________________
કલશ-૧૩૮
૩૨૭ રસના સ્વાદને લેવાની વૃત્તિ થાય, સ્પર્શ વડે સ્પર્શને ભોગવવાની જે વૃત્તિ થાય એ બધા પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. એ વિષયોમાં સુખ-દુઃખ “ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તેને કર્મસંયોગની ઉપાધિ છે.” એ બધો દુશ્મનનો વિસ્તાર છે.
આહાહા ! શરીર સુંદર મળે, પાંચ, પચ્ચીસ લાખ રૂપિયા મળે, પત્ની બાળકો એ બધી દુશ્મનની સામગ્રી છે. ભગવાન ! એ તારું સ્વરૂપ નહીં. તું જયાં છે ત્યાં એ નથી અને એ જયાં છે ત્યાં તું નથી. આવી વાતો છે.
“બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (વિવુäષ્યમ) એમ અવશ્ય જાણો.” કથંચિત્ શુભરાગ પણ જીવનું સ્વરૂપ છે અને તે જીવને લાભ કરે છે એમ નથી. દયા-દાનવ્રત-તપ-ભક્તિનો ભાવ તે કર્મનો ભાગ છે. બાપુ! એ તારી જાત નહીં. તારી જાતમાં એક કલંક છે. આહાહા ! વ્રત-જપ-ભક્તિ-પૂજા આદિનો વિકલ્પ એ બધો કલંક છે, એ કર્મની સામગ્રી છે. અરે ! તને તારી ખબર ન મળે !?
“કેવી છે માયાજાળ?” પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત ભક્તિના ભાવ, કામક્રોધના ભાવ, શરીર, વાણી, મન, આબરુ, પત્ની, બાળકો, કુટુંબ એ બધી માયાજાળ છે તેમ જાણો! નાથ ! તને ફસાવી માર્યો છે અને તું હોંશે હોંશે ફસાઈ જાય છે. હરખે..હરખે... હરખ લઈને અંદર જયાં ગરી ગયો ત્યાં તો કર્મની સામગ્રી છે. પુણ્ય ને પાપના ભાવ, ચારગતિ, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો એ બધી કર્મની સામગ્રીમાં હરખાઈ ગયો છો. એમાં અનુકૂળતા લાગે છે.....પણ ધૂળમાંય અનુકૂળતા નથી એમ માનો પ્રભુ! અનુકૂળતા માનો પ્રભુમાં ! આત્મામાં આનંદ છે એ અનુકૂળ છે. પુષ્ય ને પાપ એ ભાવ અનિષ્ટ અને પ્રતિકૂળ છે. પ્રવચનસારમાં આવે છે કે પુણ્ય ને પાપના ભાવ તે અનિષ્ટ છે. ઇષ્ટ તો ભગવાન આત્મા આનંદનું દળ છે. તે અતીન્દ્રિય જ્ઞાનનો સાગર છે તેની પ્રભુ તને ખબર નથી. તારી બુદ્ધિ પર્યાયમાં રોકાઈ ગઈ છે. એક સમયની પર્યાયની પાછળ પ્રભુ ભગવાન પડ્યો છે. જેની મહિમાનો પાર નથી. જેની પૂર્ણ મહિમા સર્વજ્ઞ પણ કહી શકયા નથી... એવી તારી અંદરની ચીજ છે. આવા આત્માને જોવાની ફૂરસદ ન મળે !!
શ્રોતા- હમણાં તો મરવાય નવરો નથી એમ કહે!
ઉત્તર:- હા, એમ કહે ને! બધું સાંભળ્યું છે ને! બધું જોયું છેને! હમણાં મરવા એ નવરા નથી. બાપુ! મરવાનો સમય નકકી છે દેહ છૂટશે ત્યારે આમ ફાટી રહેશે તારું મોટું, આ પગ નહીં ચાલે ને આ ધૂળ (શરીર) પડયું રહેશે! ભગવાન રખડવા ચાલ્યો જઈશ ભાઈ ! આ બધી સર્વથા માયાજાળ છે.
જેમાં-કર્મના ઉદયજનિત અશધ્ધ પર્યાયમાં, (ની નિ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ.” જુઓ! કર્મના નિમિત્તે થયેલ. અશુધ્ધ ઉપાદાનમાં પુણ્ય-પાપની જાળ. તને રાગ અર્થાત્ પુણ્યના પરિણામ તે વર્તમાન પર્યાયમાં