નિમિત્તના લક્ષે થતાં વિકારથી પણ ભિન્ન છે... તેથી શુધ્ધ છે. શુધ્ધ શુધ્ધ બે વખત કહ્યું ને!! આ દિગમ્બર સંતોની બલિહારી છે. જગત પાસે સત્યને મૂકવાની રીત અને અસત્યથી ખસવાની રીત બતાવવી છે.
કેવું છે તારું સ્વરૂપ? “સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે” અંદર ભગવાન ચૈતન્યધાતુ છે, જેનું ચેતવું ચેતવું...જાણવા દેખવાના સ્વભાવને ધારી રાખ્યો છે. પુણ્ય ને પાપના ભાવ ગતિ આદિ એમાં છે નહીં. વ્રતના વિકલ્પની વૃત્તિ પણ જેમાં નથી. એ તો ચૈતન્યધાતુ જાણગ...દેખન જાણગ..દેખન..જ્ઞાતાદેષ્ટા છે. જ્ઞાતાદેખાના સ્વભાવથી ભરેલું એ તત્ત્વ છે. એકવાર તો સંસારના હરખના હુરખ ઊતરી જાય એવું છે.
પેલા ભાઈને ત્રણ બાળકો છે તે બધા ભેગા બેસીને વાતો કરતા હોય છે. આ છે ને.બાપુજી આવે છે ને! એ બધું શું છે? એ બધી મધલાળ છે. માયાજાળ છે. માયાજાળ ચૈતન્યમાત્ર વસ્તુ “સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. શુધ્ધ શુધ્ધ બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. પ્રભુ! તું શુધ્ધ છો. સચ્ચિદાનંદ પ્રભુ છો. જે પરમાત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવા છે ને કે ભગવાન આવા છે ને ભગવાન આવા છે એ બધા પર્યાયે પ્રગટ કરેલા છે, પણ તારું તો સ્વરૂપ જ એવું છે. અરે ! સાચું સાંભળવા મળે નહીં, સાચા અર્થ કરવાની નિવૃત્તિ મળે નહીં. તે કયારે સમજે. આખું સિંચીને ચાલ્યા જાય છે. તેથી પાછળ કોઈ રડતા નથી. તે કયાં મરીને ઢોરમાં ગયો કયાંય ! બાપ ઢોરમાં ગયો કે દિકરો ઢોરમાં ગયો એમાં અમારે સ્નાન શું આવે? અમારી સગવડતા ગઈ તેને એ રોવે છે. આવો સંસાર બાપા! બધો જ એવો છે આતો.
“વળી કેવું છે?” “સ્થાચિમાવત્વમદતિ” અવિનશ્વરભાવને પામે છે.” અંદર આત્મા વસ્તુ છે તે અવિનશ્વર ભાવને પામેલ છે. આપણે લોકમાં કહીએ છીએ ને કે દુકાનમાં સ્થાયી છો કે આવ-જાવ કરો છો? આહાહા! આ સ્થાયીભાવ...સ્થિરભાવ અવિનશ્વર પ્રભુ, નિત્યાનંદ પ્રભુ...અણઉત્પન્ન રયેલ અવિનાશી એવો એનો અનાદિ અનંત, નિત્ય આનંદ એવો સ્વભાવ