________________
કલશ-૧૩૮
૩૧૯
કંઈક કહે તો સમજાય ખરું ? એમાં શું હતું ? એ બધી રાગની ક્રિયાઓને પાળનારા આંધળા છે. અંદર રાગથી ભિન્ન ચૈતન્ય ભગવાન બિરાજે છે તેને તો તે જોતો નથી. ભાઈ ! અને જે અપદ અને ઉપાધિ છે તેને જોયા કરે છે.
સંસ્કૃતટીકામાં અપદનો અર્થ આ રીતે કર્યો છે. આ શુભ-અશુભ ભાવ, ચારગતિ, ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખ એ તારું સ્થાન નથી; એ તારું લક્ષણ નથી, એ તારું રક્ષણ નથી. “અપદ” ના આ રીતે ત્રણ શબ્દાર્થ કર્યા છે. શું કહ્યું ? ફરીને.... આ કાંઈ કથા-વાર્તા નથી બાપુ ! આ તો આત્મધર્મની વાત છે પ્રભુ ! જલ્દી સમજાય જાય, પકડાઈ જાય....તેના માટેની તૈયારી જોઈએ.
આહાહા ! એક ધૂળ સારુ આખો દિવસ મહેનત કરે છે. બે, પાંચ, પચાસ, હજાર લેવા માટે મરી જાય છે. સગાંવ્હાલાં, કુંટુંબ મૂકીને ૫૨દેશ જાય....... એ પાપ કરવા માટે !! આ તો અનંતકાળમાં અનંતભવમાં ધર્મ શું છે? એ કોઈ દિવસ સાંભળ્યું નથી.( કદાચિત્ ) સાંભળ્યું હોય તો તેને સમજવાની દરકાર કરી નથી.
અહીંયા કહે છે- એ ચારગતિ, પુણ્ય-પાપના ભાવ, પાંચ ઇન્દ્રિયના વિષય આદિ એ બધાં અરક્ષણ છે. એ તારું રક્ષણ નથી, એનું રક્ષણ કરવા જતાં–તા૨ો ઘાત થઈ જાય છે. એ પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ એ પણ તારું પદ નહીં, એ તારું સ્થાન નહીં, એ તારું રક્ષણ નહીં; એ તારું લક્ષણ નહીં ! આવી વાતું છે બાપુ !
અરેરે! મનુષ્યપણું મળ્યું અને આ વસ્તુ શું છે એ સમજમાં ન આવે...તો મનુષ્યપણું મળ્યું ના મળ્યા બરોબર છે. પશુને (આ તત્ત્વ ) નથી મળ્યું ! ? તેથી બન્ને સ૨ખું થઈ જશે ! ભલે તેણે પાંચ-પચાસ કરોડ ભેગા કર્યા હોય !
અહીંયા તો કહે છે ચારગતિ, પુણ્ય-પાપનો ભાવ અને ઇન્દ્રિય વિષય જનિત સુખદુઃખની કલ્પના એ બધું અપદ છે. તારા માટે તે રક્ષણ નથી. તે અસ્થાન છે, અપદ છે, તે તારું લક્ષણ નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય, એ શુભરાગ અપદ છે. એ દુકાન અને ધંધામાંથી નવરો પણ કયાં છે? આખો દિવસ પાપમાં જાય, કોઈક દિવસ સાંભળવા જાય એમાં સાંભળવાનું એવું મળે ! તેને કુગુરુ લૂંટી લ્યે ! તેને વ્રત-તપમાં ધર્મ મનાવી એવું ધૈ ! તેનો અવતાર એળે જાય છે.
અહીંયા કહે છે એ બધું અસ્થાને, અલક્ષણ એટલે તારું લક્ષણ નહીં. ‘અપદ છે, અપદ છે’ એમ બે વખત કહ્યું છે ને !? એ તારું લક્ષણ નહીં, એ તારું રક્ષણ નહીં અને તે તારું સ્થાન નહીં. આહાહા ! તું ત્યાં રહેવા લાયક નહીં.
“બે વા૨ કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી” એ શું કહ્યું ? આ ચારગતિ મળી એ કોઈ જીવનું સ્વરૂપ નથી. પુણ્ય ને પાપના ભાવ અંદ૨માં થયા, એ કાંઈ તારું સ્વરૂપ નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયના ઢગલા મળ્યા અને તેના ઉ૫૨ લક્ષ જઈને...અમે સુખી છીએ તેવી કલ્પના