________________
૩૨)
કલશામૃત ભાગ-૪ કરી....એ કાંઈ તારી ચીજ નથી અર્થાત્ જીવનું સ્વરૂપ નથી. ભારે ( આકરું ) કામ ભાઈ !
પ્રશ્ન:- એ પાપી કહેવાય છે ને? ઉત્તર:- એ.પોતે પાપી છે. પુણ્યના પરિણામ મારા છે; એમ જે અપદને માને છે.
એમ જે અપદને પદ માને છે, અસ્થાનને સ્થાન માને છે, અલક્ષણને લક્ષણ માને છે, અરક્ષણને રક્ષણ માને છે એ મિથ્યાષ્ટિ પાપી છે. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ એમ કહેવાય છે. એ સમજાય જાય તો તો ન્યાલ થઈ જાય. પણ કહેવાની કઈ પધ્ધતિ અને રીત છે એ સમજાય છે? વીતરાગ દેવનો આ પોકાર છે. અરેરે! એને સાંભળવા પણ મળે નહીં!!
અહીંયા કહે છે એ બધું “સર્વથા જીવનું સ્વરૂપ નથી.” એ દયા–દાન-વ્રતના પરિણામ એ રાગ છે. તને ખબર નથી. પણ એ જીવનું સ્વરૂપ સર્વથા નથી. તેમાં (જીવમાં ) શરીરનું સ્વરૂપ સર્વથા નથી. આ શરીર તો માટી છે. આ પુદ્ગલ-જડ-માટી-ધૂળની તો સ્મશાનમાં રાખ થવાની છે. અંદરમાં થતા પાપના ભાવ તે જીવના સ્વરૂપથી સર્વથા ભિન્ન છે. તેમ પુણ્યના ભાવો ભિન્ન છે. તેને નવરાશ જ કયાં છે... આખો દિવસ પા૫ જ કર્યું છે. આ ઝવેરાતના ધંધા એ પાપ હશે? એકેન્દ્રિય જીવ મરતા નથી એમાં? એ મારો ધંધો મને લાભદાયક છે અને એ હું કરું છું....એ ભાવજ બધો પાપનો છે. બહુ આકરું ભાઈ ! અહીંયા શ્લોક જ એવો છે.
આહાહા! જયાં જોવું જોઈએ ત્યાં જોતો નથી અને જયાં ન જોવું જોઈએ ત્યાં જોઈને રાજી થાય છે. ભાઈ ! તું આંધળો છો હો! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ એ તારું પદ છે. એ વાત પછી આવશે.
એ સર્વથા જીવનું સ્વરૂપ નથી.” શું? સર્વથા જીવનું સ્વરૂપ નથી. ઉપર ત્રણ વાત કરી તે જીવનું સ્વરૂપ નથી. (૧) ચારગતિ(૨) પુણ્ય-પાપના અશુધ્ધ પરિણામ(૩) ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખની કલ્પના અને સામગ્રી. એ બધું જે છે તે છે...તે સર્વથા જીવનું
સ્વરૂપ નથી. આવી વાતો કયાંય સાંભળવા મળી નથી. આવો માર્ગ જિનેન્દ્ર ભગવાનનો છે. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પોકારે છે......અરે ભાઈ ! જયાં જોવું જોઈએ ત્યાં જોતો નથી અને તારામાં નથી એ ચીજને જોઈને મલકાઈ ગયો! બાપુ તું મરી ગયો...તું આંધળો છે હોં !!
પ્રશ્ન:- દયા ન કરે તો તુચ્છ જીવોનું શું થાય?
ઉત્તર- કોણ તુચ્છ છે? દયાનો ભાવ જ રાગ છે. પેલાનું તો આયુષ્ય હશે તો જીવશે ! કોઈ જીવાડી શકે છે પરને? પરની દયા કાંઈ પાળી શકે છે? બંધ અધિકારમાં જિનેન્દ્ર ભગવાન કહે છે – તેનું આયુષ્ય હોય તો તે જીવે! તેને તે આયુષ્ય આપીને જીવાડયું છે? તે તેને જીવાડયો છે? તે તારું આયુષ્ય તેને આપ્યું છે? કે તે જીવાડી દીધો? પેલાને મેં મારી નાખ્યો તો શું તું તેનું આયુષ્ય તોડી શકે છે? તેના આયુષ્યને તોડવાની તારી પાસે શક્તિ છે? એ તો એનો જીવ જેટલો કાળ એ દેહમાં રહેવાનો હતો..તો આયુષ્યને કારણે ત્યાં સુધી રહ્યો.