________________
કલશ-૧૩૮
૩૧૭ કરી નાથ! ભલે એ ક્રિયાકાંડ કરતો હોય, પંચમહાવ્રત આદિ પાળતો હોય...પણ એ બધી રાગની ક્રિયા છે. એ રાગને દેખે છે, પર્યાયની પાછળ પ્રભુ જ્ઞાતા દષ્ટા સચ્ચિદાનંદ પ્રભુ છે...જેને વીતરાગ સર્વશે કહ્યો એવો આત્મા છે. જેવો વીતરાગ પરમાત્માએ જોયો છે એવો અન્ય કોઈએ જોયો નથી.
એ ઓધળાની વ્યાખ્યા કરી. (મો) એ સંબોધન કર્યું. કે હે–ભાઈ ! હે અંધા. એમ! આંધળા કેમ? અંદર શુધ્ધ સ્વરૂપ પવિત્ર છે, જે અતીન્દ્રિય અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ અંદર છે. તેના અનુભવથી ખાલી છે તેથી અમે તેને આંધળા કહીએ છીએ. કહે છે ને “છતી આંખે આંધળો” પણ આ આંખ પરને જુએ છે. આ તો માટી ધૂળ છે અને જોનાર તો આત્મા છે. આ(શરીર) ધૂળ કાંઈ જાણતી નથી, કેમકે તે તો માટી છે. એ જાણનારને જાણ્યો નહીં. પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી, પૂર્ણ સર્વદર્શી, પૂર્ણ અતીન્દ્રિય આનંદ, અનંતવીર્ય અનંત સ્વચ્છતા, અનંત શાંતિનો સાગર તેને ડુંગર (કહો ) એ પોતે ભગવાન છે ભાઈ!
તને ખબર નથી! આ બધા યુવાન શરીર તે સ્મશાનમાં હાડકાં રાખ થશે...એમાં તું નથી. કદાચ તેને બહારમાં પૈસા થઈ જાય બે પાંચ કરોડ તો હું પહોળો ને શેરી સાંકડી એવું થઈ જાય !? અરે-પ્રભુ! તને શું થયું છે આ !! તારી ચીજમાં અનંત આનંદ અને શાંતિ પડી છે તેને તો જોવાની તને ફૂરસદ નથી અને જે તારા નથી એવી કૃત્રિમ ક્ષણિક અનિત્ય, નાશવાન ચીજના પ્રેમમાં ફસાઈ ગયો છે...પ્રભુ! આવી વાત છે!!
જેટલો જીવરાશિ તે”, જેટલા જીવનો ઢગલો છે તે વીતરાગ પરમેશ્વર ભગવાને તો અનંતા જીવ જોયા છે. લસણની એક કળીમાં એક રાય જેવડી કટકી લઈએ તેમાં અસંખ્ય તો શરીર છે. એક-એક શરીરમાં અનંત આત્મા છે. એક એક આત્મા પૂર્ણ આનંદથી ભરેલું તત્ત્વ છે. અરે...તને ત્યાં(પોતાને) જોવાનો વખત ન મળે તેથી તેને આંધળો કહે છે.
જેટલો જીવરાશિ તે, તત્ પરમ વિલુણ્યધ્વમ કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય” મનુષ્યપણું મળે, નારકી થાય, દેવનો દેવ થાય કે તિર્યંચ-પશુ થાય... એ બધી કર્મની સામગ્રી છે. પ્રભુ! તું એમાં નહીં; તે તારા નહીં. ચારગતિ એ તું નહીં, એ તારામાં નહીં. તું કોણ છો પ્રભુ ! જો તું ગતિરૂપે થયો હો તો તે ગતિ જુદી પડીને...કોઈ દિવસ સિધ્ધ થઈ શકે નહીં. ચારગતિ એ તું નહીં, તે તો કર્મની સામગ્રી છે.
“તથા રાગાદિ અશુધ્ધ પરિણામ તથા ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે પુણ્ય-પાપના અશુધ્ધ ભાવ, પછી તે હિંસા-જૂઠ-ચોરી-વિષય ભોગનો રાગ હો કે પછી તે વ્રત-તપ દયા-દાનનો રાગ હો....! પણ એ બધા રાગ છે. બાપુ! તને ખબર નથી. ભગવાન તું કોણ છો? તેની તને ખબર નથી. જેમ સોનાનો લાટો પડયો હોય તેમ અંદરમાં ચૈતન્ય ભગવાન આનંદનો લાટો પડ્યો છે. ત્રિલોકનાથ ભગવાન...સર્વજ્ઞ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે ભાઈ ! તું અનંત આનંદનો લાટો છે. જેમ સોનાનો લાટો હોય છે, અથવા
ત
છે !!